CRICKET
ભારત સેમિફાઇનલ જીતવા માટે આગળ વધશે; ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે, ઓસ્ટ્રેલિયાના પડકારને પાર કરવો પડશે
ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023 સિઝનમાં ઈંગ્લેન્ડ સામે 114 રનથી હારીને પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે, જ્યારે આ પરિણામ બાદ ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે નક્કી થઈ ગઈ છે. પાકિસ્તાનની હાર સાથે જ ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે નક્કી થઈ ગઈ છે. ફાઇટ 23 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે.ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023 સીઝન માટે, ભારત સહિત 3 ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ ટોપ પર રહીને ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયું છે અને ભારતીય ટીમ બીજા નંબરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ-1માંથી ટોપ પર જગ્યા બનાવી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા નંબર પર આવી ગઈ છે.
ઇંગ્લેન્ડે તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 114 રને હરાવ્યું હતું. ગ્રુપ 2 ની બીજી ટીમ માટે ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ હતો. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી.આ મેચમાં આફ્રિકન ટીમે 10 વિકેટથી જીત મેળવી હતી અને 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી.આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના પણ સમાન 4.4 પોઈન્ટ હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ સારા નેટ રનરેટ સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાની ટીમ 24 ફેબ્રુઆરીએ સેમિફાઇનલમાં ગ્રુપ-2ની ટોપર ઇંગ્લેન્ડની ટીમ સામે ટકરાશે.
CRICKET
Nasir Hossain: બે વર્ષની સજા પૂરી.. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસેને કરી ભવ્ય વાપસી.
Nasir Hossain: બે વર્ષની સજા પૂરી.. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસેને કરી ભવ્ય વાપસી.
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર Nasir Hossain પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ બે વર્ષની પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. હવે તેમણે ક્રિકેટમાં વાપસી કરી છે.
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસેને બે વર્ષની પ્રતિબંધ બાદ ક્રિકેટના મેદાન પર ધમાકેદાર વાપસી કરી છે. તેમણે હવે ઢાકા પ્રીમિયર ડિવિઝન લીગ મેચમાં રૂપગંજ ટાઈગર્સ ક્રિકેટ ક્લબ તરફથી રમવાની શરૂઆત કરી છે. આ મેચ ગાજી ગ્રુપ ક્રિકેટર્સ સામે હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 7 એપ્રિલ 2025થી તેઓ ફરીથી ઓફિશિયલ ક્રિકેટ રમવા માટે લાયક બન્યા છે.
iPhone 12 ના કારણે લાગી હતી પ્રતિબંધની માર
નાસિર હુસેનને અબુ ધાબી ટી10 લીગ 2020-21 દરમિયાન એમિરેત્સ ક્રિકેટ બોર્ડ દ્વારા એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન માટે બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન નાસિર પુણે ડેવિલ્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા. સપ્ટેમ્બર 2023માં ICCએ તેમના પર આક્ષેપ મૂક્યા હતા. તેમના પર પ્રથમ આક્ષેપ એવો હતો કે તેમણે એન્ટી કરપ્શન અધિકારીને 750 યુએસ ડોલરથી વધુ કિંમતના ગિફ્ટ (iPhone 12) વિશે જાણ કરી નહોતી.
Nasir એ સ્વીકારી હતી પોતાની ભૂલ
નાસિર હુસેન પર બીજો આક્ષેપ એવો હતો કે તેમણે એન્ટી કરપ્શન અધિકારીને આ iPhone 12 કોણે આપ્યું તેની યોગ્ય માહિતી આપી નહોતી તથા તપાસમાં સહકાર ન આપ્યો હતો. તેમણે તમામ આક્ષેપો સ્વીકારી લીધા હતા.
બાંગ્લાદેશ માટે રમ્યા છે ત્રણેય ફોર્મેટ
નાસિર હુસેને બાંગ્લાદેશ ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યું છે. તેમણે 19 ટેસ્ટમાં 1044 રન, 65 વનડેમાં 1281 રન અને 31 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 370 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં મળીને તેમના નામે 2 શતક છે. તેઓ છેલ્લે બાંગ્લાદેશની નેશનલ ટીમ માટે વર્ષ 2018માં રમ્યા હતા.
CRICKET
R Ashwin: CSK વિવાદ બાદ અશ્વિનનો મોટો નિર્ણય – યૂટ્યુબ ચેનલ પરથી મેચ કવરેજ બંધ
R Ashwin: CSK વિવાદ બાદ અશ્વિનનો મોટો નિર્ણય – યૂટ્યુબ ચેનલ પરથી મેચ કવરેજ બંધ.
IPL 2025 દરમિયાન Ravichandran Ashwin અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સના મેચોનો પ્રિવ્યુ અને પોસ્ટ મેચ શો તેમના યુટ્યુબ ચેનલ પર લાવતા હતા. પરંતુ હવે તેઓ એવું નહીં કરે. આ નિર્ણય પાછળનું કારણ પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
શો પર વિવાદ થયો પછી લીધો નિર્ણય
અશ્વિનના યુટ્યુબ ચેનલ પર આવેલા એક શોમાં CSKના ખેલાડીઓ અને ટીમના પસંદગીના નિર્ણયો પર ટીકા કરવામાં આવી હતી. આ શોમાં ગેસ્ટ તરીકે આવેલા સાઉથ આફ્રિકા અને RCBના એનાલિસ્ટ પ્રસન્ના અગોરામે નૂર અહમદને રમાડવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અશ્વિન અને જડેજાની જગ્યાએ નૂરને રમાડવો યોગ્ય નહોતો.
આ વીડિયો બાદમાં હટાવી દેવામાં આવ્યો હતો, પણ આટલી વારમાં સોશિયલ મીડિયા પર આ વિષય ભારે ચર્ચામાં આવી ગયો.
કૌચ Stephen Fleming ની પ્રતિક્રિયા
જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે 25 રનથી મળેલી હાર બાદ કોચ સ્ટીફન ફ્લેમિંગને આ વિષય પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને તો આ વિશે કંઈ ખબર જ નથી. તેમણે અશ્વિનના યુટ્યુબ ચેનલની હાજરી વિશે પણ અગિયાનતા વ્યક્ત કરી અને આ બધાને “બેકારની વાતો” કહીને નકારી દીધું.
યૂટ્યુબ પર એલાન – હવે CSKના મેચ કવર નહીં થાય
6 એપ્રિલે અશ્વિનના યુટ્યુબ ચેનલ દ્વારા એક નોટ જાહેર કરવામાં આવી જેમાં લખાયું કે હવે CSKના કોઈ પણ મેચના પ્રિવ્યુ કે રીવ્યુ આ ચેનલ પર નહીં કરાય.
IPL 2025માં CSKનો હિસ્સો છે Ashwin
અશ્વિન હાલમાં CSKની ટીમનો હિસ્સો છે. આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેમને રૂ. 9.75 કરોડમાં ખરીદ્યા છે. એટલે કે જે ટીમ માટે તેઓ રમે છે, તેના વિરુદ્ધ પોતાની જ યુટ્યુબ ચેનલ પર ચર્ચા થવી વિવાદ ઊભો કરી શકે છે. કદાચ આ જ વિચારને ધ્યાનમાં રાખીને અશ્વિને આ નિર્ણય લીધો છે.
CRICKET
IPL 2025: ચેન્નઈની ટીકા બદલ BCCIની નજરમાં અશ્વિન, યુટ્યૂબ ચેનલનો યુ-ટર્ન
IPL 2025: ચેન્નઈની ટીકા બદલ BCCIની નજરમાં અશ્વિન, યુટ્યૂબ ચેનલનો યુ-ટર્ન.
આઈપીએલ 2025માં R Ashwin આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. હાલમાં CSKનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નથી. તાજેતરમાં અશ્વિનના યુટ્યૂબ ચેનલ પર પેનલિસ્ટોએ CSKની રણનીતિ અને ખેલાડીઓની ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ અને હવે આ VIDEOને અશ્વિનની યુટ્યૂબ ટીમે હટાવી દીધો છે.
હવે CSKના બાકીના મેચની કવરેજ નહી થાય
અશ્વિનના ચેનલ પર એક પેનલિસ્ટે IPL 2025 મેગા ઑક્શનમાં CSK દ્વારા નૂર અહમદને ખરીદવાનો વિરોધ કર્યો હતો, જ્યારે નૂર અહમદ હમણાં સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે – 11 વિકેટો સાથે. વિડીયો હટાવ્યા બાદ અશ્વિનના ચેનલના એડમિન તરફથી જાહેર કરાયેલા નોટમાં લખાયું:
“છેલ્લા અઠવાડિયે થયેલી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને અને તેમાં કેવી રીતે અર્થ કાઢવામાં આવી શકે તે જોતા, અમે આ સીઝનમાં બાકીના તમામ મેચોમાં CSKના મેચોની પૂર્વાવલોકન અને સમીક્ષાની કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો છે.”
પ્રેસ કોન્ફરન્સમાં કોચને પણ પૂછાયો પ્રશ્ન
અશ્વિનના ચેનલ પર થયેલી ટીકા અંગે જ્યારે કોચ સ્ટીફન ફ્લેમિંગને પ્રશ્ન પૂછાયો તો તેમણે કહ્યું, “મને ખબર નથી કે અશ્વિનનો કોઈ ચેનલ પણ છે. હું આવી બાબતો ફોલો કરતો નથી.”
CSK games will not be previewed or reviewed on R Ashwin's YouTube channel for the remainder of IPL 2025 following social-media uproar over some guests on the channel criticising some of the team's players ▶️ https://t.co/Rl7mlM92Sr pic.twitter.com/zVtTV3P5gy
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2025
સીઝન 18માં CSKની હાલત ખરાબ
IPL 2025ના આ 18માં સીઝનમાં CSKનો પ્રદર્શન ઘણી નબળું રહ્યું છે. રુતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ટીમે અત્યાર સુધી 4 મેચ રમ્યા છે જેમાંથી માત્ર 1 મેચમાં જ જીત મળી છે અને બાકીના 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ CSK પોઈન્ટ ટેબલમાં ખૂબ પાછળ છે.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન