CRICKET
IPL 2025: આ 3 અનકેપ્ડ ખેલાડીઓ છે RCBનું નિશાન, એક છે દુલીપ ટ્રોફીનો સ્ટાર
IPL 2025: આ 3 અનકેપ્ડ ખેલાડીઓ છે RCBનું નિશાન, એક છે દુલીપ ટ્રોફીનો સ્ટાર
આ વખતે IPL 2025 મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ત્રણ અનકેપ્ડ ખેલાડીઓને ટાર્ગેટ કરી શકે છે. જેમાંથી એક ખેલાડી પ્રથમ વખત IPL રમતા જોવા મળી શકે છે.
આ વખતે IPLની નવી સિઝન પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. મેગા ઓક્શનમાં નવા ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થઈ શકે છે. તમામ ફ્રેન્ચાઇઝીઓ આગામી સિઝન માટે પોતપોતાની ટીમમાં સારા યુવા ખેલાડીઓને સામેલ કરવા પર નજર રાખશે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ત્રણ અનકેપ્ડ ખેલાડીઓ પર નજર રાખવા જઈ રહ્યું છે. જોકે, આ ત્રણમાંથી બે ખેલાડીઓએ આઈપીએલમાં પોતાની છાપ છોડી છે. આવી સ્થિતિમાં આ વખતે RCB મેગા ઓક્શનમાં આ ખેલાડીઓને નિશાન બનાવતી જોવા મળી શકે છે.
1. Mushir Khan
ટીમ ઈન્ડિયાના સ્ટાર ડેશિંગ ખેલાડી સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાનના પ્રદર્શનમાં સતત સુધારો થઈ રહ્યો છે. મુશીરે દુલીપ ટ્રોફીની પોતાની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે, મુશીર આ મેચમાં બેવડી સદી ચૂકી ગયો હતો. અગાઉ, મુશીરે અંડર-19 વર્લ્ડ કપમાં ઘણી સદી ફટકારી હતી, તેથી હવે RCB મેગા ઓક્શનમાં મુશીરને નિશાન બનાવી શકે છે.
Musheer Khan is the next big thing in Indian cricket 🌟#DuleepTrophy #MusheerKhan pic.twitter.com/rnsqodkubT
— OneCricket (@OneCricketApp) September 9, 2024
2. Shashank Singh
શશાંક સિંહે પંજાબ કિંગ્સ તરફથી છેલ્લી IPL સિઝન રમી હતી. શશાંકે પંજાબ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2024 તેના માટે શાનદાર રહ્યું. ગત સિઝનમાં શશાંકે 14 મેચ રમી હતી, જેમાં તેણે બેટિંગ કરતા 354 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી બે અડધી સદી પણ ફટકારવામાં આવી હતી. જો પંજાબ મેગા ઓક્શન પહેલા શશાંકને રિલીઝ કરે છે તો RCB આ ખેલાડીને ખરીદી શકે છે.
Shashank Singh in few games in IPL 2024:
21*(8), 61*(29), 46*(25), 41(25), 68*(28) in 9 innings. 🫡 pic.twitter.com/MkhinRnyEC
— Johns. (@CricCrazyJohns) April 26, 2024
3. Nitish Kumar Reddy
નીતીશ કુમાર રેડ્ડી માટે IPL 2024 ખૂબ સારું રહ્યું. નીતીશ કુમાર રેડ્ડીએ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીતિશ કુમાર રેડ્ડીએ IPL 2024માં 15 મેચ રમી હતી, જેમાં તેણે બેટિંગ કરતા 303 રન બનાવ્યા હતા. આ સિવાય નીતિશે બોલિંગ દરમિયાન 3 વિકેટ પણ લીધી હતી. આરસીબીની નજર હવે આ ખેલાડી પર પણ હોઈ શકે છે.
CRICKET
CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?
CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?
આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શરુઆત બહુ મોટી રહી નથી. ટીમે અત્યાર સુધી રમેલા પાંચમાંથી ચાર મુકાબલામાં હારનો સામનો કર્યો છે. છેલ્લા મેચમાં ચેન્નઈને પંજાબ કિંગ્સ સામે હારવાનો વારો આવ્યો હતો.
અત્યાર સુધી ચેન્નઈના Opening બેટ્સમેન રચિન રવિન્દ્રે સારો સ્ટાર્ટ તો આપ્યો છે, પણ લાંબી ઇનિંગ રમી શક્યા નથી. બીજી તરફ ડેવોન કોનવે 49 બોલમાં 69 રન બનાવીને ફોર્મમાં દેખાયા હતા. શિવમ દુબેએ પણ 42 રન ફટકાર્યા અને ધોનીએ 12 બોલમાં 27 રન સાથે ફિનિશિંગનો જલવો બતાવ્યો હતો. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઈડર્સના બેટ્સમેનોએ મજબૂત પ્રદર્શન કર્યું છે, જોકે બાઉલર્સે કેટલીક મેચોમાં નિરાશ કર્યા છે.
Chepauk ની pitch કેવો વલણ દેખાડી શકે?
આ મુકાબલો ચેપોક (એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ), ચેન્નઈમાં રમાશે. આ પિચ પર પરંપરાગત રીતે સ્પિન બોલર્સને મદદ મળતી રહે છે. પરંતુ આ સીઝનમાં ચેપોકની પિચ પર બેટ્સમેનોએ વધારે રાજ કર્યો છે. દિલ્હી અને ચેન્નઈ વચ્ચેના મેચમાં દિલ્હીએ 183 રન બનાવ્યા હતા, જ્યારે આરસિબીએ 196 રન ઠોકી નાખ્યા હતા.
એવામાં, 2025ની આઈપીએલ સિઝનમાં ચેપોકના મેદાન પર ફટાકડાની બેટિંગ જોવા મળી છે. ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ થઈ છે.
આંકડા શું કહે છે?
ચેપોક સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 88 IPL મેચ રમાઈ છે, જેમાં 51 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે, જ્યારે 37 મેચમાં રનનો પીછો કરનાર ટીમે વિજય નોંધાવ્યો છે. એટલે કે, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય અહીં વધુ અસરકારક રહ્યો છે.
The hardest challenges require the strongest wills! 💪🏻#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/tVfrGMqirW
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
ચેપોકમાં પ્રથમ ઇનિંગ્સનો ઔસત સ્કોર 164 છે. આ મેદાન પર હાઇએસ્ટ સ્કોર ચેન્નઈ સુપર કિંગ્સે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે 246/5 બનાવ્યો હતો.
CRICKET
Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર
Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર.
ઇંગ્લેન્ડના નવા વ્હાઈટ બૉલ કપ્તાન Harry Brook પોતાની નવી જવાબદારીને મહત્વ આપતાં ફ્રેંચાઇઝી ક્રિકેટથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બ્રૂકે કહ્યું કે તેઓ હાલમાં પોતાની નવી ભૂમિકા સાથે જાતે જ ઊંડે જોડાઈ રહ્યાં છે અને તેથી ફ્રેંચાઇઝી લીગમાંથી અંતર લેવું યોગ્ય માન્યું.
IPLમાં નહીં રમવાનું બીજી વાર નક્કી કર્યું
“ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવું દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડીને સપનાની જેમ લાગે છે. ઘણા ખેલાડીઓ તો પોતાના દેશને બાજુએ રાખીને માત્ર પૈસાની લાલચમાં ભારતમાં IPL રમવા માટે આવી જાય છે. પરંતુ હેરી બ્રૂકે દેશ માટે રમતને પ્રથમ પ્રાથમિકતા આપી છે. તેમને IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સે ₹6.25 કરોડમાં ખરીદ્યા હતા, છતાં પણ તેઓએ સતત બીજા વર્ષે પણ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.”
ECB એ Harry Brook ને નવા વ્હાઈટ-બૉલ કપ્તાન તરીકે નિયુક્ત કર્યો
7 એપ્રિલ, 2025ના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ હેરી બ્રૂકને વનડે અને ટી20 ટીમનો નવો કપ્તાન ઘોષિત કર્યો. તેમણે જૉસ બટલરની જગ્યા લીધી છે, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડના જલદી બહાર થઈ જવાથી બાદમાં કપ્તાની છોડીને પછાતી લીધી હતી.
દેશ માટે રમવું જ મારી પ્રથમ પ્રાથમિકતા.
બ્રૂકે કહ્યું: “હું ઇંગ્લેન્ડ માટે રમવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. જો તેની માટે મને ફ્રેંચાઇઝી ક્રિકેટથી દૂર રહેવું પડે તો હું તૈયાર છું. દેશ માટે રમવું જ મારી પહેલી પસંદગી છે.”
IPLમાંથી નામ પાછું ખેંચતા બે વર્ષનો પ્રતિબંધ
BCCIએ બ્રૂક પર પગલાં લેતાં આખરી પળે નામ પાછું ખેંચવાને કારણે બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. નવા નિયમ મુજબ, હવે બ્રૂક આગામી બે વર્ષે IPLની હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
ટીમ મૅનેજમેન્ટ અને આગલી પરીક્ષાઓ
- બ્રૂકનું કહેવું છે કે તેઓ હજુ પણ ફ્રેંચાઇઝી ક્રિકેટને પૂરી રીતે છોડ્યું નથી.
- પણ હાલ તેઓ RCB કે બીજી કોઈ લીગમાં નહીં રમે.
- T20 વર્લ્ડ કપ 2026, જે ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાની હેઠળ યોજાવાનો છે, એમાં બ્રૂકની આગલી મોટિ કસોટી રહેશે.
- તેઓ અગાઉ U-19 વર્લ્ડ કપ 2018માં પણ ઇંગ્લેન્ડના કપ્તાન રહી ચૂક્યા છે.
એશિઝ માટે ખાસ ફોકસ
હેરી બ્રૂક હાલમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પણ મહત્વપૂર્ણ હિસ્સો અને ઉપકપ્તાન છે. તેઓનું કહેવું છે કે: “મારે લાગે છે કે એશિઝ જીતવી, T20 વર્લ્ડ કપ જીતવાને કરતા વધુ મહત્વપૂર્ણ છે. એશિઝ મારા માટે હજી પણ ક્રિકેટનું શિખર છે.”
Harry Brook ના આંકડા (જણ્યુઆરી 2022 પછીથી):
- ODI: 26 મેચ, સરેરાશ 34, કુલ 816 રન (શ્રેષ્ઠ: 110)
- T20I: 44 મેચ, શ્રેષ્ઠ સ્કોર 81
- 2022 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય
- 2024માં ઓસ્ટ્રેલિયા સામે ODI સીરીઝ દરમિયાન કપ્તાની કરી હતી
CRICKET
IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!
IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!
Virat Kohli IPL 2025માં શાનદાર ફોર્મમાં છે. તે અત્યાર સુધીમાં બે અર્ધશતક ફટકારી ચૂક્યા છે અને આગામી મેચોમાં પણ તેઓ એવી જ રમત બતાવવાની ઈચ્છા રાખે છે.
મેચ વિગત:
10 એપ્રિલ, 2025ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે, જે RCBનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં વિરાટ કોહલી પાસે એક વિશેષ રેકોર્ડ બનાવવાનો મોકો હશે. જો તેઓ આજના મુકાબલામાં અર્ધશતક (50 રન) ફટકારશે તો તેઓ આવું કરનાર પહેલા ભારતીય બની જશે.
T20 ક્રિકેટમાં Virat Kohli માટે વિશાળ રેકોર્ડની તલાશ
જો કોહલી આજે અર્ધશતક ફટકારશે તો તેઓ ટી20 ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. હાલ તેઓ સૌથી વધુ અર્ધશતક લગાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે છે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર, જેમણે 108 અર્ધશતક ફટકાર્યા છે.
IPL 2025માં Virat Kohli નું પ્રદર્શન
- સિઝનની શરૂઆતમાં KKR સામેcentury ફટકારી હતી.
- છેલ્લો મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 67 રન (42 બોલ) ફટકારી, અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો.
It is again Virat Kohli batting tonight & I won't lie, whenever Virat does well in IPL nowadays it makes me sad & angry because of the fact that we can't watch him play T20Is for India anymore.
Even today he is India's biggest match winner in ODIs/T20s💔pic.twitter.com/UJI6VFb0qR
— Rajiv (@Rajiv1841) April 10, 2025
દિલ્હી સામે Virat Kohli નો આંકડો
- અત્યાર સુધીમાં DC સામે 29 મેચમાં 28 ઇનિંગ રમ્યા.
- સરેરાશ 50.33 સાથે 1057 રન બનાવ્યા છે.
- 10 અર્ધશતક ફટકારી ચૂક્યા છે.
- એકવાર 99 રન પર આઉટ થઈને સદી ચૂક્યા હતા.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ