Connect with us

CRICKET

Sanju Samson: સંજુ સેમસને દુલીપ ટ્રોફીમાં તબાહી મચાવી, આક્રમક બોલરોનો તાવ ઉતાર્યો, પ્રથમ સદી ફટકારી

Published

on

Sanju Samson: સંજુ સેમસને દુલીપ ટ્રોફીમાં તબાહી મચાવી, આક્રમક બોલરોનો તાવ ઉતાર્યો, પ્રથમ સદી ફટકારી

Sanju Samson એ ઇન્ડિયા બીના બોલરોને પછાડ્યા હતા અને સફેદ બોલથી તેનું વિનાશક સ્વરૂપ આ લાલ બોલના ફોર્મેટમાં જોવા મળ્યું છે. ભરતોયા વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા દુલીપ ટ્રોફી 2024ના ત્રીજા રાઉન્ડમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયા બી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહેલી મેચમાં સંજુએ ઈન્ડિયા ડી તરફથી રમતા શાનદાર સદી ફટકારી છે. દુલીપ ટ્રોફીમાં સંજુની આ પ્રથમ સદી છે.

સંજુએ ઇન્ડિયા બીના બોલરોને પછાડ્યા હતા અને સફેદ બોલથી તેનું વિનાશક સ્વરૂપ આ લાલ બોલના ફોર્મેટમાં જોવા મળ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ODI શૈલીમાં બેટિંગ કરતા સંજુએ માત્ર 101 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. તેની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ઈન્ડિયા ડી 349 રન બનાવવામાં સફળ રહી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા ડીની શરૂઆત સારી રહી હતી.

પરંતુ બાદમાં તેનો દાવ ખોરવાઈ ગયો. ઓપનર બેટ્સમેન દેવદત્ત પદ્દિકલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને 95 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. આ સિવાય શ્રીકર ભરતે 105 બોલમાં 52 રનની જોરદાર ઇનિંગ રમી હતી જ્યારે રિકી ભુઇએ 87 બોલમાં 8 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા.

કેપ્ટન Shreyas Iyer શૂન્ય પર આઉટ થયો હતો.

જ્યારે નિશાંત સિંધુએ 19 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઈન્ડિયા ડીનો અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઈન્ડિયા B તરફથી નવદીપ સૈનીએ પાંચ, સ્પિનર ​​રાહુલ ચહરે ત્રણ અને મુકેશ કુમારે એક વિકેટ ઝડપી હતી.

CRICKET

CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?

Published

on

pitch12

CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?

આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શરુઆત બહુ મોટી રહી નથી. ટીમે અત્યાર સુધી રમેલા પાંચમાંથી ચાર મુકાબલામાં હારનો સામનો કર્યો છે. છેલ્લા મેચમાં ચેન્નઈને પંજાબ કિંગ્સ સામે હારવાનો વારો આવ્યો હતો.

CSK vs KKR Live Streaming Free and Live Telecast- IPL 2025, Match 25

અત્યાર સુધી ચેન્નઈના Opening બેટ્સમેન રચિન રવિન્દ્રે સારો સ્ટાર્ટ તો આપ્યો છે, પણ લાંબી ઇનિંગ રમી શક્યા નથી. બીજી તરફ ડેવોન કોનવે 49 બોલમાં 69 રન બનાવીને ફોર્મમાં દેખાયા હતા. શિવમ દુબેએ પણ 42 રન ફટકાર્યા અને ધોનીએ 12 બોલમાં 27 રન સાથે ફિનિશિંગનો જલવો બતાવ્યો હતો. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઈડર્સના બેટ્સમેનોએ મજબૂત પ્રદર્શન કર્યું છે, જોકે બાઉલર્સે કેટલીક મેચોમાં નિરાશ કર્યા છે.

Chepauk ની pitch કેવો વલણ દેખાડી શકે?

આ મુકાબલો ચેપોક (એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ), ચેન્નઈમાં રમાશે. આ પિચ પર પરંપરાગત રીતે સ્પિન બોલર્સને મદદ મળતી રહે છે. પરંતુ આ સીઝનમાં ચેપોકની પિચ પર બેટ્સમેનોએ વધારે રાજ કર્યો છે. દિલ્હી અને ચેન્નઈ વચ્ચેના મેચમાં દિલ્હીએ 183 રન બનાવ્યા હતા, જ્યારે આરસિબીએ 196 રન ઠોકી નાખ્યા હતા.

MA Chidambaram Stadium - Cricket Ground in Chennai, India

એવામાં, 2025ની આઈપીએલ સિઝનમાં ચેપોકના મેદાન પર ફટાકડાની બેટિંગ જોવા મળી છે. ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ થઈ છે.

આંકડા શું કહે છે?

ચેપોક સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 88 IPL મેચ રમાઈ છે, જેમાં 51 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે, જ્યારે 37 મેચમાં રનનો પીછો કરનાર ટીમે વિજય નોંધાવ્યો છે. એટલે કે, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય અહીં વધુ અસરકારક રહ્યો છે.

ચેપોકમાં પ્રથમ ઇનિંગ્સનો ઔસત સ્કોર 164 છે. આ મેદાન પર હાઇએસ્ટ સ્કોર ચેન્નઈ સુપર કિંગ્સે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે 246/5 બનાવ્યો હતો.

 

Continue Reading

CRICKET

Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર

Published

on

book88

Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર.

ઇંગ્લેન્ડના નવા વ્હાઈટ બૉલ કપ્તાન Harry Brook પોતાની નવી જવાબદારીને મહત્વ આપતાં ફ્રેંચાઇઝી ક્રિકેટથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બ્રૂકે કહ્યું કે તેઓ હાલમાં પોતાની નવી ભૂમિકા સાથે જાતે જ ઊંડે જોડાઈ રહ્યાં છે અને તેથી ફ્રેંચાઇઝી લીગમાંથી અંતર લેવું યોગ્ય માન્યું.

Harry Brook named England's white-ball captain | Cricbuzz.com

IPLમાં નહીં રમવાનું બીજી વાર નક્કી કર્યું

“ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવું દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડીને સપનાની જેમ લાગે છે. ઘણા ખેલાડીઓ તો પોતાના દેશને બાજુએ રાખીને માત્ર પૈસાની લાલચમાં ભારતમાં IPL રમવા માટે આવી જાય છે. પરંતુ હેરી બ્રૂકે દેશ માટે રમતને પ્રથમ પ્રાથમિકતા આપી છે. તેમને IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સે ₹6.25 કરોડમાં ખરીદ્યા હતા, છતાં પણ તેઓએ સતત બીજા વર્ષે પણ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.”

ECB એ Harry Brook ને નવા વ્હાઈટ-બૉલ કપ્તાન તરીકે નિયુક્ત કર્યો

7 એપ્રિલ, 2025ના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ હેરી બ્રૂકને વનડે અને ટી20 ટીમનો નવો કપ્તાન ઘોષિત કર્યો. તેમણે જૉસ બટલરની જગ્યા લીધી છે, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડના જલદી બહાર થઈ જવાથી બાદમાં કપ્તાની છોડીને પછાતી લીધી હતી.

Harry Brook Completes 3,000 Runs In International Cricket

દેશ માટે રમવું જ મારી પ્રથમ પ્રાથમિકતા.

બ્રૂકે કહ્યું: “હું ઇંગ્લેન્ડ માટે રમવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. જો તેની માટે મને ફ્રેંચાઇઝી ક્રિકેટથી દૂર રહેવું પડે તો હું તૈયાર છું. દેશ માટે રમવું જ મારી પહેલી પસંદગી છે.”

IPLમાંથી નામ પાછું ખેંચતા બે વર્ષનો પ્રતિબંધ

BCCIએ બ્રૂક પર પગલાં લેતાં આખરી પળે નામ પાછું ખેંચવાને કારણે બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. નવા નિયમ મુજબ, હવે બ્રૂક આગામી બે વર્ષે IPLની હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.

England captain Harry Brook to skip franchise leagues for 'near future' - BBC Sport

ટીમ મૅનેજમેન્ટ અને આગલી પરીક્ષાઓ

  • બ્રૂકનું કહેવું છે કે તેઓ હજુ પણ ફ્રેંચાઇઝી ક્રિકેટને પૂરી રીતે છોડ્યું નથી.
  • પણ હાલ તેઓ RCB કે બીજી કોઈ લીગમાં નહીં રમે.
  • T20 વર્લ્ડ કપ 2026, જે ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાની હેઠળ યોજાવાનો છે, એમાં બ્રૂકની આગલી મોટિ કસોટી રહેશે.
  • તેઓ અગાઉ U-19 વર્લ્ડ કપ 2018માં પણ ઇંગ્લેન્ડના કપ્તાન રહી ચૂક્યા છે.

એશિઝ માટે ખાસ ફોકસ

હેરી બ્રૂક હાલમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પણ મહત્વપૂર્ણ હિસ્સો અને ઉપકપ્તાન છે. તેઓનું કહેવું છે કે: “મારે લાગે છે કે એશિઝ જીતવી, T20 વર્લ્ડ કપ જીતવાને કરતા વધુ મહત્વપૂર્ણ છે. એશિઝ મારા માટે હજી પણ ક્રિકેટનું શિખર છે.”

IPL 2023 auction: Who is Harry Brook? Meet the new millionaire

Harry Brook ના આંકડા (જણ્યુઆરી 2022 પછીથી):

  • ODI: 26 મેચ, સરેરાશ 34, કુલ 816 રન (શ્રેષ્ઠ: 110)
  • T20I: 44 મેચ, શ્રેષ્ઠ સ્કોર 81
  • 2022 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય
  • 2024માં ઓસ્ટ્રેલિયા સામે ODI સીરીઝ દરમિયાન કપ્તાની કરી હતી

 

 

Continue Reading

CRICKET

IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!

Published

on

IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!

Virat Kohli IPL 2025માં શાનદાર ફોર્મમાં છે. તે અત્યાર સુધીમાં બે અર્ધશતક ફટકારી ચૂક્યા છે અને આગામી મેચોમાં પણ તેઓ એવી જ રમત બતાવવાની ઈચ્છા રાખે છે.

virat kohli

મેચ વિગત:

10 એપ્રિલ, 2025ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે, જે RCBનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં વિરાટ કોહલી પાસે એક વિશેષ રેકોર્ડ બનાવવાનો મોકો હશે. જો તેઓ આજના મુકાબલામાં અર્ધશતક (50 રન) ફટકારશે તો તેઓ આવું કરનાર પહેલા ભારતીય બની જશે.

virat kohli

T20 ક્રિકેટમાં Virat Kohli માટે વિશાળ રેકોર્ડની તલાશ

જો કોહલી આજે અર્ધશતક ફટકારશે તો તેઓ ટી20 ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. હાલ તેઓ સૌથી વધુ અર્ધશતક લગાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે છે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર, જેમણે 108 અર્ધશતક ફટકાર્યા છે.

IPL 2025માં Virat Kohli નું પ્રદર્શન

  • સિઝનની શરૂઆતમાં KKR સામેcentury ફટકારી હતી.
  • છેલ્લો મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 67 રન (42 બોલ) ફટકારી, અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો.

દિલ્હી સામે Virat Kohli નો આંકડો

  • અત્યાર સુધીમાં DC સામે 29 મેચમાં 28 ઇનિંગ રમ્યા.
  • સરેરાશ 50.33 સાથે 1057 રન બનાવ્યા છે.
  • 10 અર્ધશતક ફટકારી ચૂક્યા છે.
  • એકવાર 99 રન પર આઉટ થઈને સદી ચૂક્યા હતા.

 

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper