CRICKET
KL Rahul: રાહુલે લીધો જોરદાર કેચ,રોહિતની યોજના કામ કરી
KL Rahul: રાહુલે લીધો જોરદાર કેચ,રોહિતની યોજના કામ કરી બાંગ્લાદેશી ખેલાડી જોતો જ રહ્યો
કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે KL Rahul પ્રથમ દાવના સદી કરનાર મોમિનુલ હકનો જોરદાર કેચ લઈને ટીમને ચોથી સફળતા અપાવી હતી. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે નાટક ચાલુ છે. મેચના અંતિમ દિવસે ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી હતી, જ્યાં તેણે બાંગ્લાદેશના બેટ્સમેન મોમિનુલ હકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ દાવનો સદી કરનાર મોમિનુલ કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો જેના કારણે તેનો દાવ માત્ર બે રનમાં સમેટાઈ ગયો હતો. રાહુલે અહીં લેગ-સ્લિપમાં જોરદાર કેચ લીધો હતો. તેના કેચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Sharp catch from KL Rahul.
– Captain Rohit Sharma's plan works!pic.twitter.com/mL7yGz2VVd
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
બાંગ્લાદેશની ટીમે પાંચમા દિવસે 26/2ના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. આ સમયે શાદમાન ઈસ્માન અને મોમિનુલ હક ક્રિઝ પર હતા. પાંચમા દિવસે અશ્વિને ભારત માટે બોલિંગ આક્રમણની શરૂઆત કરી હતી. અનુભવી ઓફ-સ્પિનરે અહીં તેની પ્રથમ વિકેટ લેવા માટે માત્ર નવ બોલ લીધા હતા.
બાંગ્લાદેશની બીજી ઈનિંગની 14મી ઓવરના ત્રીજા બોલ પર મોમિનુલ હકે સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલને યોગ્ય રીતે જોડી શક્યો નહીં અને રાહુલના હાથે કેચ થઈ ગયો. અહીં અશ્વિને બીજી સ્લિપને લેગ સ્લિપમાં ખસેડીને પોતાનું ફિલ્ડ પ્લેસમેન્ટ એડજસ્ટ કર્યું. મોમિમુલના આઉટ થયા બાદ બાંગ્લાદેશનો સ્કોર 36/3 થઈ ગયો હતો.
KL Rahul કેપ્ટનનો ગેમપ્લાન જણાવ્યો
પાંચમા દિવસની રમતની શરૂઆત પહેલા KL Rahul કેપ્ટન રોહિત શર્માના ગેમ પ્લાન વિશે વાત કરી. તેણે કહ્યું કે ચોથા દિવસે થોડી વિકેટ ગુમાવી હોવા છતાં ટીમે આઉટ થવાની ચિંતા કર્યા વિના મુક્ત રીતે રમવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે કહ્યું, ‘સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. મોટાભાગની રમત હવામાનને કારણે બરબાદ થઈ ગઈ હતી, પરંતુ અમે જોવા માગતા હતા કે બાકી રહેલા સમય સાથે અમે શું કરી શકીએ. અમે કેટલીક વિકેટો ગુમાવી હતી પરંતુ રોહિતના મેસેજને કારણે અમને કોઈ ફરક પડ્યો ન હતો.
KL Rahul said "The message was clear from Rohit, doesn't matter if you get out – we wanted to see what we could do in the time that was left". [JioCinema] pic.twitter.com/nPCm9UDrA2
— Johns. (@CricCrazyJohns) October 1, 2024
KL Rahul 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
જણાવી દઈએ કે બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવીને પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 51 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય રાહુલે 43 બોલમાં 68 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશના સ્પિનર મેહદી હસન મિરાજે રાહુલને સ્ટમ્પ કરીને તેની ઇનિંગ્સનો અંત કર્યો હતો.
CRICKET
Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ
Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ.
ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં પાકિસ્તાનના બેટ્સમેન અને બોલર બંને નિષ્ફળ રહ્યા. પરિણામે, ટીમે 0-3થી સીરિઝ ગુમાવી અને ક્લીન સ્વીપની શર્મનાક હાર સહન કરવી પડી.
ત્રીજા વનડેમાં પાકિસ્તાનને 43 રને હારનો સામનો કરવો પડ્યો. પહેલા વનડેમાં 73 રન અને બીજા વનડેમાં 84 રને પાકિસ્તાને હાર ઝીલવી પડી. આખી સીરિઝ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓનો દેખાવ ઘણો નબળો રહ્યો.
Michael Bracewell ની અડધી સદી
ત્રીજા વનડેમાં વરસાદના કારણે આઉટફિલ્ડ ભેજવાળી હતી, જેના કારણે મેચ 42-42 ઓવર્સની રાખવામાં આવી. પાકિસ્તાનના કપ્તાન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તે માટે હાનિકારક સાબિત થયો.
ન્યુઝીલેન્ડ તરફથી રાઇઝ મારિયૂએ 58 રન અને કપ્તાન Michael Bracewell 59 રનની સારી ઇનિંગ્સ રમી. ડેરિલ મિચેલે પણ 43 રન બનાવ્યા. આ બધા યોગદાનથી ન્યુઝીલેન્ડને લાયકાતભર્યો સ્કોર મળ્યો.
પાકિસ્તાન તરફથી Aaqib Javed નો 4 વિકેટોનો પર્ફોર્મન્સ
પાકિસ્તાન માટે આકિફ જાવેદે 8 ઓવરમાં 62 રન આપી 4 વિકેટ ઝડપી. નસીમ શાહે 2 વિકેટ લીધા જ્યારે ફહીમ અશરફ અને સુફિયાન મુકીમે 1-1 વિકેટ ઝડપી.
પાકિસ્તાની બેટ્સમેન નિષ્ફળ
બાબર આઝમ સિવાય કોઈ પણ બેટ્સમેન સારી ઈનિંગ્સ રમી શક્યો નહીં. ઈમામ ઉલ હક શરૂઆતમાં રિટાયર્ડ હર્ટ થયા પછી ઉમરાન ખાન કનકશન રિપ્લેસમેન્ટ તરીકે રમ્યા, પણ તે પણ નિષ્ફળ રહ્યા. બાબર આઝમે 50 રન બનાવ્યા. અબ્દુલ્લા શફીકે 33 અને રિઝવાને 37 રન બનાવ્યા, પણ આ ખેલાડીઓ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યા નહીં.
Ben Sears 5 વિકેટ સાથે મચાવી ધમાલ
ન્યુઝીલેન્ડના બોલર બેન સિયર્સે 9 ઓવરમાં માત્ર 34 રન આપીને 5 વિકેટ ઝડપી. તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યા.
CRICKET
retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ
retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ.
Tilak Verma શુક્રવારે રમાયેલા મેચ દરમિયાન રિટાયર્ડ આઉટ થયા અને મેદાન પરથી બહાર ચાલ્યા ગયા. મુંબઈ ઇન્ડિયન્સના આ અચાનક નિર્ણયથી ફક્ત ફેન્સ નહીં પરંતુ ટીમના ખેલાડી Suryakumar Yadav પણ ચોંકી ગયા.
તિલક વર્મા IPL ઇતિહાસમાં ચોથા એવા બેટ્સમેન બન્યા છે જેમણે રિટાયર્ડ આઉટ થવાનો વિકલ્પ પસંદ કર્યો. IPL 2025ના 16મા મુકાબલા દરમિયાન જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો સામે તિલક મોટી હિટ્સ લગાવી શકતા નહોતા, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેમને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લીધો. 19મા ઓવર દરમિયાન મિચેલ સેંટનરને તિલકની જગ્યાએ ક્રીઝ પર મોકલવામાં આવ્યા. આ નિર્ણયથી માત્ર ફેન્સ જ નહીં પણ ટીમના સુનિર્ધારિત ખેલાડી સુર્યકુમાર યાદવ પણ અચંબામાં પડી ગયા.
મેચની સ્થિતિ એવી હતી..
204 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈના બંને ઓપનર્સ – વિલ જેક્સ અને રાયન રિકલ્ટન – માત્ર 17 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ સુર્યકુમાર યાદવ અને નમન ધીરે 69 રનની ભાગીદારી કરી. નમન ધીરે 24 બોલમાં 46 રન બનાવીને આઉટ થયા.
પછી તિલક વર્મા ક્રીઝ પર આવ્યા અને સુર્યકુમાર સાથે મળીને 66 રન ઉમેર્યા, પણ તેમની બેટિંગમાંથી મોટી હિટ્સનો અભાવ રહ્યો. જ્યારે મુંબઈને 24 બોલમાં 52 રનની જરૂર હતી ત્યારે એવું લાગતું હતું કે મેચ મુંબઇની ઝોલીમાં જશે. પણ 17મા ઓવરની પહેલી જ બોલ પર સૂર્યકુમાર આઉટ થતાં દબાણ વધી ગયું.
હાર્દિક પંડ્યા પછીના બેટ્સમેન હતા, પણ તિલક વર્મા તો ક્રીઝ પર સેટ હતા અને એમ હતો કે હવે તિલક મોટી હિટ્સ આવશે… પણ તેઓ એવી બોલર પાસે શોટ ન ખેચી શક્યા અને 19મા ઓવરની પાંચમી બોલે તેમને રિટાયર્ડ આઉટ કરાયા.
Jayawardene નો નિર્ણય અને Suryakumar નું રિએક્શન
તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવાનું નિર્ણય મુંબઈના કોચ મહેલા જયવર્ધને નો હતો. તેમણે મેચ પછી ખુલાસો કર્યો કે તિલક બેટિંગમાં જૂઝી રહ્યો હતો. વાયરલ વિડીયો પ્રમાણે જયવર્ધને સુર્યકુમારને આવીને આ વિશે જણાવે છે ત્યારે સૂર્યકુમાર ચોંકી જાય છે, અને પછી માથું નીચે નમાવી દે છે.
જયવર્ધનેએ કહ્યું: “તિલક રન બનાવવા માંગતો હતો, પણ તે શક્ય થયું નહીં. અમે છેલ્લાં થોડાં ઓવર્સ સુધી રાહ જોઈ. તે કાફી સમયથી ક્રીઝ પર હતો, એટલે એને મોટી હિટ્સ આવવી જોઈતી હતી. પણ એવું ના થયું એટલે અમે વિચાર્યું કે હવે નવા બેટ્સમેન આવે તો સારી તક બની શકે.”
CRICKET
Ben Sears: નવું નામ, જૂની ફટકાર! પાકિસ્તાને ફરી ખાધી હારની હવા
Ben Sears: નવું નામ, જૂની ફટકાર! પાકિસ્તાને ફરી ખાધી હારની હવા
ન્યૂઝીલેન્ડે ફરી એકવાર પોતાનું દબદબું દર્શાવતાં પાકિસ્તાનને ત્રીજા વનડેમાં 43 રનથી હરાવ્યું. આ જીતમાં ઝડપી બોલર Ben Sears ની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી, જેમણે પાંચ વિકેટ લઈને ઈતિહાસ સર્જ્યો.
ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ મેચોની વનડે સિરીઝમાં પાકિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યો અને ત્રીજા મેચમાં 43 રનથી જીત મેળવી. પાકિસ્તાનને હરાવવામાં ન્યૂઝીલેન્ડના પેસર બેન સીઅર્સનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો. તેમણે સતત શ્રેષ્ઠ દેખાવ કરતાં પાંચ વિકેટ ઝડપ્યા અને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો.
🚨 HISTORY BY BEN SEARS 🚨
– Ben Sears becomes the first New Zealand bowler to take back to back five-wicket haul in ODI history 🤯
Ben Sears, Jameson, Matt Henry, Will O'Rourke is an exciting crop of Kiwi fast bowlers for the future. pic.twitter.com/kUYzFU7dAn
— Johns. (@CricCrazyJohns) April 5, 2025
પાકિસ્તાનના 265 રનના લક્ષ્યાંકના જવાબમાં મહેમાન ટીમ માત્ર 221 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. પોતાના આ શાનદાર પ્રદર્શનના કારણે સીઅર્સે ઇતિહાસ સર્જ્યો છે. તેઓ એકદિવસીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સતત બે મેચમાં 5-5 વિકેટ લેનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયા છે.
આ દિગ્ગજોની યાદીમાં જોડાયા Ben Sears
‘ઈએસપીએન ક્રિકઇન્ફો’ અનુસાર, સીઅર્સ સતત બે વનડે મેચમાં 5-5 વિકેટ લેવા બદલ હવે વકાર યુનિસ, જીજે ગિલમર, આકિબ જાવેદ, સકલાઇન મુસ્તાક, અઝહર મહમૂદ, રાયન હેરિસ, ડેનિયલ વિટોરી, મિચેલ સ્ટાર્ક, મુસ્તફિઝુર રહેમાન, શાહીન આફરીદી અને નસીમ શાહ જેવી દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
સીઅર્સે પ્રથમ વિકેટ તરીકે અબ્દુલ્લા શફીકને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને શરૂઆતમાં જ સફળતા અપાવી હતી. ત્યારબાદ તેમણે સલમાન આગા, નસીમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર અને સૂફિયાન મુકીમને આઉટ કરીને પોતાના પાંચ વિકેટ પૂરાં કર્યા.
લિસ્ટ-એમાં Ben Sears ના 50 વિકેટ પૂર્ણ
બેન સીઅર્સ પોતાનું ચોથું વનડે મેચ રમતા હતા અને અત્યાર સુધીમાં તેમણે 10 વનડે વિકેટ ઝડપી છે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાયેલી ટ્રાય-સીરીઝમાં તેમને બે મેચમાં એક પણ વિકેટ ન મળી હતી. હવે લિસ્ટ A ફોર્મેટમાં તેમના નામે કુલ 37 મેચમાં 50 વિકેટ નોંધાઈ ગઈ છે.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા