CRICKET
IND vs PAK: ‘ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ…પાકિસ્તાની કેપ્ટનનું સનસનીખેજ નિવેદન સામે આવ્યું
IND vs PAK: ‘ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ…પાકિસ્તાની કેપ્ટનનું સનસનીખેજ નિવેદન સામે આવ્યું.
Emerging Asia Cup 2024 પહેલા પાકિસ્તાની કેપ્ટને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે અમારા ડ્રેસિંગ રૂમમાં ભારતીય ટીમ વિશે વાત કરવાની મનાઈ છે.
Emerging Asia Cup 2024 આ વખતે ઓમાનમાં આયોજિત થવા જઈ રહ્યો છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત ઘણા એશિયન દેશો ભાગ લેશે. ભારત A સિવાય પાકિસ્તાને પણ ટીમની જાહેરાત કરી છે. મોહમ્મદ હરિસ આ સ્પર્ધામાં પાકિસ્તાન Aની કમાન સંભાળશે. પરંતુ તેણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એક નિવેદન આપ્યું છે, જે હાલમાં ચર્ચામાં છે.
Mohammad Haris આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાની કેપ્ટન Mohammad Haris ટૂર્નામેન્ટ પહેલા એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે ઇમર્જિંગ એશિયા કપ 2024 માટે તેની ટીમના ડ્રેસિંગ રૂમમાં ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે હરિસ કહે છે કે મારા ડ્રેસિંગ રૂમમાં આ પહેલીવાર હશે જ્યારે ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ હશે. તેણે સ્વીકાર્યું કે જ્યારે અમારા ડ્રેસિંગ રૂમમાં ભારતની વાત થાય છે ત્યારે તેના ખેલાડીઓ વધુ પડતા દબાણ અનુભવે છે.
Humare Dressing Room Mein India Par Baat Karne Pe Pabandi Hai;
Captain Pakistan Emerging Team Muhammad Haris. pic.twitter.com/rrD3HIlyTI
— Shahzaib Ali 🇵🇰 (@DSBcricket) October 15, 2024
તેણે વધુમાં કહ્યું કે, આપણે માત્ર ભારત વિશે જ વિચારવાનું નથી, હું પાકિસ્તાનની સિનિયર ટીમમાં રહ્યો છું. છેલ્લો વર્લ્ડ કપ પણ રમ્યો હતો. આનાથી એટલું દબાણ ઊભું થાય છે કે તમે માનસિક રીતે માત્ર ભારત વિશે જ વિચારો છો. અમારે અન્ય ટીમોનો પણ સામનો કરવો પડશે. તેથી હાલ ડ્રેસિંગ રૂમમાં ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ છે.
Tilak Verma ભારતની કમાન સંભાળશે
Tilak Verma ઇમર્જિંગ એશિયા કપમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. તેના સિવાય અભિષેક શર્મા અને પ્રભસીરન સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, છેલ્લી વખત યશ ધુલે ઇમર્જિંગ એશિયા કપમાં ભારતની કમાન સંભાળી હતી. જોકે, પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું.
Emerging Asia Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમ
તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા (વાઈસ-કેપ્ટન), પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, રસિક સલામ, અનુજ રાવત, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, રિતિક શૌકીન, સાઈ કિશોર, રાહુલ ચહર અને આકિબ ખાન.
CRICKET
IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!
IPL 2025: DC સામે વિરાટ કોહલી પૂરું કરી શકે છે T20માં શતકોનો શતક!
Virat Kohli IPL 2025માં શાનદાર ફોર્મમાં છે. તે અત્યાર સુધીમાં બે અર્ધશતક ફટકારી ચૂક્યા છે અને આગામી મેચોમાં પણ તેઓ એવી જ રમત બતાવવાની ઈચ્છા રાખે છે.
મેચ વિગત:
10 એપ્રિલ, 2025ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે, જે RCBનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં વિરાટ કોહલી પાસે એક વિશેષ રેકોર્ડ બનાવવાનો મોકો હશે. જો તેઓ આજના મુકાબલામાં અર્ધશતક (50 રન) ફટકારશે તો તેઓ આવું કરનાર પહેલા ભારતીય બની જશે.
T20 ક્રિકેટમાં Virat Kohli માટે વિશાળ રેકોર્ડની તલાશ
જો કોહલી આજે અર્ધશતક ફટકારશે તો તેઓ ટી20 ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. હાલ તેઓ સૌથી વધુ અર્ધશતક લગાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે છે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર, જેમણે 108 અર્ધશતક ફટકાર્યા છે.
IPL 2025માં Virat Kohli નું પ્રદર્શન
- સિઝનની શરૂઆતમાં KKR સામેcentury ફટકારી હતી.
- છેલ્લો મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 67 રન (42 બોલ) ફટકારી, અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો.
It is again Virat Kohli batting tonight & I won't lie, whenever Virat does well in IPL nowadays it makes me sad & angry because of the fact that we can't watch him play T20Is for India anymore.
Even today he is India's biggest match winner in ODIs/T20s💔pic.twitter.com/UJI6VFb0qR
— Rajiv (@Rajiv1841) April 10, 2025
દિલ્હી સામે Virat Kohli નો આંકડો
- અત્યાર સુધીમાં DC સામે 29 મેચમાં 28 ઇનિંગ રમ્યા.
- સરેરાશ 50.33 સાથે 1057 રન બનાવ્યા છે.
- 10 અર્ધશતક ફટકારી ચૂક્યા છે.
- એકવાર 99 રન પર આઉટ થઈને સદી ચૂક્યા હતા.
CRICKET
CSK vs KKR ડ્રીમ11 ટીમ: સુનીલ નરેન કેપ્ટન? જાણો આજની મોસ્ટ પાવરફુલ ટીમ.
CSK vs KKR ડ્રીમ11 ટીમ: સુનીલ નરેન કેપ્ટન? જાણો આજની મોસ્ટ પાવરફુલ ટીમ.
આજના મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે ચેપોક મેદાન પર થશે. CSK હાલનાં સીઝનમાં સંઘર્ષ કરી રહી છે, જ્યારે KKR પણ છેલ્લો મેચ હારીને આવી રહી છે. આવો જાણીએ કે ડ્રીમ 11 માટે કયા ખેલાડી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
વિકેટકીપર:
- ક્વિંટન ડિકોક – ઓપનિંગ કરે છે અને એકલો ખેલે તો પણ તમને ઘણા પોઈન્ટ અપાવશે.
બેટ્સમેન:
- અંગકૃષ રઘુવંશી – મિડલ ઓવર્સમાં ફટાક્યા સાથે રમત કરવાનો મક્કમ ખેલાડી.
- ડેવિન કોનવે – છેલ્લો મેચ 69 રન મારીને ફોર્મમાં દેખાયો.
- રુતુરાજ ગાયકવાડ – ચેપોકમાં મોટો ઇનિંગ રમવાનો દમ ધરાવે છે, ગ્રૅન્ડ લીગ માટે કેપ્ટન બનાવી શકો છો.
ઓલરાઉન્ડર:
- આન્દ્રે રસેલ
- સુનીલ નરેન (કૅપ્ટન) – ઓપનિંગ પણ કરે અને 4 ઓવરની બોલિંગ પણ આપે છે.
- શિવમ દુબે – નંબર 4 પર બેટિંગ કરે છે અને હમેશા તોફાની ઢંઢેરો પાડે છે.
- રચિન રવિન્દ્ર (ઉપકૅપ્ટન) – બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે.
બોલર:
- વરુણ ચક્રવર્તી – ચેપોકના પિચ માટે પરફેક્ટ સ્પિન વિકલ્પ.
- મથીષા પથિરાના – ડેથ ઓવર્સમાં વિકેટ લેવા માટે જાણીતો છે.
- નૂર અહમદ – અત્યારસુધીના ટોપ વિકેટ ટેકર.
CSK vs KKR Dream Team (Gujarati):
- વિકેટકીપર: ક્વિંટન ડિકોક
- બેટ્સમેન: અંગકૃષ રઘુવંશી, ડેવિન કોનવે, રુતુરાજ ગાયકવાડ
- ઓલરાઉન્ડર: આન્દ્રે રસેલ, સુનીલ નરેન (કૅપ્ટન), શિવમ દુબે, રચિન રવિન્દ્ર (ઉપકૅપ્ટન)
- બોલર્સ: વરુણ ચક્રવર્તી, મથીષા પથિરાના, નૂર અહમદ
CRICKET
Mohammad Rizwan: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી વિવાદ, રિઝવાને આપ્યો મોટો ઈશારો
Mohammad Rizwan: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી વિવાદ, રિઝવાને આપ્યો મોટો ઈશારો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાન ટીમના નિષ્ફળ પ્રદર્શન બાદ હવે પાકિસ્તાન ODI ટીમના કપ્તાન Mohammad Rizwan ને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સામે ખુલીને અવાજ ઉઠાવ્યો છે. રિઝવાને કહ્યું છે કે જો ટીમના પસંદગીની પ્રક્રિયામાં તેમને યોગ્ય ભાગીદારી નહીં મળે, તો તેઓ કપ્તાની છોડી દેશે.
T20 કપ્તાનીમાંથી હટાવવામાં Mohammad Rizwan નારાજ
PCBએ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરી, જેમાં મોહમ્મદ રિઝવાનને T20 ટીમની કપ્તાનીમાંથી દૂર કરવામાં આવ્યા અને સાથે જ તેમને સ્ક્વાડમાંથી પણ બહાર રાખવામાં આવ્યા.રિઝવાન આ નિર્ણયોથી ખૂબ નારાજ છે અને તેઓ શીઘ્રજ PCB અધ્યક્ષ મોહસિન નકવી સાથે બેઠક કરશે. જો તેમને ટીમ પસંદગીમાં સત્તા નહીં મળે, તો તેઓ ODI કપ્તાની પણ છોડવાનો નિર્ણય લઈ શકે છે.
“અમે આ નિર્ણય વિશે જાણતા પણ ન હતા” – Mohammad Rizwan
PSLને લઈને આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝવાને કહ્યું: “દરેકને ખબર છે કે શું ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્ર માટે જવાબદાર છે. T20 કપ્તાની વિશે મને કંઈ પણ કહેવું નથી. અમને કોઈ માહિતી આપવામાં આવી નહીં, અમને પૂછવામાં પણ ન આવ્યા. એ તેમનો નિર્ણય હતો, જે અગાઉના ઘણા નિર્ણયો જેવી રીતે અમારે સ્વીકારી લેવો પડ્યો.”
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ