CRICKET
IND vs PAK: પાકિસ્તાની ફેનની નારાજગી, ભરેલા સ્ટેડિયમમાં પહેરી ભારતીય જર્સી!
IND vs PAK: પાકિસ્તાની ફેનની નારાજગી, ભરેલા સ્ટેડિયમમાં પહેરી ભારતીય જર્સી!
રવિવાર (23 ફેબ્રુઆરી)ના India-Pakistan મેચ દરમિયાન એક પાકિસ્તાની ફેન એ પોતાની જર્સી બદલી નાખી. પાકિસ્તાનની ખરાબ સ્થિતિ જોઈ આ ફેન એ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી લીધી.
Champions Trophy 2025માં રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પાકિસ્તાની ફેન પોતાનાં દેશની જર્સી ઉતારીને ભારતની જર્સી પહેરતો જોવા મળી રહ્યો છે.
Pakistani ની ફેનએ પહેલા ઈનિંગ્સમાં જ જર્સી બદલી
મેચની શરૂઆતથી જ ભારતે મજબૂત પકડ બનાવી લીધી હતી. પાકિસ્તાનના પહેલા બે વિકેટ 50 રન સુધીમાં જ પડી ગયા. ત્યારબાદ કેપ્ટન Mohammad Rizwan અને સઉદ શકીલે શતકીય ભાગીદારી કરી અને ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જોકે, એકવાર કેપ્ટન રિઝવાન પેવેલિયનમાં પાછો ફર્યો પછી પાકિસ્તાનની ઈનિંગ ઝડપથી તૂટી પડી.
पाकिस्तानी के फैन को हम लोगों ने भारत जर्सी पहना दिया ! #INDvsPAKlive #INDvsPAK #ViratKohli𓃵 #virat pic.twitter.com/Mx1w0Ymhy7
— ANSHUL YADAV (@Anshulydv02) February 24, 2025
151 રન પર ફક્ત 2 વિકેટ ગુમાવ્યા બાદ સારી સ્થિતિમાં દેખાતી પાકિસ્તાની ટીમ આખા 50 ઓવર પણ રમી શકી નહીં અને 241 રન પર ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાનના વિકેટ એક પછી એક પડતા જતાં, સ્ટેડિયમમાં બેઠેલા એક ફેનને પોતાની જર્સી બદલીને ભારતીય જર્સી પહેરી લેવી પડી!
Virat Kohli એ વિજયી ચોગ્ગા સાથે શતક ફટકાર્યું
ટીમ ઈન્ડિયાએ 242 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો. કેપ્ટન રોહિત શર્મા (20) જલ્દી આઉટ થઈ ગયા, પરંતુ ત્યારબાદ શુભમન ગિલ (46), શ્રેયસ અય્યર (56), અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને ભારતને સરળ જીત અપાવી. જ્યારે ટીમ ઈન્ડિયાને જીત માટે ફક્ત 2 રનની જરૂર હતી, ત્યારે વિરાટ કોહલીને શતક પૂરું કરવા માટે 4 રનની જરૂર હતી. કોહલીએ વિજયી ચોગ્ગો ફટકારીને શાનદાર શતક સાથે ટીમને જીત અપાવી.
India ગ્રુપ-એમાં ટોચ પર, Pakistan બહાર થવાની કગાર પર
આ વિજય સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-એની પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. બીજી તરફ, પાકિસ્તાની ટીમ ચોથી અને છેલ્લી પોઝિશન પર છે. પહેલું મેચ ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ હવે ભારત સામે પણ હાર થવાના કારણે પાકિસ્તાન લગભગ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. હવે તે સેમી-ફાઇનલમાં પહોંચવા માટે અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવું પડશે.
CRICKET
IPL 2025 ની ધમાકેદાર શરુઆત: બેંગલુરુ સામે કોલકાતાની ટક્કર – જાણો પ્લેઇંગ ઇલેવન
IPL 2025 આજથી ફરી શરૂ, પ્લેઇંગ ઇલેવન અને પિચ રિપોર્ટ સહિત બધું જાણો
RCB vs KKR: IPL 2025 આજથી ફરી શરૂ થશે. આજે બેંગલુરુ અને કોલકાતા વચ્ચે મેચ રમાશે. આ સિઝનની 58મી મેચ હશે. RCB અને KKR વચ્ચેની મેચની બધી વિગતો અહીં જાણો.
IPL 2025: આજથી ફરી ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થશે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે 8 મેના રોજ લીગ બંધ કરવામાં આવી હતી. આજે એટલે કે શનિવાર, ૧૭ મે, IPL ૨૦૨૫ ફરી એકવાર શરૂ થશે. આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાશે. RCB અને KKR વચ્ચેની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે થશે. મેચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.
હેડ-ટુ-હેડમાં કોણ આગળ?
આરસીબી અને કેકેઆર વચ્ચેની હેડ-ટુ-હેડ ટક્કરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પલડો ભારે છે. કોલકાતાએ IPLમાં બેંગલુરુને 20 વખત પરાજય આપ્યો છે, જ્યારે RCBએ કોલકાતા સામે 15 મેચો જીતી છે.
જો આપણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરીએ, તો અહીં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 12 મુકાબલાઓ રમાયા છે, જેમાંથી 8 વખત કોલકાતા નાઈટ રાઈડર્સે વિજય મેળવ્યો છે.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ રિપોર્ટ
બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ સામાન્ય રીતે બોલર્સનું કબરસ્તાન ગણાય છે, કારણ કે અહીં બેટ્સમેન માટે સ્વર્ગ સમાન સ્થિતિ હોય છે. આ મેદાન પર ઘણા હાઈ-સ્કોરિંગ મુકાબલાઓ જોવા મળ્યા છે.
ત્યારે આજે થનારી મેચમાં પિચ પરથી બોલર્સને પણ મદદ મળી શકે છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે અને પિચ લાંબા સમયથી કવર્સ હેઠળ રહી હોવાનું માનવામાં આવે છે. તેથી ખાસ કરીને ઝડપદાર બોલરો માટે મદદગાર સ્થિતિ ઊભી થઈ શકે છે.
મેચમાં વરસાદ બની શકે છે ખલેલ
બેંગલુરુમાં આજે, એટલે કે 17 મેના રોજ પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, 65% વરસાદ પડવાની સંભાવના છે. આખા અઠવાડિયા દરમ્યાન બેંગલુરુમાં સતત વરસાદ જોવા મળ્યો છે. મેચ દરમિયાન પણ વારંવાર વરસાદ ટપકતો રહેવાની શક્યતા છે, અને આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે.
rrrrrrrrrrrrrrrrr
આરસીબીની સંભાવિત પ્લેઇંગ ઇલેવન:
- વિરાટ કોહલી, ફિલ સોલ્ટ/જેકબ બેથેલ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગીડી અને યશ દયાલ
ઇમ્પેક્ટ પ્લેયર- સુયશ શર્મા
કેકેઆરની સંભાવિત પ્લેઇંગ ઇલેવન:
- રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનિલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી
ઇમ્પેક્ટ પ્લેયર – હર્ષિત રાણા
CRICKET
Virender Sehwag Big Statement: રમતના દિવસોમાં એક કેપ્ટન હતો, જે સચિન, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને પણ ઠપકો આપતો
Virender Sehwag Big Statement: જ્યાં સચિન-દ્રવિડ-ગાંગુલી પણ શાંત થઈ જાય, એ કપ્તાનનો કિસ્સો કહી રહ્યા છે સહવાગ
Virender Sehwag Big Statement: ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, વીરેન્દ્ર સેહવાગ કોમેન્ટ્રીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેના રમતના દિવસોમાં એક કેપ્ટન હતો જે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને પણ ઠપકો આપતો હતો.
Virender Sehwag Big Statement: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગને વિશ્વના શ્રેષ્ઠ બોલરોને હરાવવાની અને તેમની લાઇન અને લેન્થ બગાડવાની આદત હતી. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ઘણા મહાન બેટ્સમેન આવ્યા અને ગયા, પરંતુ વીરુ જેવો બેટ્સમેન શોધવો મુશ્કેલ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, વીરેન્દ્ર સેહવાગ કોમેન્ટ્રીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેના રમતના દિવસોમાં એક કેપ્ટન હતો જે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને પણ ઠપકો આપતો હતો.
ભારતના સૌથી દબંગ કપ્તાન
વીરેન્દ્ર સહવાગે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે એવા એક કપ્તાન હતા, જેમની સામે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ કંઇ બોલી શકતા નથી.
સહવાગે કહ્યું:
“મારા સમયગાળામાં અનિલ કુંબલે એવા કપ્તાન હતા, જેમને મેં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી ઉપર ગુસ્સો કરતા જોયા છે. જોકે, કોઈ પણ તેમને પલટીને જવાબ આપતો નહોતો. બધા શાંતિથી માથું નીચે કરી નીચે ઉતરી જતા. ટીમ ઈન્ડિયામાં અનિલ કુંબલેને એટલી વધુ ઇજ્જત હતી.”
આ કપ્તાન ન હોત તો સહવાગનો ટેસ્ટ કરિયર ડૂબી ગયો હોત
વિરેન્દ્ર સહવાગે ખુલાસો કર્યો હતો કે વર્ષ 2008માં અનિલ કુંબલેની કહેલી વાતથી તેમનું ટેસ્ટ કરિયર બચી ગયું. સહવાગે જણાવ્યું હતું કે એક વખત એમને અચાનક ખબર પડી કે તેઓ ભારતીય ટેસ્ટ ટીમમાં નથી રહ્યા. વર્ષ 2007માં એમને જાણ કરાવવામાં આવી કે તેઓને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. સહવાગ માને છે કે જો એક વર્ષ માટે તેમને ટીમમાંથી બહાર ન કાઢવામાં આવ્યા હોત, તો તેઓ 10,000 ટેસ્ટ રન પૂરા કરી લેતાં.
આ માણસે આપ્યો મોકો અને બદલી ગઈ કિસ્મત
વિરેન્દ્ર સહવાગે સ્વીકાર્યું હતું કે 2007માં ટીમ ઈન્ડિયાના કપ્તાન અનિલ કુંબલે એ તેમના ડૂબતા ટેસ્ટ કરિયરને બચાવ્યું. 2007-08ના ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રીજું ટેસ્ટ મેચ પર્થમાં રમાનું હતું. એ પહેલાં ટીમ કૅનબેરા ગઈ હતી, જ્યાં એક પ્રેક્ટિસ મેચ થવાની હતી.
પ્રેક્ટિસ મેચમાં જ શતક
સહવાગે કહ્યું હતું કે તે પ્રેક્ટિસ મેચ પહેલા અનિલ કુંબલે એ કહ્યું હતું કે “તમે અડધું શતક બનાવો, તો પર્થ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવીશ.” સહવાગે તો લંચ પહેલા જ શતક ઠોકી દીધું! અને પછી તેમને પર્થ ટેસ્ટ માટે ટીમમાં લેવામાં આવ્યા. સહવાગે કહ્યું કે, “એ પ્રવાસ પછી અનિલ ભાઈએ મને વચન આપ્યું હતું કે, જયાં સુધી હું ટેસ્ટ કપ્તાન છું, તું ટીમથી બહાર નહીં જશો.”
પર્થ ટેસ્ટમાં રમ્યા અને બચાવ્યો વિશ્વાસ
સહવાગને પર્થ ટેસ્ટની પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે તે મેચમાં 63 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સહવાગે કહ્યું, “એ 60 રન મારા જીવનના સૌથી મુશ્કેલ રન હતા. હું અનિલ ભાઈના મને આપેલા વિશ્વાસને સાચું સાબિત કરવા રમી રહ્યો હતો. હું નહી ઈચ્છતો હતો કે લોકો તેમને મારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જવાબદાર ઠેરવે.”
વિરેન્દ્ર સહવાગના અદભૂત રેકોર્ડ્સ
-
ટેસ્ટ મેચો: 104
-
રન: 8586
-
સરેરાશ: 49.34
-
શતકો/અડધા શતકો: 23 / 32
-
સર્વોત્તમ સ્કોર: 319
-
-
વનડે મેચો: 251
-
રન: 8273
-
શતકો/અડધા શતકો: 15 / 38
-
સર્વોત્તમ સ્કોર: 219
-
-
T20 મેચો: 19
-
રન: 394
-
બેસ્ટ સ્કોર: 68
-
CRICKET
IPL 2025: પ્રીતિ ઝિન્ટાની ટીમે RCB ને રડાવનાર ખેલાડીને ખરીદ્યો?
IPL 2025: પ્રીતિ ઝિન્ટાની ટીમેમાં થયો બદલાવ?
IPL 2025 વચ્ચે, પંજાબ કિંગ્સની ટીમ સાથે સંબંધિત એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સની ટીમમાં એક એવો ખેલાડી સામેલ થયો છે, જેને RCB ચાહકો ક્યારેય ભૂલી શકતા નથી.
IPL 2025 ફરી શરૂ થવા જઈ રહ્યું છે, અને આ સાથે ખેલાડીઓની ઉપલબ્ધતા અને રિપ્લેસમેન્ટ અંગે ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં, ઘણી ટીમોએ તેમની ટીમમાં ફેરફાર કર્યા છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે સમયપત્રકમાં ફેરફારને કારણે, કેટલાક વિદેશી ખેલાડીઓ ભારત પાછા નથી આવી રહ્યા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. એવા અહેવાલ છે કે પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ બાકીની IPL 2025 સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં, પંજાબને પણ તેનો વિકલ્પ મળી ગયો છે. ચાલો જાણીએ કે આ સમાચારમાં કેટલું સત્ય છે.
પ્રીતી જિન્ટાની ટીમમાં થયો બદલાવ?
વાસ્તવમાં, 15 મે 2025 ના રોજ કેટલાક એક્સ યુઝર્સે પોસ્ટ કરી કે માર્કસ સ્ટોઇનિસ IPL 2025ના બાકીના મેચોમાં ભાગ નહીં લઈ શકે. આ પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે પંજાબ કિંગ્સ તેમના સાથી દેશના ખેલાડી બેન કટિંગને રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કરી શકે છે. જો કે, સ્ટોઇનિસ પંજાબ કિંગ્સ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે, જેમણે 11 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. પરંતુ આ સમાચારમાં બિલકુલ પણ સચ્ચાઈ નથી. પંજાબ કિંગ્સે બેન કટિંગને સાઇન કરેલા નથી અને ના જ માર્કસ સ્ટોઇનિસ સીઝનથી બહાર થયા છે.
Breaking : Ben Cutting is set to join punjab kings as temporary replacement for remaining matches of IPL 2025 pic.twitter.com/C3M2S78waQ
—
(@imAnthoni_) May 15, 2025
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્કસ સ્ટોઇનિસ રવિવારે રાજસ્થાનના વિરૂદ્ધ રમાતા મેચનો ભાગ નહીં બનશે. પરંતુ લિગ સ્ટેજમાં પંજાબના અંતિમ બે મેચોમાં તે ઉપલબ્ધ રહેશે. હકીકત એ છે કે, આ સીઝનમાં સ્ટોઇનિસ માટે કંઈ ખાસ નથી રહ્યું. સ્ટોઇનિસે 9 મેચોમાં માત્ર 82 રન બનાવ્યા છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર બિનઆઉટ 34 (11 બોલ) સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રહ્યો. બોલિંગમાં પણ તેમણે કોઈ વિકેટ મેળવી નથી.
BREAKING NEWS
PBKS Has Signed Ben Cutting as a Replacement For Marcus Stoinis For Remainder of IPL 2025 !#IPL2025 pic.twitter.com/T38NK6c85m
— Ayush Mhatre (@ayush_m255) May 16, 2025
કોણ છે ઓસ્ટ્રેલિયી ખેલાડી બેન કટિંગ?
બેન કટિંગને આરસીબીની ટીમ ક્યારેય ભૂલી શકતી નથી. વર્ષ 2016ના IPL ફાઇનલમાં બેન કટિંગે આરસીબીની ટીમથી મેચ છીનવી હતી. જ્યાં સનરાઈઝર્સ હૈદરાબાદે વિરાટ કોહલીની ટીમને માત્ર આઠ રનથી હરાવીને તેનો પહેલો ખિતાબ જીતી લીધો હતો. બેન કટિંગે આ મુકાબલામાં 15 બોલમાં 39 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે બોલથી કળાએ બતાવતાં 4 ઓવરમાં 35 રન ખર્ચી 2 વિકેટ્સ પણ મેળવી હતી. જેના માટે તેમને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
-
CRICKET6 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET6 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET6 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET6 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.
-
CRICKET6 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ
-
CRICKET6 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET6 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET6 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી