CRICKET
Retired Hurt vs Retired Out વચ્ચે શું છે તફાવત? જાણો સરળ ભાષામાં
Retired Hurt vs Retired Out વચ્ચે શું છે તફાવત? જાણો સરળ ભાષામાં.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેના મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્મા ‘રિટાયર્ડ આઉટ’ થયા હતા. તેઓ ખૂબ ધીમી ગતિએ રન બનાવી રહ્યા હતા, જેથી ટીમે તેમને ફિલ્ડ પરથી પાછા બોલાવી લીધા.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્મા લખનઉ સુપર જાયન્ટ્સ સામેના મેચમાં સારી બેટિંગ ન કરી શક્યા અને ટીમની હારનું મોટું કારણ બન્યા. જ્યારે ટીમને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે તિલક ખૂબ ધીમા રેટે રમતા હતા. તેઓ બાઉન્ડરી મારવામાં પણ નિષ્ફળ રહ્યા.
તિલક વર્માએ 23 બોલમાં માત્ર 25 રન બનાવ્યા, જેમાં માત્ર બે ચોખા સામેલ હતા. તેમની ધીમી બેટિંગ જોઈને મુંબઈની ટીમે તેમને 19મા ઓવર દરમિયાન ‘રિટાયર્ડ આઉટ’ કરી દીધા. ત્યારબાદ તેમની જગ્યા મિચેલ સૅન્ટનર રમવા આવ્યા. જોકે, તેમ છતાં મુંબઈ ટીમ મેચ જીતવામાં નિષ્ફળ રહી.
રિટાયર્ડ આઉટ શું છે?
ક્રિકેટમાં જો કોઈ બેટ્સમેન આગળ ન રમવાનો નિર્ણય લે છે, પોતે કે કેપ્ટનના કહેવા પર, તો તેને ‘રિટાયર્ડ આઉટ’ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અમ્પાયર તેને આઉટ નથી ઘોષિત કરતા, પણ બેટ્સમેન ફિલ્ડ છોડી દે છે. મહત્વની વાત એ છે કે તે બેટ્સમેન ફરીથી બેટિંગ માટે પાછો આવી શકે નહીં અને તેના સ્કોર સામે “આઉટ” લખવામાં આવે છે. આ એક રણનીતિક નિર્ણય હોય છે, ઈજાની પરિસ્થિતિ નહી.
TILAK VARMA RETIRED OUT HIMSELF…!!! pic.twitter.com/6GR9KFolu1
— Johns. (@CricCrazyJohns) April 4, 2025
રિટાયર્ડ હર્ટ શું છે?
જો કોઈ બેટ્સમેનને ઈજા થાય છે, બીમાર પડે છે અથવા કોઈ ખાસ કારણથી રમવાનું ચાલુ રાખી શકતો નથી, તો તેને ‘રિટાયર્ડ હર્ટ’ માનવામાં આવે છે. આવા સમયે બેટ્સમેન અમ્પાયરને જણાવીને ફિલ્ડ છોડી શકે છે.
આ બેટ્સમેન પાછળથી ફરીથી બેટિંગ માટે આવી શકે છે, પણ ત્યારે જ્યારે ટીમના અન્ય કોઈ ખેલાડી આઉટ થાય અથવા બીજો રિટાયર્ડ થઈ જાય. એટલે કે, તેઓ તરત નહીં, પરંતુ યોગ્ય સમયે ફરીથી રમવા આવી શકે છે.
રિટાયર્ડ હર્ટ અને રિટાયર્ડ આઉટ વચ્ચે શું છે મુખ્ય તફાવત?
- રિટાયર્ડ હર્ટ થયેલ બેટ્સમેન પછી ફરીથી બેટિંગ માટે આવી શકે છે.
- રિટાયર્ડ આઉટ થયેલ બેટ્સમેન ફરીથી બેટિંગ માટે આવી શકતો નથી.
CRICKET
Kulwant Khejroliya: 4 બોલમાં 4 વિકેટ! રિયાન પરાગને આઉટ કરીને ચર્ચામાં આવ્યો કુલવંત ખેજરોલિયા”
Kulwant Khejroliya: 4 બોલમાં 4 વિકેટ! રિયાન પરાગને આઉટ કરીને ચર્ચામાં આવ્યો કુલવંત ખેજરોલિયા”
રાજસ્થાન રોયલ્સના સ્ટાર Riyan Parag ના વિકેટને લઇને અમ્પાયરિંગ ચર્ચામાં છે. રિયાન પરાગને લાગ્યું હતું કે તેઓ આઉટ નથી, એટલે તેમણે અમ્પાયર સાથે ચર્ચા પણ કરી. જોકે, બોલર Kulwant Khejroliya પોતાના બોલ પર વિકેટ મળવાની ખાતરી રાખતા હતાં.
આઈપીએલમાં આજકાલ એકથી એક સ્ટાર ખેલાડી રમે છે અને ઘણાં દિગ્ગજોને બેંચ પર જ બેઠા રહેવું પડે છે. એવો જ કિસ્સો ગુજરાત ટાઈટન્સના બોલર કુલવંત ખેજરોલિયા સાથે થયો. શરુઆતી મેચોમાં તેમને તક મળી નહોતી, પરંતુ હવે તક મળતા જ તેમણે રિયાન પરાગને આઉટ કરીને મેચનો રૂખ બદલી દીધો.
Kulwant Khejroliya – એક ડબલ હેટ્રિક ધારક બોલર
જો તમે વિચારી રહ્યા છો કે આ ખેજરોલિયા કોણ છે, તો જણાવી દઈએ કે આ મધ્ય પ્રદેશ તરફથી રમતા ડોમેસ્ટિક ખેલાડી છે અને 2024માં રમાયેલી એક રણજી ટ્રોફીની મેચમાં તેમણે 4 બોલમાં 4 વિકેટ લીધા હતા – જેને ડબલ હેટ્રિક કહેવામાં આવે છે.
આ કારનામું તેમણે બરોડા સામે કર્યું હતું અને આ ઉપલબ્ધિ હાંસલ કરનારા તેઓ ત્રીજા ભારતીય બોલર બન્યા હતા. આ વિસ્ફોટક સ્પેલમાં તેઓએ શાશ્વત રાવત, મહેશ પીઠિયા, ભાર્ગવ ભટ્ટ અને આકાશ સિંહના વિકેટ લીધા હતા.
MI, RCB, KKR બાદ હવે GT સાથે
કુલવંત અગાઉ RCB (2018-19), KKR (2023) અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેમ છતાં, તેમને બહુ વધુ તક મળી નથી.
આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા છે અને રાજસ્થાન રોયલ્સ સામે તેઓએ 3 ઓવરમાં 29 રન આપ્યા. રાજસ્થાનમાં જન્મેલા કુલવંત ખેજરોલિયા ડાબોડી મિડીયમ પેસ બોલર છે અને હવે ફરી એકવાર IPL પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડવાના પ્રયાસમાં છે.
CRICKET
WTC Final પહેલા દક્ષિણ આફ્રિકાને ઝટકો, કપ્તાન બાવુમા ઈજાગ્રસ્ત!
WTC Final પહેલા દક્ષિણ આફ્રિકાને ઝટકો, કપ્તાન બાવુમા ઈજાગ્રસ્ત!
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025નો ફાઈનલ ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર જૂન મહિનામાં રમાવાનો છે, પરંતુ આ મહત્વપૂર્ણ મેચથી બે મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકા માટે ચિંતા વધી ગઈ છે. ટીમના કપ્તાન Temba Bavuma ઈજાગ્રસ્ત થયા છે.
Temba Bavuma ની કોણીની ઈજા
ટેમ્બા બાવુમા ‘ક્રિકેટ સાઉથ આફ્રિકા ડે સીરિઝ ડિવિઝન-1’ના ફાઈનલમાં કેપટાઉન લાયન્સ માટે રમવા જઈ રહ્યા હતા, પરંતુ કોણીની ઈજાને કારણે તેઓ હવે આ મેચમાંથી બહાર થઈ ગયા છે. હાલ ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ WTC ફાઈનલ પહેલા તેમની અનુપસ્થિતિ ટીમ માટે મોટી ચિંતા બની ગઈ છે.
પૂર્વ ઈજાઓથી પણ પીડાતા રહ્યા છે Temba Bavuma
ટેમ્બા બાવુમા અગાઉ પણ ઈજાના કારણે ઘણી વખત બહાર રહ્યા છે. 2022માં તેમની ડાબી કોણીમાં ફ્રેક્ચર થવાને કારણે તેઓ ઈંગ્લેન્ડ ટૂર ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ આઈરલેન્ડ સામે એક મેચ દરમિયાન સિંગલ લેતા ફરથી કોણીમાં ઈજા થઈ હતી. ઈજાને લીધે તેઓ બાંગ્લાદેશ સામે ટેસ્ટ પણ નહી રમી શક્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી તેઓએ હજુ સુધી ક્રિકેટમાં વાપસી કરી નથી.
ટ્રેક રેકોર્ડ – ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકા માટે રમ્યા છે
ટેમ્બા બાવુમાએ 2014માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેઓએ અત્યાર સુધી 63 ટેસ્ટમાં 3606 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 24 અર્ધસદીઓ શામેલ છે. ઉપરાંત તેઓએ વન ડેમાં 1847 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 670 રન બનાવ્યા છે.
CRICKET
Priyansh Arya ના શતક પર ફિદા થઈ પ્રીતિ ઝિંટા, શેર કરી ખાસ પોસ્ટ
Priyansh Arya ના શતક પર ફિદા થઈ પ્રીતિ ઝિંટા, શેર કરી ખાસ પોસ્ટ
PBKS (પંજાબ કિંગ્સ)ની સહમાલિક Preity Zinta એ ઓપનર Priyansh Arya ની ખૂબજ પ્રશંસા કરી, જેમણે મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 39 બોલમાં શાનદાર શતક ફટકાર્યું.
પંજાબ કિંગ્સની સહમાલિક અને પૂર્વ બૉલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા હવે 24 વર્ષીય પ્રિયાન્શ આર્યની ફેન બની ગઈ છે. પ્રિયાન્શે થોડા દિવસ પહેલાં પંજાબ કિંગ્સ તરફથી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 39 બોલમાં તોફાની શતક ફટકાર્યું હતું. દિલ્હીના રહેવાસી પ્રિયાન્શને મેગા ઑક્શનમાં ₹3.20 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.
Preity Zinta એ ઇન્સ્ટાગ્રામ પર Priyansh Arya સાથે સેલ્ફી અને તસવીરો શેર કરી.
લખ્યું, “ગઇકાલે રાત અત્યંત ખાસ રહી. અમે ક્રિકેટનો એક ધમાકેદાર ખેલ જોયો, એક લિજેન્ડની ધહાડ અને એક નવા તારાની ઊગતી ચમક જોઈ! થોડા દિવસ પહેલાં હું અમારાં યુવા ખેલાડીઓ સાથે મળીને 24 વર્ષીય પ્રિયાન્શ આર્યને મળી હતી. તે ખુબ શાંત, લાજાળુ અને નમ્ર હતો અને આખી સાંજ એક શબ્દ પણ બોલ્યો ન હતો.”
View this post on Instagram
“કાલે રાતે PBKS vs CSK મેચ દરમિયાન જ્યારે હું મુલ્લાંપુર ક્રિકેટ સ્ટેડિયમમાં ફરીથી તેને મળી, ત્યારે તેની પ્રતિભાએ બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તેની આક્રમક બેટિંગ શૈલીએ માત્ર મને નહીં પણ આખા ભારતને ખુશ કરી દીધું. તેણે 42 બોલમાં 103 રન ફટકારીને પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી દીધું. તમે એ ઉદાહરણ છો કે કેવી રીતે કામ શબ્દોથી વધુ બોલે છે. હંમેશા મુસ્કુરાવો અને ચમકતા રહો. મેદાનમાં અને બહાર, એવા વધુ યાદગાર પળો માટે રાહ જોઈ રહી છું.”
પ્રિયાન્શ આર્યે માત્ર 39 બોલમાં IPL ઇતિહાસનો ચોથો સૌથી ઝડપી શતક ફટકાર્યું અને 42 બોલમાં 103 રન બનાવી, વર્લ્ડ ક્રિકેટના અનેક નાના-મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
પ્રિયાન્શની પંજાબ કિંગ્સ સુધીની સફર લાલ બહાદુર શાસ્ત્રી અકાદમીના કોચ સંજય ભારદ્વાજથી શરૂ થઈ હતી, જેઓ ભોપાલ રેલવે સ્ટેશનથી 20 કિમી દૂર આવેલા રાતાપાનીના જંગલમાં ટ્રેનિંગ અકાદમી ચલાવે છે. ચેન્નઈ સામેનો મેચ તેમને IPL સર્કિટનો એક ઊભરતો તારો બનાવી ગયો.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ