CRICKET
BCCI નો કડક નિર્ણય: ઈશાંત શર્મા પર સજા, ગુજરાત ટાઇટન્સની જીતની વચ્ચે વિવાદ
BCCI નો કડક નિર્ણય: ઈશાંત શર્મા પર સજા, ગુજરાત ટાઇટન્સની જીતની વચ્ચે વિવાદ.
ગુજરાત ટાઇટન્સની ટીમે IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. જોકે આ મેચમાં ગુજરાત માટે Ishant Sharma નો પ્રદર્શન નબળું રહ્યું અને હવે BCCIએ તેમના પર કડક પગલાં લીધા છે.
Ishant Sharma પર લાગ્યું મેચ ફીનું 25% દંડ
IPLની તરફથી જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, ઈશાંત શર્માએ ક્યાં નિયમનો ભંગ કર્યો છે તે અંગે જણાવાયું છે. તેમણે “આર્ટિકલ 2.2″નું ઉલ્લંઘન કર્યું છે, જે ક્રિકેટ સાધનો, કપડાં અથવા ગ્રાઉન્ડ સાધનોના દુરુપયોગને લગતું છે. આ લેવલ 1નું અપરાધ છે. ઈશાંતે મેચ રેફરીની સજા સ્વીકારી લીધી છે અને તેમના પર મેચ ફીનો 25 ટકા દંડ લાગુ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના ખાતામાં 1 ડિમીરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
હૈદરાબાદ સામે લૂંટ્યા 53 રન, નહીં મળ્યું એક પણ વિકેટ
ઈશાંત શર્માનું પ્રદર્શન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના મેચમાં ખૂબ જ નિરાશાજનક રહ્યું. તેમણે 4 ઓવરમાં 53 રન આપી દીધા અને એક પણ વિકેટ મેળવવામાં નિષ્ફળ રહ્યા. શુમન ગિલે તેમને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન માં ઉતાર્યા હતા, પણ બાદમાં તેમની જગ્યાએ શેરફેન રધરફોર્ડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા.
IPLમાં Ishant Sharma નો પરિચય
ઈશાંત શર્મા 2008થી IPLમાં રમતા આવ્યા છે. અત્યાર સુધીમાં તેઓ કોલકાતા નાઇટ રાઈડર્સ, ડેકન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ માટે રમી ચૂક્યા છે. તેમણે કુલ 113 IPL મેચોમાં 93 વિકેટ પોતાના નામે કરી છે.
પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર પહોંચ્યું ગુજરાત
ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી આ સિઝનમાં 4 મેચ રમેલી છે, જેમાંથી 3માં જીત અને 1માં હાર મળી છે. ટીમ પાસે હાલ 6 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.031 છે, જેનાથી તેઓ પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે.
CRICKET
MI vs RCB: T20માં અનોખી સિદ્ધિ, હાર્દિક પંડ્યા બન્યા પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર
MI vs RCB: T20માં અનોખી સિદ્ધિ, હાર્દિક પંડ્યા બન્યા પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર
MI vs RCB: 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 12 રનની હાર સહન કરવી પડી. આ સિઝનમાં કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ ચોથી હાર હતી. છતાં પણ હાર્દિકે આ મેચમાં એવું કારનામું કર્યું કે તેઓ ઈતિહાસના પાના પર છવાઈ ગયા.
હાર્દિક પંડ્યાએ ઈતિહાસ રચ્યો
હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 5,000થી વધુ રન અને 200થી વધુ વિકેટ લેનારા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. અત્યારસુધીમાં કોઈપણ ભારતીય ખેલાડીએ આ બેંધી જોડાઈ શક્યું નહતું. દુનિયાભરના અનેક જાણીતા ઓલરાઉન્ડર્સ આ યાદીમાં છે, પરંતુ હવે હાર્દિકે ભારતીય ક્રિકેટ માટે ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
RCB સામે ધમાકેદાર પ્રદર્શન
RCB સામે હાર્દિકે માત્ર 15 બોલમાં 42 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. બોલિંગમાં પણ તેમણે 4 ઓવરમાં 45 રન આપી 2 વિકેટ હાંસલ કરી હતી.
T20માં 5,000+ રન અને 200+ વિકેટ લેનારા દિગ્ગજ ઓલરાઉન્ડર્સ:
ખેલાડીનું નામ | રન (કુલ) | વિકેટ (કુલ) | દેશ |
---|---|---|---|
કિરોન પોલાર્ડ | 13,537 | 326 | વેસ્ટ ઈન્ડીઝ |
ડ્વેન બ્રાવો | 6,970 | 631 | વેસ્ટ ઈન્ડીઝ |
આન્દ્રે રસેલ | 9,018 | 470 | વેસ્ટ ઈન્ડીઝ |
શાકિબ અલ હસન | 7,438 | 492 | બાંગલાદેશ |
શેન વોટસન | 8,821 | 216 | ઓસ્ટ્રેલિયા |
રવિ બોપારા | 9,486 | 291 | ઈંગ્લેન્ડ |
મોઇન અલી | 7,140 | 245 | ઈંગ્લેન્ડ |
હાર્દિક પંડ્યા | 5,432 | 200 | ભારત |
CRICKET
IPL 2025: તિલક વર્માને રિટાયર્ડ આઉટ કેમ કરાયો? હાર્દિક પંડ્યાએ જણાવ્યું પૂરું સત્ય
IPL 2025: તિલક વર્માને રિટાયર્ડ આઉટ કેમ કરાયો? હાર્દિક પંડ્યાએ જણાવ્યું પૂરું સત્ય
IPL 2025: IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચમાં મુંબઈ 12 રનથી હારી ગયું હોવા છતાં, બેટ્સમેન તિલક વર્માએ 29 બોલમાં 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તિલકની ઇનિંગ બાદ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં તેને રિટાયર કરવાના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે અને તેની પાછળનું સાચું કારણ જણાવ્યું છે.
તિલકને શા માટે નિવૃત્ત કરવામાં આવ્યા?
છેલ્લી મેચમાં, લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) સામે 203 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, તિલક વર્મા 19મી ઓવરના છેલ્લા બોલ પર રિટાયર્ડ આઉટ થઈ ગયા હતા. તે સમયે, તિલક 23 બોલમાં 25 રન પર રમી રહ્યો હતો અને મોટા શોટ ફટકારવામાં અસમર્થ હતો. સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી હતી.
હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
RCB સામેની મેચ પછી હાર્દિકે કહ્યું,
“તિલકે શાનદાર બેટિંગ કરી. છેલ્લી મેચમાં ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે તે દિવસે તેની આંગળીમાં ઈજા થઈ છે. તે સંપૂર્ણપણે ટેકનિકલ નિર્ણય હતો. કોચને લાગ્યું કે તે પરિસ્થિતિમાં એક નવો બેટ્સમેન ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરી શકે છે, તેથી તિલકને રિટાયર આઉટ કરવામાં આવ્યો.”
Hardik Pandya said "Tilak Varma was fantastic, people made a lot out of it last game but he had a nasty hit but today he was incredible". pic.twitter.com/PyohkgxRDB
— Johns. (@CricCrazyJohns) April 7, 2025
પાવરપ્લે અને મિડલ ઓર્ડર વિશે હાર્દિકની ટિપ્પણી
હાર્દિકે આગળ કહ્યું,
“આવી મેચોમાં પાવરપ્લે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, અમે મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરી શક્યા નહીં, જેના કારણે અમે લક્ષ્યનો પીછો કરતી વખતે પાછળ પડી ગયા. RCB ટીમ જે રીતે રમી તે પ્રશંસનીય હતું.”
CRICKET
Rohit Sharma: MIના સ્ટ્રકચરમાં બદલાવ કે આંતરિક રાજકારણ? રોહિત શર્મા અંગે વધતાં પ્રશ્નો
Rohit Sharma: MIના સ્ટ્રકચરમાં બદલાવ કે આંતરિક રાજકારણ? રોહિત શર્મા અંગે વધતાં પ્રશ્નો.
મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટનશિપમાં પાંચ વખત આઈપીએલનું ખિતાબ જીત્યું છે. પરંતુ હવે એવું લાગે છે કે Rohit Sharma ની ટીમમાં પહેલાની જેમ પકડ રહી નથી.
મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સોમવારના રોજ મેચ રમાશે. આ મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. IPL 2025ના આ મેચમાં રોહિત શર્મા રમે તેવી શક્યતા છે. મુંબઈના દિગ્ગજ બેટ્સમેન રોહિત છેલ્લા મેચમાં નથી રમ્યા હતા, પરંતુ હવે તેઓ ટીમમાં વાપસી કરી શકે છે. હવે તેમનું ટીમમાં પહેલું વ્હાલું સ્થાન રહ્યું નથી, જે કેપ્ટન તરીકે હતું. આ વાતનો પુરાવો પોતે ટીમના વર્તનથી મળી રહ્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020માં IPL ટ્રોફી જીતી છે. જો કે, બાદમાં ટીમે રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવી દીધા અને તેમની જગ્યા હાર્દિક પંડ્યા ને આપી. ત્યારથી રોહિતની પકડ ટીમમાં નબળી પડી છે. તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની પ્લેઇંગ ઇલેવનમાં પણ નહીં હતા. કારણ તરીકે જણાવાયું હતું કે તેઓ ઈજાગ્રસ્ત છે.
શું હવે Rohit Sharma “મુંબઈના હીરો” રહ્યા નથી?
જો મુંબઈ ઇન્ડિયન્સના એક્સ (Twitter) હેન્ડલ પર નજર કરીએ, તો ત્યાં રોહિત શર્માને લગતા ખૂબ જ ઓછા પોસ્ટ જોવા મળે છે, જ્યારે હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવના ઘણા પોસ્ટ્સ શેર કરવામાં આવ્યા છે. રોહિતને કેપ્ટનશિપથી હટાવ્યા બાદ ટીમમાં આંતરિક વિવાદ થયા હોવાનું દાવો કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો હતો. હાલમાં પણ એવું જ લાગી રહ્યું છે. લખનૌ સામેના મેચ પહેલા રોહિત શર્મા ઝહીર ખાને સાથે વાત કરતા જોવા મળ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું, “જે કરવાનું હતું એ કરી લીધું.” આ વિડીયો બાદમાં હટાવી દેવાયો હતો.
શું મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે?
મુંબઈ ઇન્ડિયન્સના આંતરિક વાતાવરણ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં ટીમની સંપૂર્ણ કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે.
🚨Selfish Greedy Rohit Sharma got exposed again. Last year he was talking with Abhishek Nair now with EX MI Bowling coach Zaheer Khan.
“Mujhe jo karna tha maine tab barabar se kiya, ab mereko koi jarurat nhi” (probably about his batting for MI)
MI deleted this video 👇👇 https://t.co/4eGkuqLj5r pic.twitter.com/169Nm287kW
— Vikass (@183_ViratKohli) April 3, 2025
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ