CRICKET
Jitesh Sharma નું નિવેદન પડ્યું ભારે, ટીમ ઇન્ડિયા પછી હવે કોન્ટ્રાક્ટ પણ ગયો!
Jitesh Sharma નું નિવેદન પડ્યું ભારે, ટીમ ઇન્ડિયા પછી હવે કોન્ટ્રાક્ટ પણ ગયો!
BCCIની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં આ વખતે 9 ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. જેમાં એક એવો ખેલાડી પણ સામેલ છે, જેણે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે એને ઓળખ ટીમ ઇન્ડિયાથી નહીં, પણ RCBમાં રમ્યા પછી મળી છે. હવે જ્યારે તેનું નામ કોન્ટ્રાક્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, ત્યારે તેનું તે નિવેદન ફરી ચર્ચાનો વિષય બન્યું છે.
Jitesh Sharma ને લાગી મોટું ઝટકો
BCCIએ જે 9 ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખ્યા છે, તેમાં RCBના વિકેટકીપર-બેટ્સમેન જિતેશ શર્મા પણ સામેલ છે. ગયા વર્ષે તેમને ગ્રેડ Cમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેઓ એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નહોતા. તેથી હવે તેમને લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. IPL 2025માં તેઓ RCB તરફથી પહેલીવાર રમી રહ્યા છે.
RCBથી મળી સચી ઓળખ – વિવાદિત નિવેદન
16 એપ્રિલે RCBએ જિતેશ શર્માનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું: “જ્યારે હું સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવા ગયો હતો, ત્યારે લોકો ‘જિતેશ, જીતેશ, RCB, RCB’ કહીને ચીસો પાડી રહ્યા હતા. એ સમયે લાગ્યું કે હું એક મોટી ટીમમાં છું. RCB માટે રમવું એક અલગ જ અનુભવ છે. આટલા લોકો ઑટોગ્રાફ માટે ઊભા હતા, જ્યારે હું ઇન્ડિયા માટે રમતો હતો ત્યારે બે લોકો પણ નહોતા આવતાં.”
𝐉𝐢𝐭𝐞𝐬𝐡 𝐒𝐡𝐚𝐫𝐦𝐚: 𝐀𝐜𝐜𝐢𝐝𝐞𝐧𝐭𝐚𝐥 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐞𝐫, 𝐈𝐧𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐖𝐢𝐧𝐧𝐞𝐫 🙌
Talented, Brave, Humble and Smart – attributes not often associated with the same individual. But, he’s different… This is the story of Jitesh Sharma – the man who is… pic.twitter.com/tNlRprM89j
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 16, 2025
ટીમ ઇન્ડિયાથી જીત્યો છે ગોલ્ડ મેડલ પણ..
જિતેશ શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2023ના એશિયન ગેમ્સ દરમિયાન શરૂ થઈ હતી, જ્યાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે અત્યાર સુધી ભારત માટે 9 T20 મેચ રમી છે જેમાં ફક્ત 100 રન બનાવી શક્યા છે. તેમનું સર્વોચ્ચ સ્કોર 35 રહ્યું છે અને એવરેજ ફક્ત 14.28.
હવે જ્યારે તેમનું BCCI કોન્ટ્રાક્ટ પણ જતું રહ્યું છે, ત્યારે લોકો આ ચર્ચા ફરી શરૂ કરી રહ્યા છે કે.
CRICKET
IPL 2025: કેમેન્ટેટર્સની ટીકા પડી ભારે, હર્ષા-ડૂલને ઈડનથી દૂર રાખવાની માંગ
IPL 2025: કેમેન્ટેટર્સની ટીકા પડી ભારે, હર્ષા-ડૂલને ઈડનથી દૂર રાખવાની માંગ.
IPL 2025 દરમિયાન એક મોટું વિવાદ સર્જાયું છે જ્યાં બે દિગ્ગજ કોમેન્ટેટર્સ – Harsha Bhogle અને Simon Dooley – મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ BCCIને પત્ર લખીને આ બંને કોમેન્ટેટર્સને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોમેન્ટ્રી કરવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
IPL 2025ની શરૂઆતથી જ કેટલીક ટીમોના કેપ્ટન અને કોચોએ પોતાના હોમ ગ્રાઉન્ડની પિચ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમાં Kolkata Knight Riders ના કેપ્ટન અજિંક્ય રહાણેનું નામ પણ આવ્યું હતું. ત્યારબાદ, હર્ષા ભોગલે અને સાઈમન ડૂલે જાહેરમાં પિચની ટીકા કરી, જે હવે CABના ગુસ્સાનો કારણ બની છે.
શું કહ્યું હતું હર્ષા અને સાઈમને?
Simon Dooley એ કહ્યું હતું:
“જો ક્યુરેટર હોમ ટીમની વાત નથી સાંભળી રહ્યો, જ્યારે ફ્રેન્ચાઈઝી બધું ભોગવે છે, તો પછી ટીમને બીજે લેવા જોઈએ. ક્યુરેટરનું કામ રમતો વિષે અભિપ્રાય આપવાનું નથી.”
Harsha Bhogle એ કહ્યું હતું:
“હોમ ગ્રાઉન્ડ પર રમતી ટીમને એવી પિચ મળવી જોઈએ જે તેમના બૉલર્સને અનુકૂળ હોય. જો હું KKRમાં હોત, તો ક્યુરેટરનું નિવેદન જોઈને ખુશ ન હોત. દરેક ટીમને હોમ એડ્વાન્ટેજ મળવું જોઈએ, તેનાથી ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બને છે.“
CABની કાર્યવાહી
આ ટીપ્પણીઓથી નારાજ CABએ BCCIને એક પત્ર મોકલીને માંગ કરી છે કે હર્ષા ભોગલે અને સાઈમન ડૂલને ઈડન ગાર્ડન્સના મેચમાં કોમેન્ટ્રી ન કરવા દેવી જોઈએ. CABનું કહેવું છે કે બંનેએ પિચ ક્યુરેટર સુજાન મુખર્જી સામે ગેરવાજબી ટીકા કરી છે.
હવે જોવું રહ્યું કે BCCI શું નિર્ણય લે છે. શું બંને દિગ્ગજોને ખરેખર બેન કરવામાં આવશે? કે પછી મામલો શાંત કરી દેવામાં આવશે?
CRICKET
Virender Sehwag: IPL નહીં હોલિડે? મેક્સવેલ અને લિવિંગસ્ટોન પર સહવાગે લગાવ્યા ગંભીર આક્ષેપ.
Virender Sehwag: IPL નહીં હોલિડે? મેક્સવેલ અને લિવિંગસ્ટોન પર સહવાગે લગાવ્યા ગંભીર આક્ષેપ.
IPL 2025: IPL 2025 દરમિયાન ભારતના પૂર્વ ઓપનર Virender Sehwag ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર Glenn Maxwell ને લઇને મોટું નિવેદન આપ્યું છે. બંને વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ રહી છે.
વિરेंદ્ર સહવાગ અને ગ્લેન મેક્સવેલ વચ્ચેના તણાવની ચર્ચા સમયાંતરે સામે આવતી રહી છે. કહેવાય છે કે બંને વચ્ચેના સંબંધો ત્યારે બગડ્યા હતા જ્યારે સહવાગ પંજાબ કિંગ્સના મેન્ટર હતા અને મેક્સવેલ ટીમના કેપ્ટન. હવે ફરી એકવાર સહવાગે વિદેશી ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક વિદેશી ખેલાડીઓ માત્ર ભારતે ફરવા આવે છે અને IPLને એક હોલિડેઇ ટ્રિપ સમજે છે. તેમના આ નિવેદન બાદ ચરચાનો માહોલ બન્યો છે.
Virender Sehwag એ Glenn Maxwell ને ઘેર્યા
ચર્ચા દરમિયાન સહવાગે કહ્યું, “મને લાગે છે કે ગ્લેન મેક્સવેલ અને લિયમ લિવિંગસ્ટોનમાં હવે રમતની ભૂખ જ બાકી નથી. તેઓ અહીં છૂટ્ઠી મનાવવા આવે છે અને મજા કરીને પરત જઈ જાય છે. તેમની અંદર ટીમ માટે જિજ્ઞાસા અને લડાયક ભાવ હવે દેખાતી નથી. માત્ર જીતની વાત કરે છે, પણ પ્રદર્શન નબળું રહે છે.”
આગળ વધતા સહવાગે કહ્યું કે, “મેં ઘણા વિદેશી ખેલાડીઓ સાથે કામ કર્યું છે જેમને ટૂર્નામેન્ટ જીતવાની સાચી ઇચ્છા હતી. પરંતુ મેક્સવેલ અને લિવિંગસ્ટોનમાં એ ભૂખ દેખાતી નથી.” તેમણે ડેવિડ મિલરનું ઉદાહરણ આપીને કહ્યું, “પંજાબ કિંગ્સના નેટ સેશન દરમિયાન મિલર સ્પિન બોલિંગ સામે તૈયારી માટે ટર્નિંગ પિચ બનાવવામાં પણ મદદ કરતાં. એ પોતાની રમત સુધારવા સતત મહેનત કરતા.”
અગાઉ પણ કહી ચૂક્યા છે દારુબાજ
વિરન્દ્ર સહવાગ અગાઉ પણ ગ્લેન મેક્સવેલ વિશે તીખા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે. એક વખત તેમણે મેક્સવેલને ‘10 કરોડની ચિયરલીડર’ કહીને કટાક્ષ કર્યો હતો. એટલું જ નહીં, 2020માં તેમણે મેક્સવેલ પર દારૂની આદત અને ગોલ્ફ પર વધારે ધ્યાન આપવાનો આરોપ મૂક્યો હતો.
CRICKET
Rishabh Pant ને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં મોટો લાભ, ગ્રેડ-Aમાં થયો પ્રમોશન!
Rishabh Pant ને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં મોટો લાભ, ગ્રેડ-Aમાં થયો પ્રમોશન!
BCCI દ્વારા 2024-25 માટેનો નવો સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સૂચિમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓને તક અપાઈ છે, તો કેટલાક સ્ટાર ખેલાડીઓની લિસ્ટમાં ફરી વાપસી થઈ છે. પરંતુ આ વખતે સૌથી મોટો ફાયદો માત્ર એક ખેલાડી – Rishabh Pant ને થયો છે.
ગ્રેડ-B માંથી ગ્રેડ-A સુધીનો સફર
ઋષભ પંતને આ વર્ષે BCCI દ્વારા ગ્રેડ-B માંથી ગ્રેડ-A માં પ્રમોશન અપાયું છે. ગયા વર્ષે પંતને ગ્રેડ-B હેઠળ 3 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે હવે ગ્રેડ-Aમાં પ્રમોશન મળવાથી તેમને 5 કરોડ રૂપિયા મળશે. એટલે કે તેમની વેતનમાં 2 કરોડ રૂપિયાનું વધું થવા જઈ રહ્યું છે.
ગ્રેડ-Aમાં કોણ કોણ છે?
આ વર્ષે ગ્રેડ-Aમાં પંત સિવાય મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અને મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દમદાર બેટિંગ માટે જાણીતું નામ
ઋષભ પંતને ભારતના શ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેનમાં ગણવામાં આવે છે. તેઓ તેમની ધડાકેદાર બેટિંગ માટે જાણીતા છે અને અવારનવાર ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવી ચૂક્યા છે.
અત્યારે સુધી તેઓએ 43 ટેસ્ટ મેચમાં 2948 રન, ODIમાં 871 રન, અને 76 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1209 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેઓએ કુલ 7 સદી ફટકારી છે.
ટાઇટલ વિજેતા ટીમના સભ્ય
ઋષભ પંત T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ્સમાં પણ તેમનું પ્રદર્શન ઉલ્લેખનીય રહ્યું છે, જેના કારણે તેમને ગ્રેડ-Aમાં પ્રમોશન મળ્યું હોવાનું માનવામાં આવે છે.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET6 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET6 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET6 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET6 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET6 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.
-
CRICKET6 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન