CRICKET
કેવિન પીટરસને ટોચની 5 ટીમો પસંદ કરી જે આ વખતે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકે છે, નંબર વન પર છે એક ચોંકાવનારું નામ
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર એવી 5 ટીમોના નામ જાહેર કર્યા છે. પીટરસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી અને આવી 5 ટીમો પસંદ કરી જે આ વખતે વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. પીટરસને લખ્યું, “ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ દક્ષિણ આફ્રિકા ODI વર્લ્ડ કપ જીતવાની દાવેદાર બની ગઈ છે.. ક્લાસેન ટીમનો મહત્વનો ખેલાડી હશે. એશિયા કપમાં જીત સાથે ભારત પણ પ્રબળ દાવેદાર છે. હોમ ગ્રાઉન્ડ. પાકિસ્તાન હંમેશાથી ખતરો રહ્યો છે. અને રહેશે. ફેવરિટ ટેગની બાબતમાં ઈંગ્લેન્ડ ભારતની નીચે છે અને ઓસ્ટ્રેલિયા પણ આ યાદીમાં સામેલ છે પરંતુ તે બધાથી નીચે છે.”
તેનો અર્થ એ છે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીના મતે આ વર્લ્ડ કપમાં સૌથી આશ્ચર્યજનક ટીમ દક્ષિણ આફ્રિકા હોઈ શકે છે. હકીકતમાં, હાલમાં જ દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 5 મેચની ODI શ્રેણી 3-2થી જીતવામાં સફળ રહી છે. આટલું જ નહીં, આ ODI શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ODIમાં 416 રન બનાવીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. આ જ કારણ છે કે પીટરસને આ વખતે આફ્રિકન ટીમને ‘ડાર્ક હોર્સ’ તરીકે પસંદ કરી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ટીમ એક વખત પણ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. દરેક વખતે ટીમ વર્લ્ડ કપમાં ‘ચોકર્સ’ બનીને રહે છે. હવે જોવાનું એ રહે છે કે આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં કેવું પ્રદર્શન કરે છે.
South Africa become contenders for the CWC after their win against Aus. Klaasen is the major asset.
India favourites at home with Asia Cup win.
Pakistan is always a threat. ALWAYS!
England sitting just under India, in terms of favourites tag.
And Australia, well they’ll be…— Kevin Pietersen🦏 (@KP24) September 18, 2023
તે જ સમયે, પીટરસને ભારત અને પાકિસ્તાનને વર્લ્ડ કપ ટાઇટલ (વર્લ્ડ કપ 2023) માટે પ્રબળ દાવેદાર તરીકે પણ ગણાવ્યા છે. આ વખતે વર્લ્ડકપ ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ નિશ્ચિતપણે ઘરઆંગણે ખિતાબ બચાવવા માંગશે. છેલ્લા 3 વર્લ્ડ કપની વિજેતા ટીમ એ જ રહી છે જે યજમાન રહી છે. 2019માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાયો હતો જેમાં ઈંગ્લિશ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 2015માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમાયો હતો જે ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ પછી 2011માં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સંયુક્ત રીતે વર્લ્ડ કપ રમાયો હતો.
આ સિવાય પૂર્વ ઇંગ્લિશ ખેલાડીએ પણ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ ટાઇટલ માટે દાવેદાર માનવામાં આવે છે. પીટરસને વર્લ્ડ કપ જીતવાના દાવેદાર તરીકે સાઉથ આફ્રિકાને ટોપ 4માં નંબર વન, ભારતને નંબર બે, પાકિસ્તાનને ત્રીજા નંબરે અને પાકિસ્તાનને ચોથા નંબરે રાખ્યું છે, આ સિવાય પીટરસને ઓસ્ટ્રેલિયાને 5માં નંબરે રાખ્યું છે.
CRICKET
Harshit Rana નો ‘નિયમવિરોધી’ કોન્ટ્રેક્ટ – શું છે BCCIનું લોજિક
Harshit Rana નો ‘નિયમવિરોધી’ કોન્ટ્રેક્ટ – શું છે BCCIનું લોજિક.
BCCI દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આમાંથી 33 ખેલાડીઓ BCCIના નક્કી કરેલા નિયમો પ્રમાણે કોન્ટ્રેક્ટ માટે યોગ્ય હતા. પરંતુ એક ખેલાડી, Harshit Rana, એવા છે જેમણે આ નિયમો પૂરા ન કર્યા હોવા છતાં તેમને પણ કોન્ટ્રેક્ટ મળી ગયો છે. આ શા માટે થયું?
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટના નિયમો
BCCIના કોન્ટ્રેક્ટ માટે યોગ્ય ઠરવા માટે ખેલાડીએ નીચે મુજબના ત્રણ પૈકી કોઈપણ એક માપદંડ પૂરો કરવો ફરજિયાત છે:
- ઓછામાં ઓછા 3 ટેસ્ટ મેચ રમેલા હોય,
- અથવા 8 વનડે,
- અથવા 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ.
તો Harshit Rana ને કઈ રીતે મળ્યો કોન્ટ્રેક્ટ?
હર્ષિત રાણા અત્યાર સુધી:
- 2 ટેસ્ટ,
- 5 વનડે,
- અને 1 ટી20આઈ મેચ રમ્યા છે.
આ પ્રમાણે તેઓ કોઈપણ એક પણ નિયમ પૂરો કરતા નથી. પરંતુ BCCIના અંદરનાં નિયમ પ્રમાણે 3 વનડે = 1 ટેસ્ટ માનવામાં આવે છે. આ મુજબ હર્ષિતના મેચ “3 ટેસ્ટ” સમાન ગણવામાં આવ્યા અને તેથી તેમને ગ્રેડ Cમાં સામેલ કરાયા.
બીજું કારણ – ભવિષ્યની શક્યતાઓ
હર્ષિત રાણાને C ગ્રેડમાં સ્થાન મળ્યું છે, જેના હેઠળ તેમને BCCI તરફથી વાર્ષિક ₹1 કરોડ મળશે. BCCIનું નવું સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ 1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025 સુધી માન્ય છે. હર્ષિત માટે હજુ પૂરું વર્ષ બાકી હોવાથી તેઓ આગળ પણ ઘણા મેચ રમી શકે છે. એટલે BCCIએ ભવિષ્યની શક્યતાઓ અને હર્ષિતના સમર્થનક્ષમ પ્રદર્શનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હોય તેવી શક્યતા છે.
Harshit Rana નું પ્રદર્શન
- 2 ટેસ્ટ: 4 વિકેટ
- 5 વનડે: 10 વિકેટ
- 1 T20I: 3 વિકેટ
ત્રણે ફોર્મેટ રમી ચૂકેલા હર્ષિતને કદાચ તેમના ઑલરાઉન્ડ અનુભવને ધ્યાનમાં રાખી BCCIએ તક આપી છે.
CRICKET
BCCI એ 5 દિગ્ગજોને કોન્ટ્રેક્ટમાંથી કાઢ્યા, શાર્દુલ ઠાકુરનો પણ અંત
BCCI એ 5 દિગ્ગજોને કોન્ટ્રેક્ટમાંથી કાઢ્યા, શાર્દુલ ઠાકુરનો પણ અંત.
ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI) એ 2025 માટેનો સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ જાહેર કરી દીધો છે. જ્યાં ઘણા યુવા ખેલાડીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે, ત્યાં જ કેટલાક અનુભવીઓ માટે દુઃખદ સમાચાર છે. BCCIએ આ વખતે 5 ખેલાડીઓને કોન્ટ્રેક્ટમાંથી બહારનું માર્ગ બતાવ્યું છે. સૌથી મોટું અને આશ્ચર્યજનક નામ છે શાર્દુલ ઠાકુરનું.
1. Shardul Thakur
શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યા છે. તેમને આ વખતે પણ કોન્ટ્રેક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા હતા અને અન્ય તાજેતરના ટૂર્નામેન્ટ્સમાં પણ તેઓનો સમાવેશ થયો ન હતો.
2. Jitesh Sharma
વિકેટકીપર-બેટ્સમેન જેટેશ શર્મા પણ આ વખતના કોન્ટ્રેક્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમને છેલ્લે જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામેના T20 મેચમાં તક મળી હતી જેમાં તેઓ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા.
3. KS Bharat
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે ઓળખ પામેલા કે.એસ. ભારતને પણ આ વખતે કોન્ટ્રેક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે છેલ્લો ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો જેમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
4. R Ashwin
અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેવાના કારણે આર. અશ્વિનનું નામ પણ કોન્ટ્રેક્ટમાંથી હટાવવામાં આવ્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી.
5. Avesh Khan
ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ આ વખતના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સ્થાન મળ્યું નથી. તેઓ છેલ્લે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યા હતા જ્યાં તેમનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર નહોતું. તેઓએ છેલ્લો વનડે 2023માં રમ્યો હતો.
CRICKET
BCCI Contract: કોહલી-રોહિતને A+ ગ્રેડ, ઈશાન-અય્યરની વાપસી – જાણો કોને કેટલી મળશે કમાણી.
BCCI Contract: કોહલી-રોહિતને A+ ગ્રેડ, ઈશાન-અય્યરની વાપસી – જાણો કોને કેટલી મળશે કમાણી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. કોહલી, રોહિત અને બુમરાહ જેવી જાણીતી નામો પોતાના જૂના ગ્રેડમાં જ યથાવત્ છે, જયારે કેટલાક યુવા ખેલાડીઓને પહેલી વાર સમાવેશ મળ્યો છે. આવો જાણીએ કોણ કઈ કેટેગરીમાં છે અને કેટલાં રૂપિયા મળશે.
કેવી રીતે વહેંચાય છે રકમ?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ચાર કેટેગરીમાં વહેંચાય છે:
- ગ્રેડ A+: ₹7 કરોડ વર્ષવાર
- ગ્રેડ A: ₹5 કરોડ
- ગ્રેડ B: ₹3 કરોડ
- ગ્રેડ C: ₹1 કરોડ
કોઈપણ ખેલાડીને કોન્ટ્રાક્ટ માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 3 ટેસ્ટ, 8 વનડે કે 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી જ પડે છે.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2025 – સંપૂર્ણ સૂચિ
ગ્રેડ A+
- રોહિત શર્મા
- વિરાટ કોહલી
- જસપ્રીત બુમરાહ
- રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A
- મોહમ્મદ સિરાજ
- કે.એલ. રાહુલ
- શુભમન ગિલ
- હાર્દિક પંડ્યા
- મોહમ્મદ શમી
- ઋષભ પંત (ગ્રેડ Bમાંથી પ્રમોશન મળ્યું)
View this post on Instagram
ગ્રેડ B
- સુર્યકુમાર યાદવ
- કુલદીપ યાદવ
- અક્ષર પટેલ
- યશસ્વી જયસ્વાલ
- શ્રેયસ અય્યર (ફરીથી કોન્ટ્રાક્ટમાં પરત આવ્યા)
ગ્રેડ C
- રિંકૂ સિંહ
- તિલક વર્મા
- રુતુરાજ ગાયકવાડ
- શિવમ દુબે
- રવિ બિષ્ણોઇ
- વોશિંગ્ટન સુંદર
- મુકેશ કુમાર
- સંજુ સેમસન
- અર્ષદિપ સિંહ
- પ્રસિદ્ધ કૃષ્ણા
- રજત પાટીદાર
- ધ્રુવ જુરેલ
- સરફરાઝ ખાન
- નિતીશ કુમાર રેડ્ડી
- ઈશાન કિશન (ફરીથી પસંદગી મળી)
- અભિષેક શર્મા
- આકાશદીપ
- વરુણ ચક્રવર્તી
- હર્ષિત રાણા
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET6 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET6 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET6 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET6 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET6 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.
-
CRICKET6 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન