CRICKET
IND vs AUS: PM મોદીની ક્રિકેટ ડીપ્લોમેટીક , ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટેસ્ટ મેચ જોઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ મેચ જોવા સ્ટેડિયમમાં છે. ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી બંને એકસાથે મેચની મજા માણશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દોઢ કલાક રોકાશે અને ખેલાડીઓને પણ મળશે. ટીમના કેપ્ટન રોહિત શર્માને બંને દેશોના વડાપ્રધાન એકસાથે મેચ જોવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘તેનું ધ્યાન પ્રદર્શન પર છે. બંને દેશોના વડાપ્રધાનો આવી રહ્યા છે. તે રોમાંચક હશે, પરંતુ ખેલાડીઓનું ધ્યાન રમત પર રહેશે. અમે આ ટેસ્ટ જીતવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમદાવાદમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય ટીમને બોલિંગ સોંપી છે. મોટા નિર્ણયો લેતા રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી છે. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ જે પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતાર્યું છે તેના પર એક નજર કરીએ.
ઓપનર
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા શુભમન ગિલ સાથે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે. રોહિત શર્મા વર્તમાન બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ 207 રન બનાવનાર બેટ્સમેન છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ઘણી સારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાસે આ મેદાન પર બેવડી સદી ફટકારવાની તક છે. રોહિત શર્માએ નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને 120 રનની ઇનિંગ રમી હતી. જો કે આ ટેસ્ટ મેચ બાદ તે અડધી સદી માટે પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.
મધ્યમ ક્રમ
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ મેચમાં બેટ્સમેન ચેતેશ્વર પૂજારા નંબર 3 પર બેટિંગ કરશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરશે. શ્રેયસ અય્યર 5માં નંબર પર બેટિંગ કરશે. કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરશે, જે બોલની સાથે સાથે બેટથી ટીમ ઈન્ડિયાને મજબૂત કરશે. વિશેષજ્ઞ વિકેટકીપર કેએસ ભરત 7મા નંબરે બેટિંગ કરશે. કેપ્ટન રોહિત શર્માએ કેએસ ભરત પર વિશ્વાસ દર્શાવ્યો છે
ઓલરાઉન્ડર અને સ્પિનર
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાને બોલની સાથે સાથે બેટથી પણ મજબૂત કરશે. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની સાથે રવીન્દ્ર જાડેજા પણ સ્પિન બોલિંગ કરશે ત્યારે આ ત્રણેય ઘાતક સ્પિનરો ઓસ્ટ્રેલિયાની ટીમનો નાશ કરશે. રવિચંદ્રન અશ્વિને ભારત માટે 91 ટેસ્ટ મેચમાં 467 વિકેટ લીધી છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ 91 ટેસ્ટ મેચમાં 3122 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 13 અડધી સદી સામેલ છે. કેપ્ટન રોહિત શર્માએ ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો છે.
ઝડપી બોલર
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ઝડપી બોલર તરીકે ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. રોહિત શર્માએ મોહમ્મદ સિરાજ અને જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યા છે.
ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતનો પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
CRICKET
IPL 2025: પ્લેઓફની રેસમાં ટકી રહેવા CSKનો પ્લાન B, મુકાબલા પહેલા ત્રણ મોટા નિર્ણય
IPL 2025: પ્લેઓફની રેસમાં ટકી રહેવા CSKનો પ્લાન B, મુકાબલા પહેલા ત્રણ મોટા નિર્ણય.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે જીત સાથે થઈ હતી, પરંતુ ત્યારબાદ ટીમે સતત ચાર મેચમાં પરાજયનો સામનો કર્યો છે. પાંચ વખતની ચેમ્પિયન CSK આ સિઝનમાં એ પ્રકારના ખેલ સાથે નહી રમી જેવું તે પોતાના શાનદાર ઈતિહાસ માટે જાણીતી છે. ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ – ત્રણેય વિભાગોમાં નબળાઈ જોવા મળી છે.
હાલની સ્થિતિમાં ટીમ રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે જેવા કેટલાંક ખેલાડીઓ પર ખૂબ આધાર રાખતી જોવા મળી રહી છે. કેટલાક ખેલાડીઓને સતત તક મળતાં છતાં તેઓ ધારદાર પ્રદર્શન આપી શક્યા નથી. CSK હવે પોતાનું આગામી મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મુકાબલો જીતવો ખૂબ જ આવશ્યક છે. માટે ટીમે પોતાની પ્લેઇંગ XIમાં કેટલાક મહત્વના ફેરફારો કરવાની જરૂર છે. આવો જાણી લઈએ એવા 3 ફેરફારો જે CSK KKR સામે કરી શકે છે.
1. Mukesh Chaudhary ની જગ્યા Gurjapan Singh ને મળી શકે છે તક.
મુકેશ ચૌધરી આ સિઝનમાં અત્યાર સુધી અસરકારક દેખાયા નથી. નવા બોલથી તેમને વિકેટ મળતા નથી અને તેમની લય પણ ખોરવાઈ ગઈ છે. એવું શક્ય છે કે CSK આગામી મેચ માટે તેમને બહાર રાખે. ટીમ પાસે ગુરજપનીત સિંહ જેવા વિકલ્પ છે, જેમણે આ સિઝન શરૂ થવાની પહેલા તામિલનાડુ માટે સારો દેખાવ કર્યો હતો. ગુરજપનીત પણ ડાબી બાજુથી બોલિંગ કરતા પેસર છે અને તેઓ મુકેશની જગ્યા સીધી લઈ શકે છે.
2. Ashwin ની જગ્યા Shreyas Gopal ને આપી શકાય.
CSKએ આ સીઝનના મેગા ઓક્શનમાં રવિચંદ્રન અશ્વિનને ₹9.75 કરોડમાં ખરીદ્યા હતા, પરંતુ અશ્વિન પોતાને મળેલી આશાઓ પર ખરા ઉતરી શક્યા નથી. તેમ છતાં પાંચ વિકેટ મેળવી હોવા છતાં તેઓ ખૂબ મોંઘા સાબિત થયા છે. આ પરિસ્થિતિમાં ચેન્નાઈ શ્રેયસ ગોપાલને તક આપી શકે છે, જે મધ્યના ઓવર્સમાં વિકેટ લેનારા બોલર તરીકે જાણીતા છે. તેઓ નૂર અહમદ સાથે મળીને એક મજબૂત સ્પિન જોડીને ઊભી કરી શકે છે, જે ટીમ માટે ફાયદાકારક બની શકે છે.
Taking the positives and moving ahead! #PBKSvCSK #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/2qKVRWj5hZ
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2025
3. Vijay Shankar ની જગ્યાએ Sheikh Rashid ને મળી શકે છે તક.
હાલમાં CSKએ વિજય શંકરને દીપક હૂડાની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેઓ પણ મોટા ઇમ્પ્રેશન છોડી શક્યા નથી. તેમણે દિલ્હી કેપિટલ્સ સામે અર્ધશતક તો જમાવ્યું હતું, પણ તે ઇનિંગ બહુ ધીમી રહી હતી. જેથી CSK તેમનો વિકલ્પ શોધી રહી છે. 20 વર્ષીય યુવા ખેલાડી શેખ રશિદ જે 2022ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર દેખાવ કરી ચૂક્યા છે, તેમનો પ્લેઇંગ XIમાં સમાવેશ કરવો ટીમ માટે સારી પસંદગી સાબિત થઈ શકે છે. તેઓ મિડલ ઓર્ડર માટે સ્થિરતા સાથે ઝડપ પણ આપી શકે છે.
CRICKET
CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?
CSK vs KKR: ચેપોકની પિચ પર કોણ કરશે રાજ – બેટ્સમેન કે બોલર્સ?
આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શરુઆત બહુ મોટી રહી નથી. ટીમે અત્યાર સુધી રમેલા પાંચમાંથી ચાર મુકાબલામાં હારનો સામનો કર્યો છે. છેલ્લા મેચમાં ચેન્નઈને પંજાબ કિંગ્સ સામે હારવાનો વારો આવ્યો હતો.
અત્યાર સુધી ચેન્નઈના Opening બેટ્સમેન રચિન રવિન્દ્રે સારો સ્ટાર્ટ તો આપ્યો છે, પણ લાંબી ઇનિંગ રમી શક્યા નથી. બીજી તરફ ડેવોન કોનવે 49 બોલમાં 69 રન બનાવીને ફોર્મમાં દેખાયા હતા. શિવમ દુબેએ પણ 42 રન ફટકાર્યા અને ધોનીએ 12 બોલમાં 27 રન સાથે ફિનિશિંગનો જલવો બતાવ્યો હતો. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઈડર્સના બેટ્સમેનોએ મજબૂત પ્રદર્શન કર્યું છે, જોકે બાઉલર્સે કેટલીક મેચોમાં નિરાશ કર્યા છે.
Chepauk ની pitch કેવો વલણ દેખાડી શકે?
આ મુકાબલો ચેપોક (એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ), ચેન્નઈમાં રમાશે. આ પિચ પર પરંપરાગત રીતે સ્પિન બોલર્સને મદદ મળતી રહે છે. પરંતુ આ સીઝનમાં ચેપોકની પિચ પર બેટ્સમેનોએ વધારે રાજ કર્યો છે. દિલ્હી અને ચેન્નઈ વચ્ચેના મેચમાં દિલ્હીએ 183 રન બનાવ્યા હતા, જ્યારે આરસિબીએ 196 રન ઠોકી નાખ્યા હતા.
એવામાં, 2025ની આઈપીએલ સિઝનમાં ચેપોકના મેદાન પર ફટાકડાની બેટિંગ જોવા મળી છે. ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ થઈ છે.
આંકડા શું કહે છે?
ચેપોક સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 88 IPL મેચ રમાઈ છે, જેમાં 51 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે, જ્યારે 37 મેચમાં રનનો પીછો કરનાર ટીમે વિજય નોંધાવ્યો છે. એટલે કે, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય અહીં વધુ અસરકારક રહ્યો છે.
The hardest challenges require the strongest wills! 💪🏻#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/tVfrGMqirW
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
ચેપોકમાં પ્રથમ ઇનિંગ્સનો ઔસત સ્કોર 164 છે. આ મેદાન પર હાઇએસ્ટ સ્કોર ચેન્નઈ સુપર કિંગ્સે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે 246/5 બનાવ્યો હતો.
CRICKET
Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર
Harry Brook નો મોટો નિર્ણય: IPLના કરોડો રૂપિયા છોડી દેશસેવા માટે તત્પર.
ઇંગ્લેન્ડના નવા વ્હાઈટ બૉલ કપ્તાન Harry Brook પોતાની નવી જવાબદારીને મહત્વ આપતાં ફ્રેંચાઇઝી ક્રિકેટથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બ્રૂકે કહ્યું કે તેઓ હાલમાં પોતાની નવી ભૂમિકા સાથે જાતે જ ઊંડે જોડાઈ રહ્યાં છે અને તેથી ફ્રેંચાઇઝી લીગમાંથી અંતર લેવું યોગ્ય માન્યું.
IPLમાં નહીં રમવાનું બીજી વાર નક્કી કર્યું
“ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવું દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડીને સપનાની જેમ લાગે છે. ઘણા ખેલાડીઓ તો પોતાના દેશને બાજુએ રાખીને માત્ર પૈસાની લાલચમાં ભારતમાં IPL રમવા માટે આવી જાય છે. પરંતુ હેરી બ્રૂકે દેશ માટે રમતને પ્રથમ પ્રાથમિકતા આપી છે. તેમને IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સે ₹6.25 કરોડમાં ખરીદ્યા હતા, છતાં પણ તેઓએ સતત બીજા વર્ષે પણ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.”
ECB એ Harry Brook ને નવા વ્હાઈટ-બૉલ કપ્તાન તરીકે નિયુક્ત કર્યો
7 એપ્રિલ, 2025ના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ હેરી બ્રૂકને વનડે અને ટી20 ટીમનો નવો કપ્તાન ઘોષિત કર્યો. તેમણે જૉસ બટલરની જગ્યા લીધી છે, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડના જલદી બહાર થઈ જવાથી બાદમાં કપ્તાની છોડીને પછાતી લીધી હતી.
દેશ માટે રમવું જ મારી પ્રથમ પ્રાથમિકતા.
બ્રૂકે કહ્યું: “હું ઇંગ્લેન્ડ માટે રમવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. જો તેની માટે મને ફ્રેંચાઇઝી ક્રિકેટથી દૂર રહેવું પડે તો હું તૈયાર છું. દેશ માટે રમવું જ મારી પહેલી પસંદગી છે.”
IPLમાંથી નામ પાછું ખેંચતા બે વર્ષનો પ્રતિબંધ
BCCIએ બ્રૂક પર પગલાં લેતાં આખરી પળે નામ પાછું ખેંચવાને કારણે બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. નવા નિયમ મુજબ, હવે બ્રૂક આગામી બે વર્ષે IPLની હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
ટીમ મૅનેજમેન્ટ અને આગલી પરીક્ષાઓ
- બ્રૂકનું કહેવું છે કે તેઓ હજુ પણ ફ્રેંચાઇઝી ક્રિકેટને પૂરી રીતે છોડ્યું નથી.
- પણ હાલ તેઓ RCB કે બીજી કોઈ લીગમાં નહીં રમે.
- T20 વર્લ્ડ કપ 2026, જે ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાની હેઠળ યોજાવાનો છે, એમાં બ્રૂકની આગલી મોટિ કસોટી રહેશે.
- તેઓ અગાઉ U-19 વર્લ્ડ કપ 2018માં પણ ઇંગ્લેન્ડના કપ્તાન રહી ચૂક્યા છે.
એશિઝ માટે ખાસ ફોકસ
હેરી બ્રૂક હાલમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પણ મહત્વપૂર્ણ હિસ્સો અને ઉપકપ્તાન છે. તેઓનું કહેવું છે કે: “મારે લાગે છે કે એશિઝ જીતવી, T20 વર્લ્ડ કપ જીતવાને કરતા વધુ મહત્વપૂર્ણ છે. એશિઝ મારા માટે હજી પણ ક્રિકેટનું શિખર છે.”
Harry Brook ના આંકડા (જણ્યુઆરી 2022 પછીથી):
- ODI: 26 મેચ, સરેરાશ 34, કુલ 816 રન (શ્રેષ્ઠ: 110)
- T20I: 44 મેચ, શ્રેષ્ઠ સ્કોર 81
- 2022 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય
- 2024માં ઓસ્ટ્રેલિયા સામે ODI સીરીઝ દરમિયાન કપ્તાની કરી હતી
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ