CRICKET
Harmanpreet Kaur હર્મનપ્રીત કૌરનો મેદાન પર ગુસ્સો પડ્યો ભારે, અમ્પાયર સાથે વિવાદના કારણે દંડ ફટકારાયો!
Harmanpreet Kaur નો મેદાન પર ગુસ્સો પડ્યો ભારે, અમ્પાયર સાથે વિવાદના કારણે દંડ ફટકારાયો!
મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન Harmanpreet Kaur પર મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 દરમ્યાન અમ્પાયરના નિર્ણય પર અસંતુષ્ટ થવાને કારણે તેમની મેચ ફીનો 10% દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના યુપી વોરિયર્સ સામેના મુકાબલા દરમિયાન બની હતી, જ્યાં હર્મનપ્રીતને અમ્પાયર સાથે વાદ-વિવાદ કરતાં જોવામાં આવી હતી.
અમ્પાયર સાથે વિવાદ પડ્યો ભારે
આ વિવાદ યુપી વોરિયર્સની ઇનિંગના 19મા ઓવરમાં થયો હતો, જયારે અમ્પાયર અજિતેષ અર્ગલે હર્મનપ્રીતને જણાવ્યુ કે ધીમી ઓવર રેટને કારણે છેલ્લી ઓવરમાં ફક્ત ત્રણ ફિલ્ડરો સર્કલની બહાર રાખી શકશે. આ નિર્ણયથી નારાજ હર્મનપ્રીતે અમ્પાયર સાથે વાદ-વિવાદ કર્યો, જેમાં તેમની સાથી ખેલાડી એમિલિયા કેર પણ સામેલ થઇ હતી.
#WATCH | WPL 2025: Harmanpreet Kaur Fined for Dissent
MI skipper Harmanpreet Kaur caught in a heated exchange with umpire Ajitesh Argal & Sophie Ecclestone after MI was penalized for a slow over rate!
She has been fined 10% of her match fees for dissent.
Read More:… pic.twitter.com/RpFW0Hdf46
— Benefit News (@BenefitNews24) March 7, 2025
WPLના નિવેદન અનુસાર, “હર્મનપ્રીત કૌરે ધારા 2.8 હેઠળ લેવલ-1ના ગુનાને સ્વીકાર્યો છે, જે અમ્પાયરના નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવાને લગતું છે. લેવલ-1ના ગુનામાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે.”
Sophie Ecclestone સાથે પણ થયો વિવાદ
Harmanpreet Kaur નો વિવાદ ફક્ત અમ્પાયર સુધી સીમિત નહોતો, પરંતુ યુપી વોરિયર્સની ખેલાડી સોફી એક્લેસ્ટોન સાથે પણ થઇ ગયો હતો. જયારે અમ્પાયર સાથે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ઈંગ્લેન્ડની ક્રિકેટર સોફી એક્લેસ્ટોન પણ તેમાં જોડાવા લાગી, જેના પર હર્મનપ્રીતે તેને અલગ રહેવાનું સંકેત આપ્યું. મામલો વધુ ઉગ્ર બનતા સ્ક્વેર લેગ અમ્પાયર એન જનાની અને યુપીની કેપ્ટન દીપ્તિ શર્માને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો.
Mumbai Indians ની મહત્વપૂર્ણ જીત
મેચમાં યુપી વોરિયર્સે પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. જો કે, મુંબઇ ઇન્ડિયન્સે એમિલિયા કેર (5/38)ની શાનદાર બોલિંગ અને હેલી મેથ્યુઝ (2/25 અને 68 રન)ના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે 18.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.
અંક પત્રકમાં મુંબઇ બીજા સ્થાને, યુપીની સ્થિતિ ખરાબ
આ જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સે 6માંથી 4 મુકાબલા જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, યુપી વોરિયર્સની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ છે. 7માંથી ફક્ત 2 મેચ જીતનારી આ ટીમ 4 પોઈન્ટ સાથે છેલ્લે સ્થાન પર પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે પહેલાથી જ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.
CRICKET
IPL 2025: આકાશ ચોપરાએ પસંદ કરી મુંબઈ ઈન્ડિયન્સની શ્રેષ્ઠ પ્લેઇંગ 11.
IPL 2025: આકાશ ચોપરાએ પસંદ કરી મુંબઈ ઈન્ડિયન્સની શ્રેષ્ઠ પ્લેઇંગ 11.
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં પોતાનો અભિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શરૂ કરશે. Aakash Chopra એ મુંબઈની શ્રેષ્ઠ પ્લેઇંગ 11 પસંદ કરી છે.
IPL 2025ની ગણતરીની ઘડીઓ શરૂ થઈ ગઈ છે. 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગના 18મા સિઝનનો શંકૂઘન આરંભ થવાનો છે. ટૂર્નામેન્ટના ઉદઘાટન મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. છેલ્લા સિઝનમાં અંતિમ ક્રમે રહી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર છે.
How far can Mumbai go in #IPL2025? Are they the strongest batting unit in the league this season?
I preview them in this morning’s #AakashVani: https://t.co/ZStQBm7OCX pic.twitter.com/xskP5yC6U2
— Aakash Chopra (@cricketaakash) March 15, 2025
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ પેપર પર ખુબ જ મજબૂત દેખાઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમમાં આ વખતે સ્ટાર ખેલાડીઓનો ભંડાર છે. આવામાં, ટીમ કોને શ્રેષ્ઠ 11માં સ્થાન આપશે તે જોવાનું રસપ્રદ રહેશે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મુંબઈની શ્રેષ્ઠ પ્લેઇંગ 11 પસંદ કરી છે.
Aakash Chopra એ પસંદ કરી મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ 11
Aakash Chopra એ પોતાના યુટ્યુબ ચેનલ પર વાત કરતાં કહ્યું, “મુંબઈ ઈન્ડિયન્સ એટલી મજબૂત છે કે તેમને 11માંથી 12 ખેલાડીઓ પસંદ કરવામાં મુશ્કેલી થશે. તેમની પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે. રોહિત શર્માથી શરુ કરો, જેમનું સાથ રાયન રીકેલ્ટન કે પછી વિલ જેક્સમાંનો કોઈ એક દેશે. આ બેવડી જોડીને જોવાની મજા આવશે. ત્યારબાદ, સુર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા હશે. તેમ છતાં પણ નમન ધીર જેવી વિકલ્પો બાકાત રહી જશે.
મુંબઈની ગહનતા ગજબની છે. જો તમે તેમની બોલિંગ લાઈનઅપ જુઓ, તો ટીમ પાસે દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ છે. વાનખેડેની પિચ પર પાવરપ્લેમાં આ કરતાં શ્રેષ્ઠ ત્રિપુટી બીજું ક્યાં મળશે? સ્પિન વિભાગની વાત કરીએ તો મિચેલ સેન્ટનર અને મુજીબ ઉર રહમાન જેવા વિકલ્પો પણ છે. એટલે કે, મુંબઈના ટોપ-12 ખેલાડીઓ ખૂબ જ મજબૂત છે.”
Bumrah-Hardik નહીં રમે પહેલો મુકાબલો
મુંબઈ ઈન્ડિયન્સ માટે જસપ્રિત બુમરાહ શરુઆતી મેચોમાં નહીં રમે. બુમરાહ હજી ઈજાથી સાજા થઈ રહ્યા છે. એ જ સમયે, હાર્દિક પંડ્યા પણ પહેલા મેચમાં ઉપલબ્ધ નહીં હોય. હાર્દિકને ધીમા ઓવર રેટ માટે એક મેચનો પ્રતિબંધ મળ્યો છે. IPL 2025માં મુંબઈની પ્રથમ મેચ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. છેલ્લા સિઝનમાં મુંબઈએ 14માંથી માત્ર 4 મુકાબલા જીત્યા હતા અને પોઈન્ટ ટેબલમાં છેલ્લે સ્થાને રહી હતી.
CRICKET
Varun Chakraborty: ટેસ્ટ ક્રિકેટ માટે લાયક નથી? વરુણ ચક્રવર્તીનું મોટું ખુલાસું!
Varun Chakraborty: ટેસ્ટ ક્રિકેટ માટે લાયક નથી? વરુણ ચક્રવર્તીનું મોટું ખુલાસું!
Varun Chakraborty છેલ્લા કેટલાક સમયથી પોતાની ઘૂમતી બોલિંગથી ચર્ચામાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેમણે પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો હતો. ટી-20 અને વનડેમાં શાનદાર પ્રદર્શન બાદ પણ, વરુણ ચક્રવર્તી ટેસ્ટ ક્રિકેટને લઈને નવજોત સિદ્ધૂના વિચારોથી સહમત થવાનો ઇનકાર કર્યો. વરણે કહ્યું કે તેમનું બોલિંગ સ્ટાઇલ ટેસ્ટ ફોર્મેટ માટે યોગ્ય નથી.
ટેસ્ટ ક્રિકેટ માટે Varun Chakraborty શું બોલ્યા?
નવજોત સિદ્ધૂ માનતા હતા કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે વરુણને તક મળવી જોઈએ, પરંતુ વરુણે પોતાને ટેસ્ટ માટે યોગ્ય નહીં ગણાવ્યો. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “મારું ઇન્ટરેસ્ટ ટેસ્ટમાં છે, પણ મારું બોલિંગ સ્ટાઇલ તે માટે અનુકૂળ નથી.”
Varun Chakravarthy said, "I do have interest in Test cricket, but my bowling style doesn't suit Test cricket". (Gobinath YT). pic.twitter.com/JNMSPuFYqT
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં Varun Chakraborty નો દમદાર પરફોર્મન્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરુણ ચક્રવર્તી ટૂર્નામેન્ટના સ્ટાર બની ગયા. માત્ર 3 મેચમાં 9 વિકેટ મેળવી તેમણે પોતાના સ્પિનની અસર દર્શાવી. ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટ અને ફાઈનલમાં 2 વિકેટ મેળવી તેઓ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયા.
બરાબર T20 અને ODIમાં ચમક્યા, હવે શું ટેસ્ટમાં મળશે તક?
Varun Chakraborty T20 અને ODI ફોર્મેટમાં ખૂબ સફળ રહ્યા છે, પરંતુ શું ભારતીય ટીમ તેમને લાંબા ફોર્મેટમાં અજમાવશે? કે તેઓ માત્ર વનડે અને ટી-20માં જ પોતાની ઘૂમતી બોલથી વિકેટ લેતા રહેશે?
VARUN CHAKRAVARTHY IS A NATIONAL HERO…!!! 🇮🇳🔥 pic.twitter.com/BRe552Gfdn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
CRICKET
Nitish Reddy: ફિટનેસમાં કોહલીને પછાડ્યા! નીતીશ રેડ્ડીનો યો-યો ટેસ્ટમાં શાનદાર સ્કોર
Nitish Reddy: ફિટનેસમાં કોહલીને પછાડ્યા! નીતીશ રેડ્ડીનો યો-યો ટેસ્ટમાં શાનદાર સ્કોર.
ભારતીય ટીમના યુવા ઓલરાઉન્ડર Nitish Kumar Reddy એ ફિટનેસ મામલે Virat Kohli ને પણ પાછળ છોડી દીધા છે. IPL 2025 પહેલાં તેમનો યો-યો ટેસ્ટ સ્કોર જાહેર થયો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમનો ભાગ બનેલા નીતીશ રેડ્ડી હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને ટૂર્નામેન્ટ માટે તૈયાર છે. તાજેતરમાં એનસીએ (NCA) માં કરાયેલા યો-યો ટેસ્ટમાં તેમણે 18.1 સ્કોર કર્યો, જે વિરાટ કોહલીના 17.2 સ્કોરથી વધુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ના પત્રકાર ગૌરવ ગુપ્તા એ આ માહિતી આપી છે.
ફિટનેસમાં Virat Kohli ને પછાડ્યા!
નીતીશ રેડ્ડી હવે 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે SRH માટે પ્રથમ મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે.
Virat Kohli ના યો-યો સ્કોર પર વિવાદ થયો હતો
2023માં Virat Kohli એ પોતાના 17.2 યો-યો સ્કોરની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી, જેને BCCIએ નિયમોનો ભંગ ગણાવ્યો હતો. ત્યારબાદ તમામ ખેલાડીઓને સખ્ત સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાનો યો-યો ટેસ્ટ સ્કોર જાહેર ન કરે.
Nitish Reddy ને કેવી રીતે ઈજા થઈ?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 પછી Nitish Reddy નેઈજા થઈ હતી, જેના કારણે તેઓ ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા હતા. ત્યારબાદ BCCIએ તેમને સેન્ટર ઑફ એક્સિલન્સ મોકલ્યા હતા, જ્યાં તેમણે પોતાની ફિટનેસ પર કઠોર મહેનત કરી. હવે તેઓ IPL 2025 માટે સંપૂર્ણપણે તૈયાર છે અને શાનદાર કમબેક કરવા માટે આતુર છે.
-
CRICKET4 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET4 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET4 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET4 months ago
SA Vs IND: શક્તિશાળી ઓલરાઉન્ડર પ્રથમ T20 માં ડેબ્યૂ કરી શકે, એશિયા કપમાં મચાવી હલચલ
-
CRICKET4 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET4 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET4 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET4 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન