Connect with us

CRICKET

IND vs BAN: અશ્વિનની નજર બાંગ્લાદેશ સામેના આ ખાસ રેકોર્ડ પર રહેશે,

Published

on

IND vs BAN: અશ્વિનની નજર બાંગ્લાદેશ સામેના આ ખાસ રેકોર્ડ પર રહેશે, માત્ર આટલી વિકેટ દૂર

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર આર અશ્વિન બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. ચેન્નાઈમાં આ મેચ માટે બંને ટીમો સખત મહેનત કરી રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં બધાની નજર ચેન્નાઈના લોકલ બોય આર અશ્વિન પર રહેશે. અશ્વિન બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં હશે તે લગભગ નિશ્ચિત છે. કારણ કે હોમ ગ્રાઉન્ડ પર અશ્વિનનો રેકોર્ડ ઘણો જ શાનદાર રહ્યો છે. તેની કારકિર્દીમાં રમાયેલી 100 ટેસ્ટ મેચોમાંથી તેણે ભારતમાં 60 ટેસ્ટ મેચ રમી છે. આ ફોર્મેટમાં તેની 516 વિકેટોમાંથી 363 ભારતમાં છે.

અશ્વિન આ મહાન રેકોર્ડની નજીક છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની શરૂઆતથી જ અશ્વિન ભારતમાં દરેક ટેસ્ટ મેચ રમ્યો છે અને સંજોગોને કારણે તે વિદેશમાં બહુ ઓછી મેચો રમી શક્યો છે, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર તેનો રેકોર્ડ એટલો શાનદાર રહ્યો છે કે ઑફ- સ્પિનર ​​ડબલ્યુટીસીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાંનો એક બની ગયો છે. અશ્વિને અત્યાર સુધી 35 ટેસ્ટ (67 ઇનિંગ્સ)માં 20.43ની એવરેજથી 174 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન કમિન્સે તેના કરતા માત્ર એક વિકેટ વધુ લીધી છે જ્યારે લિયોન 187 વિકેટ સાથે ટોચ પર છે. અશ્વિનને WTC ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા માટે 14 વિકેટની જરૂર છે અને ઘરઆંગણે તેના રેકોર્ડને જોતા એવું કહી શકાય કે તે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં આવું કરશે.

અશ્વિન આ રેકોર્ડ હાંસલ કરવા માંગશે

વધુમાં, તેની પાસે વર્તમાન WTC ચક્રમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની પણ તક છે અને તેને આમ કરવા માટે માત્ર 10 વિકેટની જરૂર છે. અશ્વિન આ ચક્રમાં રમાયેલી આઠ ટેસ્ટ મેચોમાં 42 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે જોશ હેઝલવુડ 11 ટેસ્ટ મેચમાં 51 વિકેટ સાથે ટોચ પર છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં અશ્વિન અનિલ કુંબલેને પાછળ છોડી દેવાની નજીક છે. ચેન્નાઈમાં જન્મેલા આ ક્રિકેટરે ઘરઆંગણે તમામ ફોર્મેટમાં 455 વિકેટો લીધી છે અને કુંબલે કરતાં માત્ર 22 વિકેટ પાછળ છે, જેમણે પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન ઘરઆંગણે 476 વિકેટો લીધી હતી.

CRICKET

Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ

Published

on

Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ.

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં પાકિસ્તાનના બેટ્સમેન અને બોલર બંને નિષ્ફળ રહ્યા. પરિણામે, ટીમે 0-3થી સીરિઝ ગુમાવી અને ક્લીન સ્વીપની શર્મનાક હાર સહન કરવી પડી.

clean

ત્રીજા વનડેમાં પાકિસ્તાનને 43 રને હારનો સામનો કરવો પડ્યો. પહેલા વનડેમાં 73 રન અને બીજા વનડેમાં 84 રને પાકિસ્તાને હાર ઝીલવી પડી. આખી સીરિઝ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓનો દેખાવ ઘણો નબળો રહ્યો.

Michael Bracewell ની અડધી સદી

ત્રીજા વનડેમાં વરસાદના કારણે આઉટફિલ્ડ ભેજવાળી હતી, જેના કારણે મેચ 42-42 ઓવર્સની રાખવામાં આવી. પાકિસ્તાનના કપ્તાન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તે માટે હાનિકારક સાબિત થયો.
ન્યુઝીલેન્ડ તરફથી રાઇઝ મારિયૂએ 58 રન અને કપ્તાન Michael Bracewell 59 રનની સારી ઇનિંગ્સ રમી. ડેરિલ મિચેલે પણ 43 રન બનાવ્યા. આ બધા યોગદાનથી ન્યુઝીલેન્ડને લાયકાતભર્યો સ્કોર મળ્યો.

પાકિસ્તાન તરફથી Aaqib Javed નો 4 વિકેટોનો પર્ફોર્મન્સ

પાકિસ્તાન માટે આકિફ જાવેદે 8 ઓવરમાં 62 રન આપી 4 વિકેટ ઝડપી. નસીમ શાહે 2 વિકેટ લીધા જ્યારે ફહીમ અશરફ અને સુફિયાન મુકીમે 1-1 વિકેટ ઝડપી.

clean11

પાકિસ્તાની બેટ્સમેન નિષ્ફળ

બાબર આઝમ સિવાય કોઈ પણ બેટ્સમેન સારી ઈનિંગ્સ રમી શક્યો નહીં. ઈમામ ઉલ હક શરૂઆતમાં રિટાયર્ડ હર્ટ થયા પછી ઉમરાન ખાન કનકશન રિપ્લેસમેન્ટ તરીકે રમ્યા, પણ તે પણ નિષ્ફળ રહ્યા. બાબર આઝમે 50 રન બનાવ્યા. અબ્દુલ્લા શફીકે 33 અને રિઝવાને 37 રન બનાવ્યા, પણ આ ખેલાડીઓ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યા નહીં.

Ben Sears 5 વિકેટ સાથે મચાવી ધમાલ

ન્યુઝીલેન્ડના બોલર બેન સિયર્સે 9 ઓવરમાં માત્ર 34 રન આપીને 5 વિકેટ ઝડપી. તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યા.

ben

Continue Reading

CRICKET

retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ

Published

on

tilak1

retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ.

Tilak Verma શુક્રવારે રમાયેલા મેચ દરમિયાન રિટાયર્ડ આઉટ થયા અને મેદાન પરથી બહાર ચાલ્યા ગયા. મુંબઈ ઇન્ડિયન્સના આ અચાનક નિર્ણયથી ફક્ત ફેન્સ નહીં પરંતુ ટીમના ખેલાડી Suryakumar Yadav પણ ચોંકી ગયા.

yadav

તિલક વર્મા IPL ઇતિહાસમાં ચોથા એવા બેટ્સમેન બન્યા છે જેમણે રિટાયર્ડ આઉટ થવાનો વિકલ્પ પસંદ કર્યો. IPL 2025ના 16મા મુકાબલા દરમિયાન જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો સામે તિલક મોટી હિટ્સ લગાવી શકતા નહોતા, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેમને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લીધો. 19મા ઓવર દરમિયાન મિચેલ સેંટનરને તિલકની જગ્યાએ ક્રીઝ પર મોકલવામાં આવ્યા. આ નિર્ણયથી માત્ર ફેન્સ જ નહીં પણ ટીમના સુનિર્ધારિત ખેલાડી સુર્યકુમાર યાદવ પણ અચંબામાં પડી ગયા.

મેચની સ્થિતિ એવી હતી..

204 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈના બંને ઓપનર્સ – વિલ જેક્સ અને રાયન રિકલ્ટન – માત્ર 17 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ સુર્યકુમાર યાદવ અને નમન ધીરે 69 રનની ભાગીદારી કરી. નમન ધીરે 24 બોલમાં 46 રન બનાવીને આઉટ થયા.

yadav55

પછી તિલક વર્મા ક્રીઝ પર આવ્યા અને સુર્યકુમાર સાથે મળીને 66 રન ઉમેર્યા, પણ તેમની બેટિંગમાંથી મોટી હિટ્સનો અભાવ રહ્યો. જ્યારે મુંબઈને 24 બોલમાં 52 રનની જરૂર હતી ત્યારે એવું લાગતું હતું કે મેચ મુંબઇની ઝોલીમાં જશે. પણ 17મા ઓવરની પહેલી જ બોલ પર સૂર્યકુમાર આઉટ થતાં દબાણ વધી ગયું.

હાર્દિક પંડ્યા પછીના બેટ્સમેન હતા, પણ તિલક વર્મા તો ક્રીઝ પર સેટ હતા અને એમ હતો કે હવે તિલક મોટી હિટ્સ આવશે… પણ તેઓ એવી બોલર પાસે શોટ ન ખેચી શક્યા અને 19મા ઓવરની પાંચમી બોલે તેમને રિટાયર્ડ આઉટ કરાયા.

Jayawardene નો નિર્ણય અને Suryakumar નું રિએક્શન

તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવાનું નિર્ણય મુંબઈના કોચ મહેલા જયવર્ધને નો હતો. તેમણે મેચ પછી ખુલાસો કર્યો કે તિલક બેટિંગમાં જૂઝી રહ્યો હતો. વાયરલ વિડીયો પ્રમાણે જયવર્ધને સુર્યકુમારને આવીને આ વિશે જણાવે છે ત્યારે સૂર્યકુમાર ચોંકી જાય છે, અને પછી માથું નીચે નમાવી દે છે.

yadav66

જયવર્ધનેએ કહ્યું: “તિલક રન બનાવવા માંગતો હતો, પણ તે શક્ય થયું નહીં. અમે છેલ્લાં થોડાં ઓવર્સ સુધી રાહ જોઈ. તે કાફી સમયથી ક્રીઝ પર હતો, એટલે એને મોટી હિટ્સ આવવી જોઈતી હતી. પણ એવું ના થયું એટલે અમે વિચાર્યું કે હવે નવા બેટ્સમેન આવે તો સારી તક બની શકે.”

 

Continue Reading

CRICKET

Ben Sears: નવું નામ, જૂની ફટકાર! પાકિસ્તાને ફરી ખાધી હારની હવા

Published

on

ben13

Ben Sears: નવું નામ, જૂની ફટકાર! પાકિસ્તાને ફરી ખાધી હારની હવા

ન્યૂઝીલેન્ડે ફરી એકવાર પોતાનું દબદબું દર્શાવતાં પાકિસ્તાનને ત્રીજા વનડેમાં 43 રનથી હરાવ્યું. આ જીતમાં ઝડપી બોલર Ben Sears ની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી, જેમણે પાંચ વિકેટ લઈને ઈતિહાસ સર્જ્યો.

ben

ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ મેચોની વનડે સિરીઝમાં પાકિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યો અને ત્રીજા મેચમાં 43 રનથી જીત મેળવી. પાકિસ્તાનને હરાવવામાં ન્યૂઝીલેન્ડના પેસર બેન સીઅર્સનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો. તેમણે સતત શ્રેષ્ઠ દેખાવ કરતાં પાંચ વિકેટ ઝડપ્યા અને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો.

પાકિસ્તાનના 265 રનના લક્ષ્યાંકના જવાબમાં મહેમાન ટીમ માત્ર 221 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. પોતાના આ શાનદાર પ્રદર્શનના કારણે સીઅર્સે ઇતિહાસ સર્જ્યો છે. તેઓ એકદિવસીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સતત બે મેચમાં 5-5 વિકેટ લેનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયા છે.

આ દિગ્ગજોની યાદીમાં જોડાયા Ben Sears

‘ઈએસપીએન ક્રિકઇન્ફો’ અનુસાર, સીઅર્સ સતત બે વનડે મેચમાં 5-5 વિકેટ લેવા બદલ હવે વકાર યુનિસ, જીજે ગિલમર, આકિબ જાવેદ, સકલાઇન મુસ્તાક, અઝહર મહમૂદ, રાયન હેરિસ, ડેનિયલ વિટોરી, મિચેલ સ્ટાર્ક, મુસ્તફિઝુર રહેમાન, શાહીન આફરીદી અને નસીમ શાહ જેવી દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

ben1

સીઅર્સે પ્રથમ વિકેટ તરીકે અબ્દુલ્લા શફીકને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને શરૂઆતમાં જ સફળતા અપાવી હતી. ત્યારબાદ તેમણે સલમાન આગા, નસીમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર અને સૂફિયાન મુકીમને આઉટ કરીને પોતાના પાંચ વિકેટ પૂરાં કર્યા.

લિસ્ટ-એમાં Ben Sears ના 50 વિકેટ પૂર્ણ

બેન સીઅર્સ પોતાનું ચોથું વનડે મેચ રમતા હતા અને અત્યાર સુધીમાં તેમણે 10 વનડે વિકેટ ઝડપી છે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાયેલી ટ્રાય-સીરીઝમાં તેમને બે મેચમાં એક પણ વિકેટ ન મળી હતી. હવે લિસ્ટ A ફોર્મેટમાં તેમના નામે કુલ 37 મેચમાં 50 વિકેટ નોંધાઈ ગઈ છે.

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper