CRICKET
IND vs ENG: “વિરાટ કોહલીની ઈજાને લઈને મોટું અપડેટ, શું તે બીજા વનડેમાં રમશે?”
IND vs ENG: “વિરાટ કોહલીની ઈજાને લઈને મોટું અપડેટ, શું તે બીજા વનડેમાં રમશે?”
પહેલા મેચમાં Virat Kohli ઈજાના કારણે રમી શક્યો ન હતો. હવે બીજા વનડે મેચમાં તેના રમવા અંગે શુભમન ગિલે મોટું અપડેટ આપ્યું છે.
India vs England વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. પ્રથમ મેચ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ છે. પહેલી વનડે મેચ નાગપુરમાં રમાઈ હતી, જેમાં ઈજાના કારણે વિરાટ કોહલી રમ્યો નહોતો. મેચ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન કોહલીને ઘૂંટણ પર પટ્ટી બાંધીને જોવામાં આવ્યો હતો. હવે મોટો પ્રશ્ન એ છે કે શું વિરાટ બીજા વનડેમાં રમશે? આ મુદ્દે શુભમન ગિલે મહત્વનું નિવેદન આપ્યું છે.
Kohli ના રમવા અંગે Gill નું નિવેદન.
પહેલી ODI મેચમાં Shubman Gill નંબર-3 પર બેટિંગ કરતી વખતે શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ગિલે 87 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ઘણીવાર નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળે છે પરંતુ પહેલી મેચમાં, કોહલીની ગેરહાજરીમાં, ગિલ આ નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. મેચ પછી શુભમન ગિલે બીજી વનડેમાં વિરાટ કોહલીના રમવા વિશે કહ્યું, “વિરાટ કોહલીના ઘૂંટણમાં સોજો હતો, જોકે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તે બીજી મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે.”
"I was trying to dominate the bowlers!" 🗣
Player of the match, @ShubmanGill, talks about his match-winning knock in the 1st ODI! 💪#INDvENGonJioStar 2nd ODI 👉 SUN, 9th FEB, 12:30 PM. Start watching FREE on Disney+ Hotstar! pic.twitter.com/pw5tVusWRj
— Star Sports (@StarSportsIndia) February 6, 2025
Kohli ની જગ્યાએ Iyer રમ્યો.
આ મેચમાં Shreyas Iyer પણ રમતા જોવા મળ્યો હતો. ઐયરે શાનદાર બેટિંગ કરી અને 59 રન બનાવ્યા, પરંતુ ઐયરને આ મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ તક મળી. જો કોહલી ફિટ હોત, તો ઐયર પહેલી વનડેમાં રમી શક્યા ન હોત. મેચ પછી શ્રેયસ ઐયરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
This is only second time Virat Kohli has missed an ODI match due to injury in his 17 years of cricketing career. pic.twitter.com/sL1YGJQdoy
— Kevin (@imkevin149) February 6, 2025
India 1-0થી આગળ.
Team India એ પહેલા વનડેમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ શાનદાર પ્રદર્શન કરતા 3-3 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે અર્ધશતક ફટકાર્યા હતા.
CRICKET
KS Bharat નો નવો પડાવ: હવે ઈંગ્લેન્ડની ટીમ માટે રમશે, 13 મહિના પહેલા રમ્યો હતો છેલ્લો ટેસ્ટ
KS Bharat નો નવો પડાવ: હવે ઈંગ્લેન્ડની ટીમ માટે રમશે, 13 મહિના પહેલા રમ્યો હતો છેલ્લો ટેસ્ટ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન KS Bharat હવે ઈંગ્લેન્ડની ધરતી પર ક્રિકેટ રમતો જોવા મળશે. તેણે સરે ચેમ્પિયનશિપ 2025 માટે લંડનના ડલ્વિચ ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો છે. હવે તે ડલ્વિચ ક્રિકેટ ટીમ માટે રમશે. આ માહિતી એક ક્રિકેટ એજન્સીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
IPLમાં RCBનો ભાગ રહી ચૂક્યો છે
KS ભરત IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ જેવી વિવિધ ફ્રેન્ચાઇઝીઓ સાથે જોડાયો હતો. તેણે IPLમાં 10 મેચ રમીને 199 રન બનાવ્યા છે. જોકે, આ વર્ષના IPL 2025ના મેગા ઓક્શનમાં તેને કોઈપણ ટીમે નહીં ખરીદ્યો.
ભારત માટે 13 મહિના પહેલા રમ્યો હતો છેલ્લો ટેસ્ટ
KS ભરતે 2023માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને 7 ટેસ્ટ મેચમાં 221 રન બનાવ્યા હતા, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 44 રન રહ્યો હતો. WTC 2023ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ તે વિકેટકીપર હતો. પરંતુ બેટિંગમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે 5 અને 23 રનની પારીઓ રમેલી. 2024ના ફેબ્રુઆરીમાં તેણે છેલ્લો ટેસ્ટ રમ્યો હતો, ત્યારથી તે ટીમ ઇન્ડિયાની બહાર છે.
View this post on Instagram
ઘરેલુ ક્રિકેટમાં લગાવી ચૂક્યો છે ત્રિશતક
જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભરત વધુ પ્રભાવશાળી પ્રદર્શન ન કરી શક્યો, ત્યારે ઘરેલુ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે 105 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 5686 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 32 અડધી સદીનો સમાવેશ થાય છે. 2015માં, તેણે રણજી ટ્રોફીમાં ત્રિશતક ફટકાર્યું હતું. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 308 રન છે.
CRICKET
WPL 2025 : દિલ્હીની મેગ લેનિંગ સેના સામે મુંબઈની હર્મનપ્રીત બ્રિગેડ, કોણ બનશે ચેમ્પિયન?
WPL 2025:દિલ્હીની મેગ લેનિંગ સેના સામે મુંબઈની હર્મનપ્રીત બ્રિગેડ, કોણ બનશે ચેમ્પિયન?
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 નું ફાઇનલ આજે રમાશે, જેમાં Meg Lanning ની દિલ્હી કેપિટલ્સ અને Harmanpreet Kaur ની મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી દર વખતના ફાઇનલમાં પહોંચી છે, પરંતુ એકેય વખત ખિતાબ જીતી શકી નથી. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સ 2023માં ટ્રોફી જીતી ચૂકી છે અને આ વખતે પણ વિજય માટે દાવેદાર છે.
બંને ટીમોનો અત્યાર સુધીનો પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સે 8માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પણ 10 પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રન રેટના આધારે તે બીજા સ્થાને રહી. લીગ સ્ટેજમાં દિલ્હી બે વખત મુંબઈને હરાવી ચૂકી છે, જેના કારણે ફાઇનલ વધુ રોમાંચક બનશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
અત્યાર સુધી દિલ્હી અને મુંબઈ વચ્ચે કુલ 7 મુકાબલા થયા છે, જેમાં દિલ્હીએ 4 અને મુંબઈએ 3 મેચ જીતી છે. 2023ના ફાઇનલમાં મુંબઈએ દિલ્હી વિરુદ્ધ 7 વિકેટે જીત મેળવી હતી.
સંભાવિત પ્લેઇંગ XI
Mumbai Indians
- યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર)
- હેલી મેથ્યુઝ
- નેટ સાયવર-બ્રન્ટ
- હર્મનપ્રીત કૌર (કપ્તાન)
- સજીવન સજ્જના
- અમેલિયા કેર
- અમનજોત કૌર
- જી કમલિની
- સંસ્કૃતિ ગુપ્તા
- શબનીમ ઈસ્માઈલ
- સૈકા ઈશાક
🚨 WPL 2025 PREDICTIONS 🚨
Winners –
Runner up –
Most Runs –
Most Wickets –
Player of the Tournament – pic.twitter.com/dr8oSPCvt6— Johns. (@CricCrazyJohns) February 13, 2025
Delhi Capitals
- મેગ લેનિંગ (કપ્તાન)
- શેફાલી વર્મા
- જેસ જોનાસેન
- જેમિમાહ રોડ્રિગ્ઝ
- એનાબેલ સધરલેન્ડ
- મેરિજેન કપ્પ
- સારા બ્રાઈસ (વિકેટકીપર)
- નિકી પ્રસાદ
- મિન્નૂ મણિ
- શિખા પાંડે
- તિતાસ સાધુ
CRICKET
India vs West Indies: વેસ્ટઈન્ડીઝ સામે ફાઈનલમાં ભારતની ટક્કર, ખિતાબ જીતવાનો સુવર્ણ મોકો!
India vs West Indies: વેસ્ટઈન્ડીઝ સામે ફાઈનલમાં ભારતની ટક્કર, ખિતાબ જીતવાનો સુવર્ણ મોકો!
ભારત માટે માર્ચ મહિનામાં એક વધુ ટ્રોફી જીતવાનો સુંદર મોકો છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 ના ફાઈનલમાં ઇન્ડિયા માસ્ટર્સ અને વેસ્ટઈન્ડીઝ માસ્ટર્સ આમને-સામને થશે.
India પાસે ટ્રોફી જીતવાની તક
થોડા દિવસો પહેલા ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ફરી એક વખત ઉજવણી કરવાનો મોકો છે. ભારતમાં રમાઈ રહેલી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં અનેક લેજેન્ડ ક્રિકેટરો રમી રહ્યા છે, જેમાં સચિન તેંડુલકર પણ સામેલ છે.
ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ મેચ?
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 માં કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો. ઇન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે વેસ્ટઈન્ડીઝ માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
હવે ફાઈનલ મેચ 16 માર્ચે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
West Indies Masters ની રોમાંચક જીત
West Indies Masters અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેના સેમિફાઈનલમાં કાંટાની ટક્કર જોવા મળી. શ્રીલંકા માસ્ટર્સે ટોસ જીતીને પહેલું બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
વેસ્ટઈન્ડીઝ માસ્ટર્સે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા. કપ્તાન બ્રાયન લારાએ 33 બોલમાં 41 રન બનાવ્યા, પણ તેઓ રિટાયર્ડ હર્ટ થઈ ગયા. દિનેશ રામદીને ફટાકેદાર 22 બોલમાં નોટઆઉટ 50 રન બનાવ્યા, જ્યારે ચેડવિક વોલ્ટને 20 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું.
લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા માસ્ટર્સ 20 ઓવરમાં 9 વિકેટે 173 રન જ બનાવી શકી. અસેલા ગુણરત્ને 66 રન અને ઉપુલ થરંગાએ 30 રન બનાવ્યા, પણ અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ્સ ન રમી શક્યા. ટીનો બેસ્ટ વેસ્ટઈન્ડીઝના સૌથી સફળ બોલર રહ્યા, જેમણે 4 વિકેટ ઝડપી, જ્યારે ડ્વેન સ્મિથે 2 વિકેટ ઝડપી.
-
CRICKET4 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET4 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET4 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET4 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET4 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET4 months ago
SA Vs IND: શક્તિશાળી ઓલરાઉન્ડર પ્રથમ T20 માં ડેબ્યૂ કરી શકે, એશિયા કપમાં મચાવી હલચલ
-
CRICKET4 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET4 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન