CRICKET
IND vs ENG: ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 પર મોટું અપડેટ, આ સ્ટાર ખેલાડી પંડ્યાનું સ્થાન લેશે!
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. ઈજાથી પીડિત મજબૂત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચનો ભાગ નહીં હોય. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે આ વખતે હાર્દિક પંડ્યાનું સ્થાન કોણ લેશે તેના પર મોટું અપડેટ આપ્યું છે. તેણે મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટીમની પ્લેઈંગ 11 કેવી હશે.
પંડ્યાની જગ્યાએ કયા ખેલાડીને મળશે તક?
ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા રવિવારની ઇંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થઇ ગયો છે. કેએલ રાહુલે મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી છે. કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યા છે કે તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. કેએલ રાહુલે કહ્યું કે હાર્દિક ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય છે. તેથી જ ટીમ તેની ગેરહાજરી અનુભવી રહી છે. ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ મેચ માટે હાર્દિક પંડ્યા ઉપલબ્ધ નથી, તેથી સૂર્યકુમારને તક મળી શકે છે. તેણે વધુમાં કહ્યું કે ભલે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપેક્ષિત પરિણામ ન મળ્યું હોય પરંતુ તે ખતરનાક ટીમ છે. અમે કોઈપણ ટીમને હળવાશથી લેતા નથી.
પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો
ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યા પણ પ્લેઈંગ 11નો ભાગ બની શક્યો ન હતો. તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક મળી હતી, પરંતુ તે 2 રન બનાવીને રનઆઉટ થયો હતો. વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ મેચ હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11:
ડેવિડ મલાન, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.
CRICKET
New Zealand નો ક્લીન સ્વીપ: પાકિસ્તાનને ત્રીજા વનડેમાં 43 રનથી હરાવ્યું
New Zealand નો ક્લીન સ્વીપ: પાકિસ્તાનને ત્રીજા વનડેમાં 43 રનથી હરાવ્યું.
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ વનડે મેચોની શ્રેણીનો છેલ્લો મુકાબલો 5 એપ્રિલ (શનિવાર)ના રોજ માઉન્ટ માઉંગાનુઇના બે ઓવલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 43 રને હરાવી શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી હતી.
વરસાદના કારણે મેચને 42-42 ઓવરની કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનના કેપ્ટનએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 42 ઓવરમાં 264 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 221 રન પર આઉટ થઈ ગઈ અને મેચ ગુમાવી બેઠી.
Michael Bracewell નો વિસ્ફોટક ઇનિંગ
ન્યૂઝીલેન્ડ માટે Michael Bracewell જોરદાર બેટિંગ કરી 40 બોલમાં 59 રન બનાવ્યા. યુવા બેટ્સમેન રીસ મારિયૂએ પણ 61 બોલમાં 58 રન બનાવ્યા અને ડેરિલ મિચેલે 43 રનનો યોગદાન આપ્યો. પાકિસ્તાન માટે અકીફ જાવેદ સૌથી સફળ બોલર રહ્યા. તેમણે 8 ઓવરમાં 62 રન આપી 4 વિકેટ લીધા. નસીમ શાહે પણ 2 વિકેટ ઝડપી.
પાકિસ્તાની બેટ્સમેન નિષ્ફળ રહ્યા
ટારગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત નબળી રહી, જ્યાં ઓપનર્સ ઝડપથી પેવિલિયન પરત ફર્યા. કેપ્ટન બાબર આઝમે જરૂર 58 બોલમાં 50 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યા નહીં. મોહમ્મદ રિઝવાને 37 અને તય્યબ તાહિરે 33 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ માટે ઝડપી બોલર બેન સિયર્સે શાનદાર બોલિંગ કરીને 9 ઓવરમાં માત્ર 34 રન આપી 5 વિકેટ ઝડપી, જ્યારે જેકબ ડફીએ પણ 2 વિકેટ ઝડપી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે શ્રેણી 3-0થી પોતાના નામે કરી.
Akif Javed 4-62 (8.0) vs New Zealand | Ball By Ball Highlights – 3rd ODI, 2025 – Mount Maunganui#NZvPAK #PAKvNZ #NZvsPAK #PAKvsNZ | #BackTheBoysInGreen
4 WICKET HAUL FOR AKIF JAVED!pic.twitter.com/rbV5aXdfHA
— Kh4N PCT (@Kh4N_PCT) April 5, 2025
CRICKET
Imam-ul-Haq પર ફીલ્ડિંગનો થ્રો પડ્યો ભારે, પેલે જ ઓવરમાં મેદાન છોડવું પડ્યું
Imam-ul-Haq પર ફીલ્ડિંગનો થ્રો પડ્યો ભારે, પેલે જ ઓવરમાં મેદાન છોડવું પડ્યું.
પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન Imam-ul-Haq ને જમણા ડાઢીમાં ગંભીર ઇજા થતાં તરત મેદાન છોડવું પડ્યું. તેમને એમ્બ્યુલન્સની મદદથી મેદાન બહાર લઇ જવામાં આવ્યા.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મૌંગાનુઇના બેઓવાલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન ઇમામ-ઉલ-હક નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ફીલ્ડરના થ્રોથી ઘાયલ થયા. થ્રો સીધો જઇને તેમના હેલમેટ પર વાગ્યો અને તેમને જમણા ડાઢીમાં ગંભીર ઇજા પહોંચી. ઈજા બાદ ઇમામે તરત જ હેલમેટ ઉતાર્યો અને ડાઢી પકડતી તસવીરો જોવા મળી. તેમને મેદાન પર જ તબીબી સહાય આપવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા બહાર ખસેડવામાં આવ્યા.
ત્રિજામાં ઘટના ઘટી
ઘટના પાકિસ્તાનના રન ચેઝના ત્રીજા ઓવર દરમિયાન થઈ હતી. ઇમામે વિલિયમ ઓ’રોર્કની બોલને ઓફસાઇડમાં રમ્યો અને રન લેવા દોડ્યા. એ સમયે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો આવ્યો અને બોલ સીધો ઇમામના હેલમેટને વાગ્યો. ઇમામે એ પહેલાં 7 બોલ રમીને માત્ર 1 રન બનાવ્યો હતો.
Usman Khan બન્યા કનકશન સબ્સ્ટિટ્યુટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ઇમામ ઉલ હકની જગ્યાએ ઉસ્માન ખાનને કનકશન સબ્સ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મેચમાં હારિસ રઉફને પણ એવું જ દુર્ઘટનાગ્રસ્ત ઇજા થઈ હતી અને તેમની જગ્યાએ નસીમ શાહ મેદાનમાં ઉતર્યા હતા, જેઓએ ત્યારે અર્ધશતક ફટકાર્યું હતું.
Get well soon imam ul haq pic.twitter.com/vZNRxj9nmV
— Ibrahim (@Ibrahim___56) April 5, 2025
Pakistan ને મળ્યું 265 રનનું લક્ષ્યાંક
મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમમાં ફેરફાર કરતા નસીમ શાહની જગ્યાએ હારિસ રઉફને તક અપાઈ હતી. રઉફે નિક કેલીને ઓછી રન સંખ્યાએ આઉટ કરીને સારી શરૂઆત કરાવી હતી.
હેન્પી નિકોલ્સે સારી શરૂઆત કરી હતી, પણ તેમને અકિફ જાવેદે આઉટ કર્યા. નિકોલ્સે 40 બોલમાં 31 રન બનાવ્યા. ત્યારબાદ યુવા ખેલાડી રાઇસ મારીઉએ 58 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિ આપી. તેમને સુફિયન મુકીમે આઉટ કર્યા. છેલ્લે માઇકલ બ્રેસવેલે 40 બોલમાં 59 રનની તાબડતોબ ઇનિંગ રમી.
CRICKET
BCCI Action: જીત છતાં પણ BCCIનો ડંડો: પંત અને દિગ્વેશ રાઠી પર કડક કાર્યવાહી
BCCI Action: જીત છતાં પણ BCCIનો ડંડો: પંત અને દિગ્વેશ રાઠી પર કડક કાર્યવાહી.
મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત બાદ લકનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન Rishabh Pant ને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે BCCIએ તેમને અને ટીમના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી પર ભારે દંડ ફટકાર્યો છે.”
Rishabh Pant પર સ્લો ઓવર રેટ માટે ₹12 લાખનો દંડ
મુંબઈ ઇન્ડિયન્સ સામેના મેચમાં લકનૌ સુપરજાયન્ટ્સ સમયસર પોતાના ઓવર પૂરા કરી શકી નહોતી. જેના કારણે BCCIએ કેપ્ટન ઋષભ પંત પર ₹12 લાખનો દંડ ફટકાર્યો છે. આ આઈપીએલની આચાર સંહિતા હેઠળ તેમની ટીમનો આ સિઝનનો પહેલો અપરાધ હતો, તેથી તેમનો આ દંડ નક્કી થયો છે.
Digvesh Rathi પર નોટબુક-style સેલિબ્રેશન માટે સખત કાર્યવાહી
લકનૌના સ્પિનર Digvesh Rathi એ મુંબઈના બેટ્સમેનને આઉટ કર્યા પછી ફરી એકવાર નોટબુક લખવાનું સેલિબ્રેશન કર્યું હતું. આ માટે તેમની મેચ ફીનો 50% દંડ કરવામાં આવ્યો છે. આ સિઝનમાં આ તેમના તરફથી આચાર સંહિતાનો બીજો અપરાધ હતો, જેથી તેમની સામે એક વધુ ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. આ પહેલા પંજાબ સામે પણ તેમણે આવું જ સેલિબ્રેશન કર્યું હતું.
મેચ સંક્ષિપ્ત વિવરણ – LSG vs MI
મેચમાં લકનૌ સુપરજાયન્ટ્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 203 રન બનાવ્યા હતા. મિચેલ માર્શે 31 બોલમાં 60 રન અને એડન માર્કરમે 38 બોલમાં 53 રન બનાવ્યા. લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી અને મેચ 12 રને હારી ગઈ. મુંબઈ તરફથી સુર્યકુમાર યાદવે સૌથી વધુ 67 રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ બોલિંગમાં 5 વિકેટ ઝડપી.
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા