CRICKET
IPL 2023: કોણ બનશે KKRનો કેપ્ટન? રેસમાં એક ભારતીય, બીજો વિદેશી દિગ્ગજ
આઈપીએલની 16મી આવૃત્તિ 31મી માર્ચથી આયોજિત થવા જઈ રહી છે. આ લીગ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટનને લઈને સમસ્યા ઉભી થઈ છે. કારણ કે શ્રેયસ અય્યર પીઠની ઈજાના કારણે આ આઈપીએલમાંથી બહાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈજાથી પીડિત અય્યરને સર્જરી કરાવવી પડી શકે છે, તેથી તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહેશે.
શ્રેયસ અય્યર ઘાયલ થયા બાદ KKRનો નવો કેપ્ટન કોણ બનશે? આ એક મોટો પ્રશ્ન છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ શાર્દુલ ઠાકુર અને સુનીલ નારાયણ વચગાળાના કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 1 કે 2 દિવસમાં KKR તેના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે.
Who should be KKR's captain after Shreyas Iyer injury?
Choose your pick!!#KKR #kkracademy #IPL2023 #IPL #TATAIPL #TATAIPL2023 #KolkataKnightRiders #Shardulthakur #sunilnarine #andrerussel #russel #nitishrana #Rana #ShahRukhKhan #SRK #SRKians #SRK𓃵 #AmiKKR #CricketTwitter pic.twitter.com/NvcJPf0JJ7— SportzCraazy (@sportzcraazy) March 27, 2023
શાર્દુલ ઠાકુર KKRની પહેલી પસંદ છે
એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ‘એક મોટું ફંકશનનું આયોજન કરવામાં આવશે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને એક વિદેશી પોપ સ્ટાર પણ હાજરી આપશે, જે દરમિયાન નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.’ KKKR શાર્દુલને કેપ્ટન બનાવવા માંગે છે, કારણ કે જો તેને જવાબદારી મળશે તો ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત સારી રહેશે.
KKR પહેલી મેચ 1 એપ્રિલે રમશે
IPLના ઈતિહાસમાં KKR 2 વખત ચેમ્પિયન બની છે. 16મી સિઝનમાં આ ટીમ પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે 1 એપ્રિલે રમશે, જ્યારે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને ત્રીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ફાઈનલ ટીમ
શ્રેયસ અય્યર (ઈજાગ્રસ્ત), નીતીશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, નારાયણ અરવિંદ, અરવિંદ, અરવિંદ , સુયશ શર્મા , ડેવિડ વાઈસ , કુલવંત ખેજરોલિયા , મનદીપ સિંહ , લિટન દાસ , શાકિબ અલ હસન.
CRICKET
IPL વચ્ચે રોહિત-હાર્દિકની ટીમ ઇન્ડિયા ડ્રેસમાં એન્ટ્રી, દુબઈના ‘ફઝા’ સાથે ખાસ મુલાકાત.
IPL વચ્ચે રોહિત-હાર્દિકની ટીમ ઇન્ડિયા ડ્રેસમાં એન્ટ્રી, દુબઈના ‘ફઝા’ સાથે ખાસ મુલાકાત.
IPL 2025 માં સતત પરાજયનો સામનો કરી રહીેલી મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં બ્રેક પર છે. આવા સમયમાં આગામી મેચ પહેલા ટીમના ત્રણ સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા હતા અને સાથે જ હતા ICC ચેરમેન જય શાહ. આ ચારે જણાએ મળ્યા હતા એક ખાસ શખ્સ સાથે, જેમનું નામ છે શેખ હમદાન.
હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા માટે હાલનો સમય ખાસ સારો ચાલી રહ્યો નથી. IPL 2025માં આ બંને દિગ્ગજોની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીના 5માંથી 4 મુકાબલાઓમાં હારી ગઈ છે. ખાસ વાત એ છે કે લગભગ એક મહિને પહેલાની ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બંને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાન પર ધમાકો કરી રહ્યા હતા. હવે મુંબઈના ખરાબ પરફોર્મન્સ વચ્ચે આ બંને ખેલાડી ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ડ્રેસમાં જોવા મળ્યા છે અને એની પાછળનું કારણ છે 3469 કરોડની નેટવર્થ ધરાવતાં શેખ હમદાન, જેમને ‘ફઝા’ તરીકે ઓળખવામાં આવે છે.
કોણ છે ‘Faza’?
શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ, જેને આખી દુનિયામાં ‘ફઝા’ તરીકે ઓળખવામાં આવે છે. શેખ હમદાન દુબઈના ક્રાઉન પ્રિન્સ છે અને UAEના ઉપ-પ્રધાનમંત્રી તેમજ રક્ષામંત્રી પણ છે. તેઓ હાલમાં ભારતના અધિકૃત પ્રવાસે છે અને 8 એપ્રિલના રોજ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
View this post on Instagram
વડાપ્રધાન મોદીના ઉપરાંત શેખ હમદાન મુંબઈ પણ ગયા હતા જ્યાં તેમણે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવ સાથે મુલાકાત કરી. આ ત્રીજ ખેલાડી ભારતીય ટીમની ડ્રેસમાં જોવા મળ્યા હતા અને તેમણે શેખ હમદાનને ટીમ ઈન્ડિયાની એક બ્લૂ જર્સી પણ ભેટ આપી. આ મુલાકાતની તસવીરો શેખ હમદાને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. ખાસ વાત એ છે કે આ મુલાકાત દરમિયાન ICC ચેરમેન અને પૂર્વ BCCI સચિવ જય શાહ પણ હાજર રહ્યા હતા.
આ મુલાકાત કેમ છે ખાસ?
હવે તમને પ્રશ્ન થઈ રહ્યો હશે કે IPLના વચ્ચે આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ શા માટે દુબઈના ક્રાઉન પ્રિન્સને મળવા પહોંચી ગયા? તો એનું કારણ છે કે ભારત અને UAE વચ્ચેના માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પણ ક્રિકેટ સંબંધો પણ ખૂબ મજબૂત થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં UAE, ખાસ કરીને દુબઈમાં ભારતીય ટીમે ઘણા મુકાબલા રમ્યા છે. તાજેતરમાં જીતાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી પણ દુબઈમાં જ રમાઈ હતી. સાથે જ કોરોનાના સમયગાળામાં IPLના બે સિઝન પણ UAEમાં રમાયા હતા. અને એ સિવાય ICCનું મુખ્ય મથક પણ દુબઈમાં છે, જેના કારણે જય શાહ પણ આ મુલાકાતમાં સામેલ રહ્યા.
CRICKET
IPL 2025 માં પંજાબ માટે ફટકાર મારતો સ્ટાર – પ્રિયાન્ષ આર્યનો તેજસ્વી ઉદય
IPL 2025 માં પંજાબ માટે ફટકાર મારતો સ્ટાર – પ્રિયાન્ષ આર્યનો તેજસ્વી ઉદય.
8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે થયેલા મેચમાં પંજાબ કિંગ્સના યુવા બેટ્સમેન Priyansh Arya એ રનનો વરસાદ કર્યો હતો. જ્યારે પંજાબના વિકેટ્સ સતત પડી રહ્યા હતા, ત્યારે આર્ય એક તરફથી જમાવટથી રમી રહ્યા હતા. માત્ર 39 બોલમાં શતક ફટકારીને તેમણે બધાને ચકિત કરી દીધા.
ડેલ્હી લીગમાં છગ્ગાની બારિશ પછી IPLમાં તોફાની એન્ટ્રી
Priyansh Arya એ સૌથી પહેલા ડેલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં છ છગ્ગા માર્યા બાદ નામ બનાવ્યું હતું. ત્યારબાદ CSK સામેની મેચમાં 42 બોલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. આ રીતે તેઓ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી શતક બનાવનાર અનકૅપ્ડ ખેલાડી બન્યા છે.
DC નહીં, પણ પંજાબે આપી તક – પાછળ છે પોન્ટિંગનો હાથ
પંજાબ કિંગ્સે તેમને 3.8 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે પોન્ટિંગે તેમને Delhi Capitals માટે પસંદ કરવાની ભલામણ કરી હતી, ત્યાં ટીમમાં જગ્યા ન હોવાના કારણે તેમને લીધો ન હતો. ત્યારબાદ પંજાબ કિંગ્સના સહાયક કોચ બ્રેડ હેડિને આર્યને એક અભ્યાસ સત્રમાં જોઈને પસંદ કરી લીધા.
અંડર-23માંથી બહાર થવાનો ખતરો, પણ ઇરાદા ન અડ્યા
અંતરરાજ્ય ટીમમાં ઓછા રન લીધા પછી આર્યને વજય હઝારે ટ્રોફીમાંથી બહાર કરવા સુધીની વાત થઈ હતી. પણ ઈશાંત શર્મા અને DDCA પ્રમુખ રોહન જેટલીએ તેમનો સમર્થન કર્યું. ત્યારબાદ આર્યએ હાર નહીં માની અને પોતાના કોચની સલાહે મહેનત ચાલુ રાખી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ભુવનેશ્વર અને ચાવલાની સામે શતક
પંજાબ કિંગ્સ દ્વારા ખરીદવામાં આવી તે પહેલા આર્યએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભુવનેશ્વર અને પીયુષ ચાવલાની સામે શતક ફટકાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં તેમણે 9 ઇનિંગમાં 176.63ની સ્ટ્રાઈક રેટ સાથે 325 રન બનાવ્યા હતા.
CRICKET
RCB vs DC: ચન્નાસ્વામી સ્ટેડિયમમાં કોણ રહેશે હાવી – બેટ્સમેન કે બોલર? જાણો પિચનું મિજાજ
RCB vs DC: ચન્નાસ્વામી સ્ટેડિયમમાં કોણ રહેશે હાવી – બેટ્સમેન કે બોલર? જાણો પિચનું મિજાજ.
આઈપીએલ 2025ની શ્રેણી જીતથી શરૂ કરનારી દિલ્હી કેપિટલ્સ પોતાની આગામી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટક્કર આપશે.
અત્યારે ધમાકેદાર ફોર્મમાં ચાલતી દિલ્હી કેપિટલ્સ RCB સામેની મેચ માટે તૈયાર છે. બીજી તરફ, મુંબઈને વાનખેડે પર 10 વર્ષ પછી હરાવવી એ આરસીબી માટે મોટો ઉત્સાહ છે. ટીમમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને ફિલ સોલ્ટના બેટમાંથી રન નીકળ્યા છે. બોલિંગમાં જોશ હેઝલવૂડ અને ભુવનેશ્વર કુમારની જોડી શાનદાર દેખાઈ છે. દિલ્હી તરફથી K.L. રાહુલ છેલ્લી મેચમાં 51 બોલમાં 77 રન બનાવી શક્તિશાળી દેખાયા હતા. સાથે અભિષેક પોરેલ અને ટ્રીસ્ટન સ્ટબ્સ પણ સારી લયમાં છે.
Chinnaswamy pitch કેવી હોય છે?
RCB અને DC વચ્ચેનો હાઈ વોલ્ટેજ મુકાબલો ચન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુમાં રમાવાનો છે. આ પિચ બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં બેટ પર બોલ સારી રીતે આવે છે અને ઘણા ચોગ્ગા-છગ્ગા જોવા મળે છે. સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની હોવાથી હાઈ સ્કોરિંગ મેચ સામાન્ય છે. જો કે, આ પિચ પર થોડી સ્પિન પણ મળે છે, જેનાથી સ્પિન બોલર લાભ લઈ શકે છે. એટલે કે, આ મેચમાં રન પણ વરસશે અને સ્પિનર પણ મજાની ભૂમિકા ભજવી શકે છે.
આંકડા શું કહે છે?
ચન્નાસ્વામીમાં અત્યાર સુધી IPLના 96 મેચ થયા છે. જેમાંથી 41 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત્યા છે, જ્યારે 51 મેચમાં ચેઝ કરનાર ટીમે વિજય મેળવ્યો છે. એટલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય વધુ લાભદાયી રહ્યો છે. પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 167 રહ્યો છે. IPL ઇતિહાસનો સૌથી મોટો સ્કોર પણ આ મેદાન પર જ બન્યો હતો – જ્યારે SRHએ RCB સામે 287 રન બનાવી દીધા હતા.
Your 𝐖𝐞𝐝𝐧𝐞𝐬𝐝𝐚𝐲 𝐖𝐢𝐬𝐝𝐨𝐦 courtesy Krunal Pandya.
#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/lmHUNvtL2w
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 9, 2025
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ