CRICKET
IPL 2025: સ્ટાર ખેલાડી, વિરાટ કોહલી નહીં, RCBનો નવો કેપ્ટન બની શકે
IPL 2025: સ્ટાર ખેલાડી, વિરાટ કોહલી નહીં, RCBનો નવો કેપ્ટન બની શકે.
આ વખતે RCBએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ બહાર કર્યો છે. જે બાદ વિરાટ કોહલી નહીં પરંતુ અન્ય સ્ટાર ખેલાડી RCBનો નવો કેપ્ટન બની શકે છે.
IPLની તમામ 10 ટીમોની રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ વખતે ઘણી ટીમોએ પોત-પોતાના કેપ્ટનને બહાર કર્યા છે. જેમાં IPL 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામેલ છે. હવે મેગા ઓક્શન પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે RCB મેગા ઓક્શનમાં વિરાટ કોહલીને નહીં પરંતુ અન્ય સ્ટાર ખેલાડીને નિશાન બનાવી શકે છે. જો આ ખેલાડી RCBમાં આવે છે તો શક્ય છે કે તેને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવે.
KL Rahul આરસીબીમાં પ્રવેશ કરી શકે છે
KL Rahul છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. કેપ્ટન તરીકે રાહુલની પ્રથમ સિઝન ઘણી સારી રહી પરંતુ IPL 2024 તેના માટે ખૂબ જ ખરાબ રહી. આ સિઝનમાં તેને ભરચક સ્ટેડિયમમાં એલએસજીના માલિક દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ એવી અટકળો ચાલી રહી હતી કે કેએલ રાહુલ આ વખતે એલએસજી છોડી શકે છે. તે જ સમયે, આઈપીએલ 2025 માટે એલએસજીની રીટેન્શન લિસ્ટ બહાર આવ્યા પછી, તે પણ સ્પષ્ટ થઈ ગયું કારણ કે એલએસજીએ રાહુલને જાળવી રાખ્યો નથી.
Echoes of Fans Mock Auction: KL Rahul and Rishabh Pant are breaking the bank. Find out how much they go for, and who gets them now: https://t.co/0fIgMMQ3iF#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/ZLXIIgQLbr
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 3, 2024
એલએસજીમાંથી છૂટ્યા બાદ હવે રાહુલ વિશે એવી અટકળો ચાલી રહી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ મેગા ઓક્શનમાં આ વિકેટકીપર બેટ્સમેનને નિશાન બનાવી શકે છે. કોઈપણ રીતે, દિનેશ કાર્તિકની નિવૃત્તિ બાદ આરસીબીને વિકેટકીપર બેટિંગની જરૂર છે. એટલું જ નહીં, જો RCB મેગા ઓક્શનમાં કેએલ રાહુલને ખરીદે છે, તો ફ્રેન્ચાઇઝી પાસે તેને RCBનો નવો કેપ્ટન બનાવવાનો સારો વિકલ્પ હશે.
Is this possible? 🤯
KL Rahul – RCB Captain
Rishabh Pant – CSK Captain pic.twitter.com/oFAVUOhplP— IPLnCricket: Everything about Cricket (@IPLnCricket) November 2, 2024
CRICKET
Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર: જસપ્રિત બુમરાહની ટૂંક સમયમાં વાપસી.
Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર: જસપ્રિત બુમરાહની ટૂંક સમયમાં વાપસી.
Jasprit Bumrah ની વાપસી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર બુમરાહ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં IPL 2025માં જોવા મળી શકે છે. જોકે, આગામી બે મેચ માટે તેઓ ઉપલબ્ધ નહીં હોય. બુમરાહ ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી તે ટેસ્ટ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારથી ક્રિકેટથી દૂર છે.
Jasprit Bumrah ની વાપસીનું અપડેટ
મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકો માટે ખુશીના સમાચાર છે. ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ હવે ઝડપથી ફિટ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં IPLમાં મચાવા તૈયાર છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝના છેલ્લો ટેસ્ટ દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, અને ત્યારથી મેદાનમાં જોવા મળ્યા નથી. જોકે, તેઓ આગામી બે મેચોમાં નહીં રમે, એ પાક્કું છે. જો બુમરાહ ફરીથી સંપૂર્ણ ફિટ થઈને મેદાનમાં ઉતરે, તો આ મુંબઈ માટે મોટી રાહત હશે.
મુંબઈને મળ્યું છે માત્ર એક જ વિજય
IPL 2025માં અત્યારસુધી મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ શોખજનક રહ્યો નથી. મુંબઈએ પોતાના પ્રથમ બે મુકાબલાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાર મળતાં જટકો લાગ્યો હતો, ત્યારબાદ ગુજરાત ટાઇટન્સે પણ 36 રનથી હરાવ્યા હતા. જોકે, ત્રીજા મુકાબલામાં મુંબઈએ KKR સામે 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં યુવાબોલર અશ્વિની કુમારે 24 રનમાં 4 વિકેટ મેળવીને ધમાલ મચાવી હતી, જ્યારે બેટિંગમાં રિયન રિકેલ્ટને 41 બોલમાં 62 રનની ઝૂમીતી ઇનિંગ્સ રમી હતી. હવે મુંબઈનો આગામી મુકાબલો લખનૌ સુપરજાયન્ટ્સ સામે ઇકાણા સ્ટેડિયમમાં રમાશે.
🚨 JASPRIT BUMRAH IS GETTING CLOSER TO RETURN IN THIS IPL 2025 🚨
– But Bumrah is set to miss Mumbai Indians' next two matches..!!! (ESPNcricinfo). pic.twitter.com/IxZbEvxPbR
— Tanuj (@ImTanujSingh) April 4, 2025
CRICKET
Nicholas Kirton: IPL વચ્ચે માથાભારે કાંડ, 9 કિલો ડ્રગ્સ સાથે પકડાયો કેનેડિયન ક્રિકેટર
Nicholas Kirton: IPL વચ્ચે માથાભારે કાંડ, 9 કિલો ડ્રગ્સ સાથે પકડાયો કેનેડિયન ક્રિકેટર.
IPL 2025ના ઉછાળા વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડાની ટીમ માટે રમનાર બાવડા હાથના વિસ્ફોટક બેટ્સમેન Nicholas Kirton 9 કિલો ડ્રગ્સ (કૅનાબિસ) સાથે ઝડપાયા છે. પોલીસએ તેમને ધરપકડ કરી લીધી છે. આ સમાચારથી ચાહકો ચોંકી ઉઠ્યા છે.
અટકાયત ક્યારે અને ક્યાંથી?
રિપોર્ટ્સ અનુસાર, નિકોલસ કિરટનને બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપવામાં આવ્યા હતા. તેઓ લગભગ 20 પાઉન્ડ (અંદાજે 9 કિલો) કૅનાબિસ લઈને જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, કેનેડામાં 57 ગ્રામ સુધી કૅનાબિસ રાખવી માન્ય છે, પણ જાહેરમાં લઈને ફરવું કાયદેસર નથી. નિકોલસ પાસે મર્યાદાથી 160 ગણું વધુ કૅનાબિસ મળતાં તેમને તાત્કાલિક ઝડપી લેવાયા હતા.
શું Nicholas Kirton ફરી ટીમમાં આવશે?
હવે મોટો પ્રશ્ન એ છે કે શું નિકોલસ કિરટન ફરી કેનેડા ટીમનો ભાગ બની શકશે કે નહિ? 18 એપ્રિલથી શરૂ થનારી નૉર્થ અમેરિકા કપ માટે તેમનું રમવું હવે શંકાસ્પદ લાગી રહ્યું છે.
Cricket Canada has been made aware of the recent allegations and detainment involving National Team player Nicholas Kirton (He was held by police at Grantley Adams International Airport on Sunday after arriving in his homeland on an Air Canada flight. He is said to be assisting… pic.twitter.com/tqLN1l4cji
— Czarsportz Global – Associate Cricket World (@Emerging_96) April 4, 2025
Nicholas Kirton કોણ છે?
નિકોલસ કિરટન ડાબા હાથના બેટ્સમેન તેમજ ઓલરાઉન્ડર છે. તેઓ બાર્બાડોસમાં જન્મેલા છે અને વેસ્ટઇન્ડિઝ માટે અંડર-17 અને અંડર-19 લેવલે ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમ છતાં તેઓ વેસ્ટઇન્ડિઝ માટે સિનિયર ઇન્ટરનેશનલ મેચ નથી રમી શક્યા.
તેમની મા કેનેડાની હોવાને કારણે તેમને કેનેડા માટે રમવાની યોગ્યતા મળી હતી. નિકોલસે 2018માં ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું અને 2024માં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ગયા વર્ષથી તેઓ કેનેડાની તમામ ફોર્મેટ્સમાં કેપ્ટન છે.
Nicholas Kirton નો ક્રિકેટ કારકિર્દી કેવો રહ્યો છે?
હાલ સુધી નિકોલસ કિરટનએ 21 વનડે મેચમાં 514 રન, જ્યારે 28 ટી20 મેચમાં 627 રન બનાવી ચૂક્યા છે.
🚨Canada captain Nicholas Kirton has been taken into police custody in Barbados !! 🚨 pic.twitter.com/GtOEqUUUq3
— Cricketism (@MidnightMusinng) April 4, 2025
CRICKET
LSG vs MI: જાણો પિચ રિપોર્ટથી લઈને પ્લેઇંગ 11 સુધી
LSG vs MI: જાણો પિચ રિપોર્ટથી લઈને પ્લેઇંગ 11 સુધી.
આજે IPL 2025નો 16મો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવાનો છે. આ રોમાંચક ટક્કર લખનૌના એકાણા ક્રિકેટ સ્ટેડિયમમાં થશે.
આજનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ છે કારણ કે ઋષભ પંતની લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો થશે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સાથે. બંને ટીમો માટે આ સિઝન હજુ સુધી ખાસ રહ્યો નથી. મુંબઈ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા અને લખનૌ સાતમું સ્થાન ધરાવે છે.
હાલ સુધીનો પ્રદર્શન
હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી ત્રણ મુકાબલાઓ રમ્યા છે જેમાંથી ફક્ત એક જ જીત મેળવી છે. તેમ છતાં ટીમનો નેટ રન રેટ સારો છે અને તે તેમને આગળ જવાની આશા આપી શકે છે. બીજી તરફ, ઋષભ પંતની LSGએ પણ ફક્ત એક મેચ જીત્યો છે અને બાકીના બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમનો નેટ રન રેટ પણ નબળો છે જેને સુધારવાની જરૂર છે.
લખનૌ પિચ રિપોર્ટ
લખનૌના એકાણા સ્ટેડિયમની પિચ ઘણી વખત ઓછી સ્કોરિંગ વાળી રહી છે. જોકે, બીજી ઇનિંગમાં રન બનાવવી વધુ સરળ બની જાય છે. આથી, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે તેવો સંભાવ છે. લખનૌ પોતાની છેલ્લી મેચમાં આ જ મેદાન પર ફક્ત 170 રન બનાવી શકી હતી જેને પંજાબ કિંગ્સે સરળતાથી ચેઝ કરી લીધો હતો.
મેચ આગાહી
જોવા જઈએ તો મુંબઈની ટીમ લખનૌ કરતાં વધુ મજબૂત છે. છતાં, લખનૌ પાસે પણ મેચ વિનિંગ બેટ્સમેન છે. પરંતુ લખનૌનું બોલિંગ તેનું નબળું પોઈન્ટ બની શકે છે. અમારા પ્રિડિક્શન મુજબ આ મેચમાં મુંબઈનો પલ્લો ભારે જણાઈ રહ્યો છે, છતાં ચેઝ કરતી ટીમની જીતની સંભાવના વધુ રહેશે.
Lucknow Super Giants ની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
મિશેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરણ, ઋષભ પંત (કપ્તાન/વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, શાર્દુલ ઠાકુર, આવેષ ખાન, રવિ બિશ્નોઇ, પ્રિન્સ યાદવ/આકાશ દીપ
Mumbai Indians ની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા, રિઆન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કપ્તાન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિનીકુમાર, વિઘ્નેશ પુથુર/સત્યનારાયણ રાજૂ
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન