Connect with us

ipl 2025

IPL 2025: સ્ટાર બોલર ઈજાના કારણે બહાર? LSGએ રિપ્લેસમેન્ટ તરીકે શાર્દૂલ ઠાકુરને કર્યો સામેલ! 

Published

on

ipl123

IPL 2025: સ્ટાર બોલર ઈજાના કારણે બહાર? LSGએ રિપ્લેસમેન્ટ તરીકે શાર્દૂલ ઠાકુરને કર્યો સામેલ!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરુઆત પહેલા એક ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમનો એક મુખ્ય ઝડપી બોલર ઈજા કારણે આખા સીઝનમાંથી બહાર થઈ શકે છે.રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડીને નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) તરફથી ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યું, અને ટીમે તેના રિપ્લેસમેન્ટ તરીકે પહેલેથી જ એક ખેલાડીને સામેલ કરી દીધો છે. હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે.

shardul

ઈજાના કારણે IPL 2025 ગુમાવશે આ બોલર?

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ઝડપી બોલર Mohsin Khan ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કોઈપણ ક્રિકેટ મેચ રમી શક્યા નથી. જોકે, તેમણે LSG ના પ્રી-સીઝન કેમ્પમાં ભાગ લીધો હતો, પણ નેટ્સમાં બોલિંગ દરમિયાન તેમની પિંડળીમાં તાણ આવી ગયો, જેનાથી IPL 2025માં તેમની રમવાની શક્યતાઓ ઓછી છે.

Shardul Thakur ની IPLમાં વાપસી!

LSGએ મોહસિન ખાનના રિપ્લેસમેન્ટ માટે Shardul Thakur ને પોતાના સ્કોડમાં સામેલ કરી દીધા છે. શાર્દૂલ 24 માર્ચે LSGના પ્રથમ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ટીમ સાથે હશે. શાર્દૂલ ઠાકુર આ પહેલા CSK, KKR અને DC જેવી IPL ટીમોમાં રમી ચૂક્યા છે.

shardul112

2 કરોડમાં લખનઉ સાથે જોડાશે Shardul Thakur

IPL 2025ની હરાજીમાં શાર્દૂલ ઠાકુર 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે અનસોલ્ડ રહ્યા હતા. હવે લખનઉ સુપર જાયન્ટ્સે તેમને એ જ કિંમત પર પોતાની ટીમમાં સામેલ કરી દીધા છે.

Shardul Thakur નું IPL રેકોર્ડ

શાર્દૂલ ઠાકુરે IPLમાં અત્યાર સુધી 95 મેચ રમી છે, જેમાં 94 વિકેટો ઝડપી છે. 9.22ની ઈકોનોમી સાથે બોલિંગ કરતા તેમણે ઘણી વખત મેચ જીતી આપી છે. બેટિંગમાં પણ તેમણે 307 રન બનાવ્યા છે. હવે જોવું રહ્યું કે LSG માટે તેઓ કેટલું અસરકારક પ્રદર્શન કરી શકે છે.

shardul

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper