Connect with us

CRICKET

Josh Cobb: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર જોશ કોબે લીધો નિવૃત્તિનો નિર્ણય, 13 હજારથી વધુ રન સાથે કરિયરનો અંત

Published

on

josh11

Josh Cobb: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર જોશ કોબે લીધો નિવૃત્તિનો નિર્ણય, 13 હજારથી વધુ રન સાથે કરિયરનો અંત.

ઈંગ્લેન્ડના અનુભવવી ઓલરાઉન્ડર Josh Cobb પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે તે નવી ભૂમિકામાં દેખાશે.

નિવૃત્તિ પછી નવી જવાબદારી સંભાળશે Josh Cobb

Josh Cobb પોતાના ક્રિકેટ કરિયરનો અંત લાવી દીધો છે. હવે તે વોરવિકશાયરની બોયઝ એકેડમીના વડા તરીકે કામ કરશે. આ એકેડમીએ અગાઉ જેકબ બેથેલ, ડૅન મૂસલી અને રૉબ યેટ્સ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે.

josh

17 વર્ષની ઉંમરે શરૂ કર્યો હતો ક્રિકેટ કરિયર

જોશ કોબે 2007 માં માત્ર 17 વર્ષની ઉંમરે લીસ્ટરશાયર માટે પ્રોફેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે 2013 માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં ઢાકા ગ્લેડિયેટર્સ સાથે ચેમ્પિયન બન્યો હતો. ઉપરાંત, તેણે ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં વેલ્શ ફાયરની કેપ્ટનશીપ પણ સંભાળી હતી. બ્લાસ્ટ ફાઇનલમાં તેણે શાનદાર બોલિંગ કરતાં 22 રનમાં 4 વિકેટ ઝડપી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો.

josh1

નિવૃત્તિ અંગે Josh Cobb એ શું કહ્યું?

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે જોશ કોબે કહ્યું, “18 વર્ષ પહેલા ડેબ્યૂ કર્યા પછીનો આ સફર અદભૂત રહ્યો, જેમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું, જેમને મળવાનો મોકો મળ્યો, જે સ્થળોએ ગયો અને જે યાદગાર પળો સર્જી. ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે.”

Josh Cobb નો ક્રિકેટ કરિયર

જોશ કોબે પોતાના કરિયર દરમિયાન કુલ 138 ફર્સ્ટ ક્લાસ, 100 લિસ્ટ A અને 210 T20 મેચ રમ્યા.

  • ફર્સ્ટ ક્લાસ: 5552 રન અને 20 વિકેટ
  • લિસ્ટ A: 3338 રન અને 35 વિકેટ
  • T20: 4262 રન અને 78 વિકેટ

કુલ મળીને જોશ કોબે 13,000 થી વધુ રન બનાવ્યા અને ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRICKET

PSL-10 ના એન્થમમાં દેખાયો ‘ભગવો ‘ રંગ, IPL વચ્ચે પાકિસ્તાની લીગમાં ભારતની ઝલક!

Published

on

psl11

PSL-10 ના એન્થમમાં દેખાયો ‘ભગવો ‘ રંગ, IPL વચ્ચે પાકિસ્તાની લીગમાં ભારતની ઝલક!

આ સમયે દુનિયામાં IPL ની ધૂમ છે, અને તેને ટક્કર આપવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અનોખું પગલું ભર્યું છે. PCB એ PSL-10 નું ઓફિશિયલ એન્થમ રિલીઝ કર્યું છે, જેમાં ‘ભગવો ’ રંગની ઝલક અને ભારત જેવી સંસ્કૃતિ જોવા મળતા ફેન્સ ચોંકી ગયા છે.

psl

IPL ની મજા વચ્ચે PSL-10 નું એન્થમ લોન્ચ

IPL 2025 ધીમે ધીમે શિખરે પહોંચી રહ્યું છે, અને દુનિયાભરમાં ક્રિકેટ ચાહકો તેની મજા માણી રહ્યા છે. એવામાં PCB એ 11 એપ્રિલથી શરૂ થનારી PSL-10 માટે ઓફિશિયલ એન્થમ રિલીઝ કર્યું છે. આમ તો આ એન્થમ પાકિસ્તાની લીગ માટે છે, જેમાં પોપ્યુલર ગાયક અલી ઝફર સાથે નતાશા બેગ અને સ્ટાર રેપર તલ્હા અંજુમની જબરદસ્ત પરફોર્મન્સ છે. પરંતુ એન્થમમાં દેખાતી ભારતીય ઝલક અને ‘ભગવો ’ રંગે ફેન્સને ચોંકાવી દીધા.

psl1

એન્થમમાં કેમ દેખાયો ‘ભગવો ’ રંગ?

PSL-10 ના એન્થમની શરૂઆત એક આઉટડોર લોકેશનથી થાય છે, જ્યાં રાજસ્થાની પોશાક જેવા કપડા પહેરેલા લોકો નજરે પડે છે. આ દ્રશ્ય ભારતીય બંજારોની સંસ્કૃતિની યાદ અપાવે છે. અલી ઝફરનું પરફોર્મન્સ લોકોનું દિલ જીતી લે એવું છે, પણ એન્થમમાં પાછળ નજર આવતા ડાન્સર્સ ‘કેસરી’ રંગના કપડાંમાં જોવા મળે છે, જેને લીધે PSL ની લીગમાં ‘ભગવો ’ રંગનો સ્પર્શ દેખાયો. પાકિસ્તાનના કોઈ પણ મ્યુઝિક વીડિયો કે પ્રમોશન માટે આવું નજરે પડવું આશ્ચર્યજનક છે.

PSL-10: એક દાયકાનું સેલિબ્રેશન

PSL-10 ના એન્થમનું મુખ્ય લિરિક ‘X Dekho’ છે, જે આ લીગના 10 વર્ષનું સેલિબ્રેશન દર્શાવે છે. સંગીતમાં વિવિધ શૈલીઓ જોડીને PSL ની ઊર્જા અને જુસ્સાને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. PSL-10 માટે આ વખતે લાહોર, કરાચી, મુલ્તાન અને રાવલપિંડીમાં મેચ રમાશે. મહત્વની વાત એ છે કે, PSL અને IPL આ વખતે સીધી ટક્કરમાં છે, કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને કારણે PSL ફેબ્રુઆરીમાં શરૂ થઈ શક્યું ન હતું.

 ભારત-પાકિસ્તાનની સંસ્કૃતિ એક જેવી છે?

વિશ્વભરમાં જાણીતી વાત છે કે ભારત અને પાકિસ્તાનની સંસ્કૃતિ ઘણી બધી રીતે એકસરખી છે. રાજસ્થાનની સરહદ પાકિસ્તાન સાથે જોડાય છે અને સરહદની બીજી બાજુ પણ ભારતીય વેશભૂષા જેવી જોવા મળે છે. સામાન્ય રીતે પાકિસ્તાન આ વાતોને અવગણે છે, પરંતુ PSL-10 ના પ્રમોશનલ વીડિયોમાં ‘ભગવો ’ રંગ પહેરેલા લોકોનો સમાવેશ કરવો એક મોટું આશ્ચર્યજનક ઘટના છે.

Continue Reading

CRICKET

IPL 2025: બેટિંગ-બોલિંગ બંનેમાં ‘સાઈ’નો ધમાકો, ઓરેંજ અને પર્પલ કેપની રેસમાં ટોચ પર!

Published

on

IPL 2025: બેટિંગ-બોલિંગ બંનેમાં ‘સાઈ’નો ધમાકો, ઓરેંજ અને પર્પલ કેપની રેસમાં ટોચ પર!

IPL 2025માં ‘Sai Sudarshan ’નું જાદૂ છવાયું છે. સાઈ ઓરેંજ કેપની રેસમાં છે અને સાઈ પર્પલ કેપ માટે પણ દાવેદાર છે. રસપ્રદ વાત એ છે કે બેટિંગ અને બોલિંગ બંનેમાં ભારતીય ખેલાડીઓમાં સાઈથી આગળ કોઈ નથી. IPL 2025માં સાઈનો શાનદાર પ્રદર્શન જોઈને તેમનાં નામની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

sai

બેટિંગમાં Sai Sudarshan નો કમાલ

Sai Sudarshan, જે ડાબોડી બેટ્સમેન છે, IPL 2025માં ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો છે. તેઓએ અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. IPL 2025ના 14માં મેચ સુધીમાં સાઈ સુદર્શન 186 રન સાથે ઓરેંજ કેપની રેસમાં બીજા સ્થાને છે. ભારતીય બેટ્સમેનોમાં તો તેઓ ટોચ પર છે. 3 મેચની 3 ઈનિંગ્સમાં 2 અર્ધશતક સાથે તેમણે આ સ્કોર બનાવ્યો છે, જેમાં 74 રન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

sai1

ગેંદ થી Sai Sudarshan નો દમદાર પ્રદર્શન

જેમ સાઈ સુદર્શન બેટિંગમાં છવાઈ રહ્યા છે, તેમ સાઈ કિશોર બોલિંગમાં ધમાલ મચાવી રહ્યો છે. IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં સાઈ કિશોર ટોચ પર છે. તેઓએ 3 મેચની 3 ઈનિંગ્સમાં 6 વિકેટ ઝડપી છે, જેના કારણે પર્પલ કેપની રેસમાં પણ મજબૂત દાવેદાર બન્યા છે.

sai11

IPL 2025માં ગુજરાત ટાઇટન્સના બંને ‘સાઈ’ – એક બેટિંગમાં અને બીજો બોલિંગમાં – શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે.

Continue Reading

CRICKET

IPL 2025: ઓરેંજ કેપની રેસમાં આ 5 બેટ્સમેનો, કોણ કરશે ટોચ પર કબજો?

Published

on

ipl77

IPL 2025: ઓરેંજ કેપની રેસમાં આ 5 બેટ્સમેનો, કોણ કરશે ટોચ પર કબજો?

IPL 2025 શાનદાર રીતે આગળ વધી રહ્યો છે. ફેન્સને રોજ નવા રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. 10 ટીમો ખિતાબ માટે ટક્કર આપી રહી છે. અત્યાર સુધીના મેચોમાં અનેક બેટ્સમેનો ઝળક્યા છે. IPL 2025ની ઓરેંજ કેપ રેસમાં 5 ખેલાડીઓ ટોચ પર છે. 2 એપ્રિલે RCB સામે 49 રન બનાવનાર સાઈ સુદર્શન બીજા નંબર પર પહોંચી ગયા છે. 14 મેચ બાદ આ કેપ હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરણ પાસે છે. ચાલો જાણીએ કોણ છે આ રેસમાં આગળ.

orang

IPL 2025માં Orange Cap માટે ટોપ 5 બેટ્સમેનો

  1. નિકોલસ પૂરણ – 189 રન
  2. સાઈ સુદર્શન – 186 રન
  3. જોસ બટલર – 166 રન
  4. શ્રેયસ અય્યર – 149 રન
  5. ટ્રેવિસ હેડ – 136 રન

Sai Sudarshan ટોચની આસપાસ

ગુજરાત ટાઇટન્સ માટે રમતા Sai Sudarshan અત્યારે 186 રન સાથે બીજા નંબરે છે. તે માત્ર 3 રન પાછળ છે. જો આગામી મેચમાં પૂરણનું પ્રદર્શન નબળું રહે અને સુદર્શન ધમાકેદાર ઇનિંગ્સ રમી જાય તો ઓરેંજ કેપ તેમના માથે આવી શકે છે.

orang1

Orange Cap શું છે?

Orange Cap એ IPLનું ખાસ પુરસ્કાર છે, જે દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનને આપવામાં આવે છે. સિઝન દરમિયાન જે બેટ્સમેન ટોચ પર હોય, તે ઓરેંજ કેપ પહેરીને મેદાનમાં ઉતરે છે. આ IPLના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિગત એવોર્ડમાંનુ એક છે, જેને મેળવવા બેટ્સમેન વચ્ચે હરીફાઈ રહે છે.

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper