CRICKET
KKR vs RR: સુનિલ નરેન બની શકે જીતનો હીરો, રાજસ્થાન માટે મોટો ખતરો!
KKR vs RR: સુનિલ નરેન બની શકે જીતનો હીરો, રાજસ્થાન માટે મોટો ખતરો!
IPL 2025માં ગૌહાટી ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ આમનેસામને થશે. બંને ટીમો હજી સુધી સિઝનની પહેલી જીત માટે તલપાપડ છે. અગાઉ RCBએ KKRને અને SRHએ RR ને હરાવ્યા હતા. આ મેચમાં કોલકાતા માટે Sunil Narine મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે છે, કારણ કે તે માત્ર બેટિંગથી જ નહીં પણ બોલિંગથી પણ રાજસ્થાન માટે પડકાર ઉભો કરી શકે છે.
Sanju Samson માટે Sunil Narine હશે મોટો પડકાર!
સુનિલ નરેને અત્યાર સુધી 177 IPL મેચોમાં 165.94 સ્ટ્રાઈક રેટ અને 17.34 સરેરાશથી 1578 રન બનાવ્યા છે. તેની આક્રમક બેટિંગ પાવરપ્લેમાં સામેની ટીમ માટે પડકારરૂપ સાબિત થાય છે. IPLમાં તે 1 સદી અને 7 અડધી સદી ફટકારી ચુક્યો છે, જ્યારે તેનો શ્રેષ્ઠ સ્કોર 109 રન છે. સંજૂ સેમસન સુનિલ નરેન સામે કેવી રણનીતિ અપનાવે છે તે જોવા જેવું રહેશે.
Sunil Narineનો IPL રેકોર્ડ
સુનિલ નરેને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 6.73 ઈકોનોમી અને 25.4 એવરેજ સાથે 181 વિકેટ ઝડપી છે. તેની શ્રેષ્ઠ બોલિંગ 19 રન આપીને 5 વિકેટ છે. IPLમાં તે 7 વખત એક મેચમાં 4 વિકેટ લાવી ચૂક્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજસ્થાન માટે સુનિલ નરેનને રોકવું સરળ નહીં હોય. બીજી બાજુ, KKRના કેપ્ટન અંજિક્ય રહાણેને પણ તેમની બેટિંગ અને બોલિંગ બંનેમાંથી ભરોસો હશે.
CRICKET
CSK vs DC: દિલ્હીની ધમાકેદાર શરૂઆત, ટોસ જીતીને કરશે પહેલા બેટિંગ
CSK vs DC: દિલ્હીની ધમાકેદાર શરૂઆત, ટોસ જીતીને કરશે પહેલા બેટિંગ.
IPL 2025ના 17મા મુકાબલામાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાતી આ મેચમાં સ્પિનર્સની મહત્ત્વની ભૂમિકા રહી શકે છે. દિલ્હી કેપિટલ્સના કપ્તાન Akshar Patel ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
હાલના સીઝનમાં દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમેલી બંને મેચ જીતી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણમાંથી માત્ર એક જ મેચમાં વિજય મેળવ્યો છે. આવી સ્થિતિમાં ચેન્નઈ આજે ઘરેલુ મેદાન પર જીત માટેને માટે બેડાપોર કરશે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
Chennai Super Kings (CSK):
રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ (કપ્તાન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, નૂર અહમદ, મુકેેશ ચૌધરી, ખલીલ અહમદ, મથીષા પથિરાના
DELHI CAPITALS HAVE WON THE TOSS AND THEY'VE DECIDED TO BAT FIRST. pic.twitter.com/OwsfXn8olO
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2025
Delhi Capitals (DC):
જેક ફ્રેઝર-મેકગર્ક, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કપ્તાન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા
Head to Head રેકોર્ડ:
CSK અને DC વચ્ચે અત્યાર સુધી IPLમાં કુલ 30 મેચ રમાઈ છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે 19 મેચો જીતી છે, જ્યારે દિલ્હી માત્ર 11 વખત વિજેતા રહી છે. ચેપોકના મેદાન પર બંને ટીમો 9 વખત આમને-સામને આવી છે જેમાં CSKએ 7 મેચ જીતી છે.
બંને ટીમોના સંપૂર્ણ સ્ક્વોડ:
Chennai Super Kings (CSK):
રુતુરાજ ગાયકવાડ (કપ્તાન), એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથીષા પથિરાના, નૂર અહમદ, રવિચન્દ્રન અશ્વિન, ડેવોન કોનવે, ખલીલ અહમદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, સેમ કરન, શેખ રશિદ, અંશુલ કમ્બોજ, મુકેેશ ચૌધરી, દીપક હૂડા, ગુરજનપ્રીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ
Delhi Capitals (DC):
અક્ષર પટેલ (કપ્તાન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), જેક ફ્રેઝર-મેકગર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસી, ડોનોવન ફેરેરા, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપૂરાણા વિજય, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેેશ કુમાર, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ
CRICKET
Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ
Pakistani team ની શર્મનાક હાર: ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ.
ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં પાકિસ્તાનના બેટ્સમેન અને બોલર બંને નિષ્ફળ રહ્યા. પરિણામે, ટીમે 0-3થી સીરિઝ ગુમાવી અને ક્લીન સ્વીપની શર્મનાક હાર સહન કરવી પડી.
ત્રીજા વનડેમાં પાકિસ્તાનને 43 રને હારનો સામનો કરવો પડ્યો. પહેલા વનડેમાં 73 રન અને બીજા વનડેમાં 84 રને પાકિસ્તાને હાર ઝીલવી પડી. આખી સીરિઝ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓનો દેખાવ ઘણો નબળો રહ્યો.
Michael Bracewell ની અડધી સદી
ત્રીજા વનડેમાં વરસાદના કારણે આઉટફિલ્ડ ભેજવાળી હતી, જેના કારણે મેચ 42-42 ઓવર્સની રાખવામાં આવી. પાકિસ્તાનના કપ્તાન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તે માટે હાનિકારક સાબિત થયો.
ન્યુઝીલેન્ડ તરફથી રાઇઝ મારિયૂએ 58 રન અને કપ્તાન Michael Bracewell 59 રનની સારી ઇનિંગ્સ રમી. ડેરિલ મિચેલે પણ 43 રન બનાવ્યા. આ બધા યોગદાનથી ન્યુઝીલેન્ડને લાયકાતભર્યો સ્કોર મળ્યો.
પાકિસ્તાન તરફથી Aaqib Javed નો 4 વિકેટોનો પર્ફોર્મન્સ
પાકિસ્તાન માટે આકિફ જાવેદે 8 ઓવરમાં 62 રન આપી 4 વિકેટ ઝડપી. નસીમ શાહે 2 વિકેટ લીધા જ્યારે ફહીમ અશરફ અને સુફિયાન મુકીમે 1-1 વિકેટ ઝડપી.
પાકિસ્તાની બેટ્સમેન નિષ્ફળ
બાબર આઝમ સિવાય કોઈ પણ બેટ્સમેન સારી ઈનિંગ્સ રમી શક્યો નહીં. ઈમામ ઉલ હક શરૂઆતમાં રિટાયર્ડ હર્ટ થયા પછી ઉમરાન ખાન કનકશન રિપ્લેસમેન્ટ તરીકે રમ્યા, પણ તે પણ નિષ્ફળ રહ્યા. બાબર આઝમે 50 રન બનાવ્યા. અબ્દુલ્લા શફીકે 33 અને રિઝવાને 37 રન બનાવ્યા, પણ આ ખેલાડીઓ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યા નહીં.
Ben Sears 5 વિકેટ સાથે મચાવી ધમાલ
ન્યુઝીલેન્ડના બોલર બેન સિયર્સે 9 ઓવરમાં માત્ર 34 રન આપીને 5 વિકેટ ઝડપી. તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યા.
CRICKET
retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ
retire out થયા તિલક વર્મા, જયવર્ધનેના નિર્ણયથી ચોંકી ગયો સમગ્ર ડ્રેસિંગ રૂમ.
Tilak Verma શુક્રવારે રમાયેલા મેચ દરમિયાન રિટાયર્ડ આઉટ થયા અને મેદાન પરથી બહાર ચાલ્યા ગયા. મુંબઈ ઇન્ડિયન્સના આ અચાનક નિર્ણયથી ફક્ત ફેન્સ નહીં પરંતુ ટીમના ખેલાડી Suryakumar Yadav પણ ચોંકી ગયા.
તિલક વર્મા IPL ઇતિહાસમાં ચોથા એવા બેટ્સમેન બન્યા છે જેમણે રિટાયર્ડ આઉટ થવાનો વિકલ્પ પસંદ કર્યો. IPL 2025ના 16મા મુકાબલા દરમિયાન જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો સામે તિલક મોટી હિટ્સ લગાવી શકતા નહોતા, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેમને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લીધો. 19મા ઓવર દરમિયાન મિચેલ સેંટનરને તિલકની જગ્યાએ ક્રીઝ પર મોકલવામાં આવ્યા. આ નિર્ણયથી માત્ર ફેન્સ જ નહીં પણ ટીમના સુનિર્ધારિત ખેલાડી સુર્યકુમાર યાદવ પણ અચંબામાં પડી ગયા.
મેચની સ્થિતિ એવી હતી..
204 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈના બંને ઓપનર્સ – વિલ જેક્સ અને રાયન રિકલ્ટન – માત્ર 17 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ સુર્યકુમાર યાદવ અને નમન ધીરે 69 રનની ભાગીદારી કરી. નમન ધીરે 24 બોલમાં 46 રન બનાવીને આઉટ થયા.
પછી તિલક વર્મા ક્રીઝ પર આવ્યા અને સુર્યકુમાર સાથે મળીને 66 રન ઉમેર્યા, પણ તેમની બેટિંગમાંથી મોટી હિટ્સનો અભાવ રહ્યો. જ્યારે મુંબઈને 24 બોલમાં 52 રનની જરૂર હતી ત્યારે એવું લાગતું હતું કે મેચ મુંબઇની ઝોલીમાં જશે. પણ 17મા ઓવરની પહેલી જ બોલ પર સૂર્યકુમાર આઉટ થતાં દબાણ વધી ગયું.
હાર્દિક પંડ્યા પછીના બેટ્સમેન હતા, પણ તિલક વર્મા તો ક્રીઝ પર સેટ હતા અને એમ હતો કે હવે તિલક મોટી હિટ્સ આવશે… પણ તેઓ એવી બોલર પાસે શોટ ન ખેચી શક્યા અને 19મા ઓવરની પાંચમી બોલે તેમને રિટાયર્ડ આઉટ કરાયા.
Jayawardene નો નિર્ણય અને Suryakumar નું રિએક્શન
તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવાનું નિર્ણય મુંબઈના કોચ મહેલા જયવર્ધને નો હતો. તેમણે મેચ પછી ખુલાસો કર્યો કે તિલક બેટિંગમાં જૂઝી રહ્યો હતો. વાયરલ વિડીયો પ્રમાણે જયવર્ધને સુર્યકુમારને આવીને આ વિશે જણાવે છે ત્યારે સૂર્યકુમાર ચોંકી જાય છે, અને પછી માથું નીચે નમાવી દે છે.
જયવર્ધનેએ કહ્યું: “તિલક રન બનાવવા માંગતો હતો, પણ તે શક્ય થયું નહીં. અમે છેલ્લાં થોડાં ઓવર્સ સુધી રાહ જોઈ. તે કાફી સમયથી ક્રીઝ પર હતો, એટલે એને મોટી હિટ્સ આવવી જોઈતી હતી. પણ એવું ના થયું એટલે અમે વિચાર્યું કે હવે નવા બેટ્સમેન આવે તો સારી તક બની શકે.”
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા