CRICKET
Nicholas Kirton: IPL વચ્ચે માથાભારે કાંડ, 9 કિલો ડ્રગ્સ સાથે પકડાયો કેનેડિયન ક્રિકેટર
Nicholas Kirton: IPL વચ્ચે માથાભારે કાંડ, 9 કિલો ડ્રગ્સ સાથે પકડાયો કેનેડિયન ક્રિકેટર.
IPL 2025ના ઉછાળા વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડાની ટીમ માટે રમનાર બાવડા હાથના વિસ્ફોટક બેટ્સમેન Nicholas Kirton 9 કિલો ડ્રગ્સ (કૅનાબિસ) સાથે ઝડપાયા છે. પોલીસએ તેમને ધરપકડ કરી લીધી છે. આ સમાચારથી ચાહકો ચોંકી ઉઠ્યા છે.
અટકાયત ક્યારે અને ક્યાંથી?
રિપોર્ટ્સ અનુસાર, નિકોલસ કિરટનને બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપવામાં આવ્યા હતા. તેઓ લગભગ 20 પાઉન્ડ (અંદાજે 9 કિલો) કૅનાબિસ લઈને જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, કેનેડામાં 57 ગ્રામ સુધી કૅનાબિસ રાખવી માન્ય છે, પણ જાહેરમાં લઈને ફરવું કાયદેસર નથી. નિકોલસ પાસે મર્યાદાથી 160 ગણું વધુ કૅનાબિસ મળતાં તેમને તાત્કાલિક ઝડપી લેવાયા હતા.
શું Nicholas Kirton ફરી ટીમમાં આવશે?
હવે મોટો પ્રશ્ન એ છે કે શું નિકોલસ કિરટન ફરી કેનેડા ટીમનો ભાગ બની શકશે કે નહિ? 18 એપ્રિલથી શરૂ થનારી નૉર્થ અમેરિકા કપ માટે તેમનું રમવું હવે શંકાસ્પદ લાગી રહ્યું છે.
Cricket Canada has been made aware of the recent allegations and detainment involving National Team player Nicholas Kirton (He was held by police at Grantley Adams International Airport on Sunday after arriving in his homeland on an Air Canada flight. He is said to be assisting… pic.twitter.com/tqLN1l4cji
— Czarsportz Global – Associate Cricket World (@Emerging_96) April 4, 2025
Nicholas Kirton કોણ છે?
નિકોલસ કિરટન ડાબા હાથના બેટ્સમેન તેમજ ઓલરાઉન્ડર છે. તેઓ બાર્બાડોસમાં જન્મેલા છે અને વેસ્ટઇન્ડિઝ માટે અંડર-17 અને અંડર-19 લેવલે ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમ છતાં તેઓ વેસ્ટઇન્ડિઝ માટે સિનિયર ઇન્ટરનેશનલ મેચ નથી રમી શક્યા.
તેમની મા કેનેડાની હોવાને કારણે તેમને કેનેડા માટે રમવાની યોગ્યતા મળી હતી. નિકોલસે 2018માં ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું અને 2024માં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ગયા વર્ષથી તેઓ કેનેડાની તમામ ફોર્મેટ્સમાં કેપ્ટન છે.
Nicholas Kirton નો ક્રિકેટ કારકિર્દી કેવો રહ્યો છે?
હાલ સુધી નિકોલસ કિરટનએ 21 વનડે મેચમાં 514 રન, જ્યારે 28 ટી20 મેચમાં 627 રન બનાવી ચૂક્યા છે.
🚨Canada captain Nicholas Kirton has been taken into police custody in Barbados !! 🚨 pic.twitter.com/GtOEqUUUq3
— Cricketism (@MidnightMusinng) April 4, 2025
CRICKET
Imam ul Haq ને બૉલ વાગતા લાગી ગંભીર ઈજા, મેચની વચ્ચે એમ્બ્યુલન્સમાં લઈ જવાયા
Imam ul Haq ને બૉલ વાગતા લાગી ગંભીર ઈજા, મેચની વચ્ચે એમ્બ્યુલન્સમાં લઈ જવાયા.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજા વનડે દરમિયાન પાકિસ્તાનના ઓપનર Imam ul Haq ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક ડાયરેક્ટ થ્રો સીધો તેમની જાળીવાળા હેલ્મેટમાંથી પસાર થઈને જબ્રા પર લાગી.
પાકિસ્તાન ટીમે 265 રનની લક્ષ્યનો પીછો શરૂ કર્યો ત્યારે ઇમામ અને અબ્દુલ્લા શફીક બેટિંગ કરવા ઊતરી આવ્યા હતા. ત્રીજા ઓવર દરમિયાન રન લેવા દોડ્યા ત્યારે ફીલ્ડરનો થ્રો સીધો ઇમામના હેલ્મેટની જાળીમાંથી અંદર જઈને જબ્રા પર લાગ્યો. તેમા તેમને ગંભીર ઈજા થઈ.
Imam ul Haq retired hurt#PAKvNZ #PakistanCricket #Cricket pic.twitter.com/ulUYUzrPtx
— Urooj Jawed🇵🇰 (@uroojjawed12) April 5, 2025
ઘટનાની તરત બાદ મેદાન પર મેડિકલ ટીમ પહોંચી ગઈ, પણ ઇમામની સ્થિતિ ગંભીર લાગતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા.
કન્કશન બદલાવ તરીકે Usman Khan મેદાને
ઇમામ ઉલ હકની જગ્યાએ પાકિસ્તાને Usman Khan ને કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. નિયમ મુજબ જો ખેલાડીને હેલ્મેટ અથવા માથાની આજુબાજુ ઇજા થાય તો ડોક્ટર્સ ચેક કરતા હોય છે. જરૂર પડે તો પ્લેયરને બદલી શકાય છે.
સીરીઝ તો પહેલેથી જ ન્યુઝીલેન્ડના નામ
ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. જોકે આ મેચના પરિણામનો સીરીઝ પર કોઈ અસર થયો નહીં કારણ કે ન્યુઝીલેન્ડે પહેલેથી જ આ વનડે સીરીઝ જીતેલી છે. આ પહેલા તેઓએ T20 સીરીઝ પણ 4-1થી પોતાના નામે કરી હતી.
CRICKET
Rohit Sharma ની ઘૂંટણની ઇજાને લઈ મહેલા જયવર્ધનેએ કર્યો ખુલાસો
Rohit Sharma ની ઘૂંટણની ઇજાને લઈ મહેલા જયવર્ધનેએ કર્યો ખુલાસો.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલ 2025નો મુકાબલો રમ્યો, ત્યારે ચાહકો માટે આશ્ચર્યજનક વાત એ હતી કે Rohit Sharma ન તો પ્લેઈંગ ઇલેવનમાં હતા અને ન જ ઇમ્પેક્ટ પ્લેયરના યાદીમાં તેમનું નામ હતું. ટોસ વખતે કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે રોહિતના ઘૂંટણેમાં ઈજા છે અને તે સંપૂર્ણ રીતે ફિટ નથી, એટલે તે મેચમાંથી બહાર છે.
રોહિતનું ન રમવું ચાહકો માટે મોટો ઝટકો હતું, ખાસ કરીને એ લોકો માટે જે સ્ટેડિયમમાં ખાસ તેમને જોવા આવ્યા હતા. ત્યાર બાદ ટીમના હેડ કોચ મહેલા જયવર્ધનેએ મેદાનની બહારની વિગતો આપી. તેમણે જણાવ્યું કે રોહિતે એક દિવસ પહેલાં નેટ્સમાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઘૂંટણમાં દુઃખાવો હતો અને તેઓ ઠીકથી ઊભા પણ રહી શકતા ન હતા. પરિણામે ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો જેથી તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ ફરીથી ટીમ સાથે જોડાઈ શકે.
Jayawardene તરફથી અપડેટ
જયવર્ધનેએ જણાવ્યું કે રોહિતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. “રોહિતે નેટ્સમાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ પોતાના પગ પર વજન ન મૂકી શકતા. મેચના એક દિવસ પહેલા અને મેચના દિવસે પણ તેમણે ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો, પણ તેમને હજુ પણ દુખાવો અનુભવાયો. તેથી નિર્ણય લેવામાં આવ્યો કે તેમને આરામ આપવામાં આવે,” એમ જયવર્ધનેએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે “નેટ્સમાં જે થયું તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું.”
MI Coach said "Rohit got a hit on his knee in the IT band & he tried to bat yesterday. He couldn’t put any weight on it – so, again he came & did a fitness test to try. It was discomfort for him to bat, put weight on that. So that’s why we precautioned, we thought, give him a few… pic.twitter.com/S3lEDUqzAI
— Johns. (@CricCrazyJohns) April 5, 2025
હારમાંથી નિરાશ લાગ્યા Jayawardene
જયવર્ધનેએ આ હારને ટીમ માટે મોટું ઝટકો ગણાવ્યું. તેમણે કહ્યું કે, “માછલા મુકાબલામાં અમે KKRને હરાવ્યા પછી સારું પ્રદર્શન કર્યું હતું અને એવું લાગતું હતું કે ટીમ લય પકડી રહી છે. પણ આજે અમારાથી કેટલીક ભૂલો થઈ. ખાસ કરીને બોલિંગમાં અમે તેમને 15-20 રન ઓછા પર રોકી શકતાં, તો પરિણામ કંઈક અલગ હોઈ શકે.”
તેમણે વધુમાં કહ્યું, “અમારું ડિસીજન મેકિંગ પણ કેટલીક જગ્યાએ ખોટું રહ્યું. હવે અહીંથી આગળ વધવું જ જોઈએ અને ભૂલોમાંથી શીખવું પડશે. અત્યાર સુધી અમે ત્રણ મેચ ઘરથી બહાર અને એક ઘર પર રમી છે. અમારું લક્ષ્ય ઘરના બહાર પણ જીતવાની હતી, પણ હવે જરૂરી છે કે ટેબલમાં પોઇન્ટ્સ વધારીએ અને આગળ વધીએ.”
CRICKET
Tilak Varma રિટાયર્ડ આઉટઃ શું મુંબઈનો નિર્ણય ખોટો નીવડ્યો?
Tilak Varma રિટાયર્ડ આઉટઃ શું મુંબઈનો નિર્ણય ખોટો નીવડ્યો?
આઈપીએલ 2025માં લખનૌ સુપરજાયન્ટ્સ સામેના મુકાબલામાં Tilak Varma ને તેમની નબળી બેટિંગને કારણે 19માં ઓવરમાં જ રિટાયર્ડ આઉટ થવું પડ્યું. આ રીતે આઉટ થનારા તેઓ માત્ર બીજા ખેલાડી બન્યા છે. હવે મુંબઈ ઇન્ડિયન્સના આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
Tilak Varma રિટાયર્ડ – ટીમ માટે કે તેમના માટે?
કોચનો ખુલાસો – નિર્ણય મારા પાસેથી આવ્યો
મેચ બાદ હેડ કોચ મહેલા જયવર્ધનેએ ખુલાસો કર્યો કે તિલકને રિટાયર્ડ કરવાનો નિર્ણય તેમની રણનીતિનો ભાગ હતો. તેમણે કહ્યું, “જેમ ફૂટબોલમાં કોચ અંતિમ સમયમાં નવા ખેલાડીને ઉતારે છે, તેમ અમે પણ એક નવો પ્રયાસ કર્યો. ક્રિકેટમાં પણ આવા પ્રકારના ફેરફાર થઇ શકે છે – અને આ એક રસપ્રદ ક્ષણ હતી.”
મુંબઈને છેલ્લાં 2 ઓવરમાં 29 રનની જરૂર હતી અને જ્યારે તિલક સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં અને બાઉન્ડ્રી ન આવી રહી, ત્યારે 19મી ઓવરની પાંચમી બોલ બાદ તેમને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લેવાયો. તેમણે 23 બોલમાં માત્ર 25 રન બનાવ્યા હતા. આ રીતે તેઓ આઈપીએલના ઈતિહાસમાં રિટાયર્ડ થનારા બીજા ખેલાડી બન્યા. તેમના પહેલા 2022માં આર. અશ્વિન પણ રાજસ્થાન રોયલ્સ માટે રમતાં વખતે આ રીતે રિટાયર્ડ થયાં હતાં.
શું Hardik પર થાય છે આંગળી ઉઠાવવી યોગ્ય?
જ્યારે તિલકને રિટાયર્ડ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા ફોકસ હાર્દિક પંડ્યા પર આવ્યો. સામાન્ય રીતે આવા મોટા નિર્ણયો કપ્તાન દ્વારા લેવાતા હોય છે. કેટલાક એક્સપર્ટ્સે આ નિર્ણયની ટાઈમિંગ અને મિચેલ સેન્ટનરને મોકલવા પર પ્રશ્નો ઉઠાવ્યા. કેટલાકે તો એ પણ કહ્યું કે ગુજારત ટાઈટન્સ સામે હાર્દિક પણ 17 બોલમાં માત્ર 11 રન બનાવી શક્યા હતા, ત્યારે તેમને બહાર મોકલવાનું પસંદ કેમ ન થયું? જો તિલકને બહાર મોકલવો હતો તો 2-3 ઓવર પહેલા આ નિર્ણય લેવો જોઈએ હતો.
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા