Connect with us

CRICKET

Rohit Sharma ની ઇજા અને તિલક વર્માનું રિટાયર્ડ થવું: શું ખરેખર કોઈ જુદી રણનીતિ હતી?

Published

on

tilak1

Rohit Sharma ની ઇજા અને તિલક વર્માનું રિટાયર્ડ થવું: શું ખરેખર કોઈ જુદી રણનીતિ હતી?

IPL 2025ના 16મા મુકાબલામાં લખનૌ સુપર જયન્ટ્સ (LSG) સામે મુંબઈ ઇન્ડિયન્સને 12 રનની હારનો સામનો કરવો પડ્યો. આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો, ખાસ કરીને છેલ્લી ઓવરમાં લેવાયેલા એક નિર્ણયને લઈને ચર્ચાઓ ઊઠી. મુંબઈ ઇન્ડિયન્સે તિલક વર્માને રિટાયર્ડ આઉટ કર્યો અને તેમની જગ્યાએ મિચેલ સૅન્ટનરને ક્રિઝ પર મોકલ્યો. આ નિર્ણય બાદ હાર્દિક પંડ્યાના અભિગમ અને અમુક નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા.

mi88

“આ હાર અમારું દિલ તોડી ગઈ” – Mahela Jayawardene 

મેચ બાદ મુંબઈના મુખ્ય કોચ Mahela Jayawardene એ કહ્યું, “આ હાર અમારાં માટે બહુ કઠીન રહી. મેદાન પર મોટાભાગના સમયે અમારું વરચસ્વ હતું, પણ અંતે મેચ હાથમાંથી નીકળી ગઈ, જે દુ:ખદ છે.”

tilak

તેમણે ઉમેર્યું કે, “પણ અમારી ટીમ એવી નથી કે હાર માનીને ઘરે પાછા ફરશે. દરેક ભૂલથી શીખવી અને ફરીથી આત્મવિશ્વાસ અને જોઝ સાથે મેદાન પર ઉતરવું – એ જ અમારી ઓળખ છે!”

Tilak Verma ને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય – વ્યૂહાત્મક

મેચ બાદ મેદિયાનું સંબોધન કરતાં જયવર્ધનેએ Tilak Verma ની પ્રશંસા કરી અને કહ્યું કે, “તિલકે સારી ઈનિંગ રમી હતી અને સુર્યકુમાર સાથે ભાગીદારી કરી હતી. પરંતુ તે ક્રીજ પર થોડો સમયથી હતો અને મોટા શોટ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. એવું લાગ્યું કે અંતિમ ઓવરમાં અમને નવી તાજગી સાથે કોઈ વ્યૂહાત્મક વિકલ્પ જોઈતો હતો, એટલે મિચેલને મોકલવાનો નિર્ણય લીધો.”

તેમણે કહ્યું કે, “આ ક્રિકેટમાં સામાન્ય છે, એવું નથી કે તે ખરાબ રમ્યો હતો – પણ પરિણામને લઈને અમે તાત્કાલિક નિર્ણય લીધો.”

Rohit Sharma ની ઇજાને લઈને અપડેટ

જયવર્ધનેએ Rohit Sharma ની ઇજાને લગતી વાત પણ સ્પષ્ટ કરી. “રોહિતના ઘૂંટણમાં ઈજા છે. તેણે રમવાની કોશિશ કરી પણ પગ પર પૂરતું વજન મૂકી શકતો ન હતો. આજે સવારે ફિટનેસ ટેસ્ટ લીધો હતો, પણ તેણે પોતે કહ્યું કે તે પૂરતો ફિટ નથી. એથી અમે નિર્ણય કર્યો કે તેને થોડા દિવસ આરામ આપીએ.”

rohit

તેમણે ઉમેર્યું, “નેટ્સમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું, પણ હવે એના સંપૂર્ણ રૂપે સાજા થઈને વાપસી કરવાની રાહ છે.”

 

CRICKET

CSK vs DC: ગાયકવાડની વાપસી, ડુ પ્લેસિસ થયા બહાર – બંને ટીમોમાં મોટા ફેરફાર

Published

on

CSK vs DC: ગાયકવાડની વાપસી, ડુ પ્લેસિસ થયા બહાર – બંને ટીમોમાં મોટા ફેરફાર.

આઇપીએલ 2025માં આજે ડબલ હેડરનો પહેલો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. બંને ટીમોએ આ મેચ માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન ઉતાર્યો છે, પરંતુ દિલ્હીના એક સ્ટાર ખેલાડીને આ મેચમાં સ્થાન મળ્યું નથી.

akshar11

આઈપીએલ 2025નો 17મો મુકાબલો ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહ્યો છે. આ બંને ટીમો વચ્ચે આઈપીએલમાં આ 31મો મુકાબલો છે અને અત્યાર સુધી CSKનો પલડો ભારે રહ્યો છે. ચેન્નાઈ માટે રાહતના સમાચાર એ છે કે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઈજાથી ઊભરીને આ મેચમાં રમે છે. તેમને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોણી પર ઈજા થઈ હતી, પરંતુ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજી તરફ, દિલ્હીને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે.

Faf du Plessis બહાર, સમીર રિઝવીને મોકો

દિલ્હીના ઓપનર Faf du Plessis આ મુકાબલામાં રમતા નથી. તેઓ મેચ માટે ફિટ નહોતા, જેના કારણે તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સમીર રિઝવીને મોકો આપવામાં આવ્યો છે, જેમણે અત્યાર સુધી આ સિઝનમાં માત્ર એક જ મેચ રમી છે.

fafdu

ફાફે આ સિઝનમાં શરૂઆત સારી કરી હતી અને બે મેચમાં 79 રન બનાવ્યા હતા. જેમાં છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અડધી સદી નોંધાવી હતી. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ડેવોન કોનવે અને મુકેશ ચૌધરીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે જેમી ઓવર્ટન અને રાહુલ ત્રિપાઠીને બહાર રાખવામાં આવ્યા છે.

Chennai Super Kings ની પ્લેઇંગ ઇલેવન:

રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, એમ.એસ. ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહમદ, મથીશા પથિરાના

akshar99

Delhi Capitals ની પ્લેઇંગ ઇલેવન:

જેક ફ્રેઝર-મૅકગર્ક, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કૅપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા

 

Continue Reading

CRICKET

Jasprit Bumrah ની ધમાકેદાર વાપસી, 13 એપ્રિલે દિલ્હી સામે ઉતરશે મેદાનમાં 

Published

on

Jasprit Bumrah ની ધમાકેદાર વાપસી, 13 એપ્રિલે દિલ્હી સામે ઉતરશે મેદાનમાં.

IPL 2025માં ત્રણ હારનો સામનો કરી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah ને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે.અહેવાલ મુજબ, બુમરાહ 13 એપ્રિલે દિલ્લી કેપિટલ્સ સામે રમાનાર મુકાબલામાં મુંબઈ માટે મેદાન પર ઉતરી શકે છે.

bumrah1

લાંબી ઈન્જરી પછી Jasprit Bumrah ની વાપસી

બુમરાહને ઓસ્ટ્રેલિયા ટૂર પર બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝના છેલ્લાં મેચ દરમિયાન ઇજા થઈ હતી, ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. પરંતુ હવે ખબર આવી છે કે તેઓ આવતા 1–2 દિવસમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેમ્પ જૉઈન કરશે અને IPL 2025માં પોતાનો પહેલો મેચ રમવા માટે તૈયાર છે.

bumrah

મુંબઈ ઇન્ડિયન્સનું હાલનું પ્રદર્શન

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ મુંબઈ ઇન્ડિયન્સનું અત્યાર સુધીનું IPL 2025માં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમે અત્યાર સુધી કુલ ચાર મેચ રમી છે, જેમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

લખનૌએ 8 વિકેટે 203 રન બનાવ્યા હતા, જેને પડકારરૂપ કરતાં મુંબઈ માત્ર 191 રન જ બનાવી શકી હતી. જોકે હાર્દિક પંડ્યાનું બોલિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું – તેમણે 5 વિકેટ ઝડપી હતી અને IPL ઇતિહાસમાં 5 વિકેટ લેનારા પ્રથમ કૅપ્ટન બન્યા હતા. છતાં તેઓ ટીમને જીત ન અપાવી શક્યા.

 

Continue Reading

CRICKET

CSK એ કર્યો પ્લેઇંગ XIમાં ફેરફાર, કોનવેની એન્ટ્રી – ત્રિપાઠી અને ઓવરટન બહાર

Published

on

CSK એ કર્યો પ્લેઇંગ XIમાં ફેરફાર, કોનવેની એન્ટ્રી – ત્રિપાઠી અને ઓવરટન બહાર.

IPL 2025ના 17મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) આમને-સામને છે. દિલ્હી કેપિટલ્સના કપ્તાન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ફિલ્ડિંગ માટે મેદાને ઉતરશે.

ચેન્નઈને અગાઉના બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર કર્યા છે. CSKએ Rahul Tripathi અને જેમી ઓવરટનને બહાર બેસાડ્યા છે. ટીમમાં ડેવોન કોનવે અને મુકેશ ચૌધરીને જગ્યા અપાઈ છે.

delhi

ડેવોન કોનવે ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન છે અને IPL 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું – 16 મેચમાં 672 રન અને છ અડધી સદી. બીજી તરફ, મુકેશ ચૌધરીને રાહુલ ત્રિપાઠીની જગ્યા અપાઈ છે.

Rahul Tripathi બહાર કેમ?

તેમનો તાજેતરના મેચોમાંના ફોર્મ નિરાશાજનક રહ્યો છે.

  • મુંબઈ સામે માત્ર 2 રન
  • આરસીઓબી સામે 5 રન
  • રાજસ્થાન સામે 23 રન

જેમી ઓવરટનને ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યા છે.

delhi1

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:

દિલ્લી કેપિટલ્સ:

જેક ફ્રેઝર-મેકગર્ક, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કપ્તાન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા

ચેન્નઈ સુપર કિંગ્સ:

રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ (કપ્તાન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહમદ, મથીષા પથિરાના

akshar99

ઈમ્પેક્ટ પ્લેયર્સ:

ચેન્નઈ:
શિવમ દુબે, જેમી ઓવરટન, શેખ રશિદ, કમલેશ નાગરકોટી, નાથન એલિસ

દિલ્લી:
મુકેશ કુમાર, કરુણ નાયર, દર્શન નાલકંડે, ડોનೋવન ફરેરા, ત્રિપૂરાણા વિજય

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper