Connect with us

CRICKET

શુબમન ગિલ અને કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત માટે એકસાથે કેવી રીતે રમી શકે?

Published

on

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, જ્યારે ફાઇનલમાં ભારતની ટિકિટ લગભગ નિશ્ચિત જણાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ 9 માર્ચથી રમાશે. ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલના ખરાબ ફોર્મને જોતા તેને ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું, તેના સ્થાને શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે કેવી રીતે ટીમ ઈન્ડિયા ગિલ અને રાહુલ બંનેને WTC ફાઇનલમાં પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે મેદાનમાં ઉતારી શકે છે.

પોન્ટિંગે કહ્યું, ‘કેએલ રાહુલ જેવો બેટ્સમેન જે ટીમની બહાર છે અને શુભમન ગિલ ટીમમાં પરત ફર્યો છે, બંને ખેલાડીઓએ ઘણી ટેસ્ટ મેચ રમી છે. તમે આ બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સાથે રાખી શકો છો. શુભમન રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે, જ્યારે કેએલ રાહુલને બેટિંગ ક્રમમાં થોડો નીચે મોકલી શકાય છે.

પોન્ટિંગે કહ્યું, ‘લંડન વિશે આપણે એક વાત જાણીએ છીએ કે બોલ લાંબા સમય સુધી સ્વિંગ કરે છે. અને જો સ્થિતિ આવી જ રહેશે તો બોલ દિવસભર સ્વિંગ થઈ શકશે. પોન્ટિંગનું માનવું છે કે પ્લેઈંગ ઈલેવનમાં આ બંનેને એકસાથે રમવું ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRICKET

R Ashwin: CSK વિવાદ બાદ અશ્વિનનો મોટો નિર્ણય – યૂટ્યુબ ચેનલ પરથી મેચ કવરેજ બંધ

Published

on

R Ashwin: CSK વિવાદ બાદ અશ્વિનનો મોટો નિર્ણય – યૂટ્યુબ ચેનલ પરથી મેચ કવરેજ બંધ.

IPL 2025 દરમિયાન Ravichandran Ashwin અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સના મેચોનો પ્રિવ્યુ અને પોસ્ટ મેચ શો તેમના યુટ્યુબ ચેનલ પર લાવતા હતા. પરંતુ હવે તેઓ એવું નહીં કરે. આ નિર્ણય પાછળનું કારણ પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે.

શો પર વિવાદ થયો પછી લીધો નિર્ણય

અશ્વિનના યુટ્યુબ ચેનલ પર આવેલા એક શોમાં CSKના ખેલાડીઓ અને ટીમના પસંદગીના નિર્ણયો પર ટીકા કરવામાં આવી હતી. આ શોમાં ગેસ્ટ તરીકે આવેલા સાઉથ આફ્રિકા અને RCBના એનાલિસ્ટ પ્રસન્ના અગોરામે નૂર અહમદને રમાડવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અશ્વિન અને જડેજાની જગ્યાએ નૂરને રમાડવો યોગ્ય નહોતો.

આ વીડિયો બાદમાં હટાવી દેવામાં આવ્યો હતો, પણ આટલી વારમાં સોશિયલ મીડિયા પર આ વિષય ભારે ચર્ચામાં આવી ગયો.

કૌચ Stephen Fleming ની પ્રતિક્રિયા

જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે 25 રનથી મળેલી હાર બાદ કોચ સ્ટીફન ફ્લેમિંગને આ વિષય પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને તો આ વિશે કંઈ ખબર જ નથી. તેમણે અશ્વિનના યુટ્યુબ ચેનલની હાજરી વિશે પણ અગિયાનતા વ્યક્ત કરી અને આ બધાને “બેકારની વાતો” કહીને નકારી દીધું.

ravinchand

યૂટ્યુબ પર એલાન – હવે CSKના મેચ કવર નહીં થાય

6 એપ્રિલે અશ્વિનના યુટ્યુબ ચેનલ દ્વારા એક નોટ જાહેર કરવામાં આવી જેમાં લખાયું કે હવે CSKના કોઈ પણ મેચના પ્રિવ્યુ કે રીવ્યુ આ ચેનલ પર નહીં કરાય.

IPL 2025માં CSKનો હિસ્સો છે Ashwin

અશ્વિન હાલમાં CSKની ટીમનો હિસ્સો છે. આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેમને રૂ. 9.75 કરોડમાં ખરીદ્યા છે. એટલે કે જે ટીમ માટે તેઓ રમે છે, તેના વિરુદ્ધ પોતાની જ યુટ્યુબ ચેનલ પર ચર્ચા થવી વિવાદ ઊભો કરી શકે છે. કદાચ આ જ વિચારને ધ્યાનમાં રાખીને અશ્વિને આ નિર્ણય લીધો છે.

ashwin55

 

Continue Reading

CRICKET

IPL 2025: ચેન્નઈની ટીકા બદલ BCCIની નજરમાં અશ્વિન, યુટ્યૂબ ચેનલનો યુ-ટર્ન

Published

on

ashwin88

IPL 2025: ચેન્નઈની ટીકા બદલ BCCIની નજરમાં અશ્વિન, યુટ્યૂબ ચેનલનો યુ-ટર્ન.

આઈપીએલ 2025માં R Ashwin આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. હાલમાં CSKનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નથી. તાજેતરમાં અશ્વિનના યુટ્યૂબ ચેનલ પર પેનલિસ્ટોએ CSKની રણનીતિ અને ખેલાડીઓની ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ અને હવે આ VIDEOને અશ્વિનની યુટ્યૂબ ટીમે હટાવી દીધો છે.

ashwin

હવે CSKના બાકીના મેચની કવરેજ નહી થાય

અશ્વિનના ચેનલ પર એક પેનલિસ્ટે IPL 2025 મેગા ઑક્શનમાં CSK દ્વારા નૂર અહમદને ખરીદવાનો વિરોધ કર્યો હતો, જ્યારે નૂર અહમદ હમણાં સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે – 11 વિકેટો સાથે. વિડીયો હટાવ્યા બાદ અશ્વિનના ચેનલના એડમિન તરફથી જાહેર કરાયેલા નોટમાં લખાયું:
“છેલ્લા અઠવાડિયે થયેલી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને અને તેમાં કેવી રીતે અર્થ કાઢવામાં આવી શકે તે જોતા, અમે આ સીઝનમાં બાકીના તમામ મેચોમાં CSKના મેચોની પૂર્વાવલોકન અને સમીક્ષાની કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો છે.”

ashwin1

પ્રેસ કોન્ફરન્સમાં કોચને પણ પૂછાયો પ્રશ્ન

અશ્વિનના ચેનલ પર થયેલી ટીકા અંગે જ્યારે કોચ સ્ટીફન ફ્લેમિંગને પ્રશ્ન પૂછાયો તો તેમણે કહ્યું, “મને ખબર નથી કે અશ્વિનનો કોઈ ચેનલ પણ છે. હું આવી બાબતો ફોલો કરતો નથી.”

સીઝન 18માં CSKની હાલત ખરાબ

IPL 2025ના આ 18માં સીઝનમાં CSKનો પ્રદર્શન ઘણી નબળું રહ્યું છે. રુતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ટીમે અત્યાર સુધી 4 મેચ રમ્યા છે જેમાંથી માત્ર 1 મેચમાં જ જીત મળી છે અને બાકીના 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ CSK પોઈન્ટ ટેબલમાં ખૂબ પાછળ છે.

IPL 2025, RR aim to open account versus CSK: Preview

 

Continue Reading

CRICKET

Digvesh Rathi નો જશ્ન થયો ચર્ચાનો વિષય, BCCIએ લગાવ્યા બે વખત દંડ

Published

on

rathi333

Digvesh Rathi નો જશ્ન થયો ચર્ચાનો વિષય, BCCIએ લગાવ્યા બે વખત દંડ.

લખનૌ સુપર જાયન્ટ્સના સ્પિન બોલર Digvesh Rathi હાલ તેમના ‘નોટબુક સેલિબ્રેશન’ અને શાનદાર બોલિંગ માટે ચર્ચામાં છે. BCCIએ તેમની ઉપર આ જશ્નને કારણે બે વાર દંડ પણ લગાવ્યો છે.

rathi

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના યુવા સ્પિનર દિગ્વેશ રાઠી IPL 2025 માં સૌથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓમાં એક રહ્યા છે. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય ધોરણના બેટ્સમેનને પોતાની સ્પિનના જાળમાં ફસાવ્યા છે. તેમની બોલિંગની સાથે સાથે તેમનું ‘નોટબુક સેલિબ્રેશન’ પણ ખુબ ચર્ચામાં રહ્યું છે. જોકે, આ જશ્નને કારણે તેમને BCCI તરફથી બે વખત દંડ મળ્યો છે.

rathi11

મુંબઈ ઇન્ડિયન્સ સામેની જીત બાદ રાઠીએ ખુલાસો કર્યો કે વેસ્ટઇન્ડીઝના સુનીલ નરેન તેમના આદર્શ છે. તેથી આ જાણીને આશ્ચર્ય નહિ થાય કે લખનૌના કેપ્ટન ઋષભ પંતે તેમને ઈડન ગાર્ડન્સ ખાતેની પ્રેક્ટિસ દરમિયાન નરેન સાથે મળાવ્યા.

જ્યારે રાઠી નરેન સાથે મળ્યા ત્યારે પંત અને નિકોલસ પૂરણે તેમનો મજાકમાં સપાટો કર્યો. પૂુરણે રાઠી પાસે પુછ્યું કે, “જ્યારે નરેન જશ્ન નથી મનાવતા, તો પછી તું કેમ મનાવે છે?” ત્યારે રાઠી હસતાં હસતાં જવાબ આપ્યો કે, “હું દિલ્હીથી છું.” જેને સાંભળી નરેન, પૂરણ અને પંત ત્રણેય હસી પડ્યા.

Digvesh Rathi પર બે વખત દંડ લાગ્યો છે

BCCIએ દિગ્વેશ રાઠી પર મેચ ફીનો 50 ટકાનો દંડ ફટકાર્યો હતો, કારણ કે તેમણે પોતાની ભૂલોમાંથી કંઈ શીખ્યું નહોતું. પહેલીવાર દંડ બાદ પણ રાઠીએ સુધારો કર્યો નહોતો અને મુંબઈના નમન ધીરને આઉટ કર્યા બાદ ફરીથી નોટબુક સેલિબ્રેશન કર્યું, જેના કારણે તેમની મેચ ફીનો 50% કપાઈ ગઈ.

rathi77

BCCIએ જણાવ્યું હતું કે, “આ સીઝનમાં આ તેમનો અનુચ્છેદ 2.5 હેઠળનો બીજો લેવલ 1નો ઉલ્લંઘન હતો, તેથી તેમના ખાતામાં બે ડિમેરિટ પોઈન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે.” અગાઉ પંજાબ કિંગ્સ સામે પ્રિયાંશ આર્યને આઉટ કર્યા પછી પણ તેમણે નોટબુક સેલિબ્રેશન કર્યું હતું, ત્યારે 25% મેચ ફીનો દંડ લાગ્યો હતો.

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper