Connect with us

CRICKET

ઈન્દોર ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા બનાવશે આ ‘મહા રેકોર્ડ’, ઈતિહાસના પાનામાં નોંધાશે ભારતનું નામ

Published

on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 થી 5 માર્ચ દરમિયાન ઈન્દોરના હોલ્કર મેદાન પર રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ સવારે 9.30 વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે.જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ જીતી જાય છે તો તે ન માત્ર ટેસ્ટ સીરીઝ પર કબજો કરી લેશે પરંતુ એક મોટો રેકોર્ડ પણ બનાવી લેશે. રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચી શકે છે. ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાશે.

ટીમ ઈન્ડિયા ઈન્દોર ટેસ્ટ જીતીને આ ‘મહારીકોર્ડ’ બનાવશે
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારત એક મોટો રેકોર્ડ બનાવશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં હરાવી દેશે તો તે ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચશે. હાલમાં ભારતે ઘરઆંગણે સતત 15 ટેસ્ટ શ્રેણી જીતી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે.જો ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ શ્રેણી જીતે છે તો તે તેનો વિશ્વ રેકોર્ડ વધુ મજબૂત કરશે. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે ભારતીય ટીમની આસપાસ પણ કોઈ ટીમ નથી.

ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાશે
ઘરઆંગણે રમાયેલી છેલ્લી 44 ટેસ્ટ મેચોમાં ભારત માત્ર 2 મેચ હાર્યું છે. ભારતીય ટેસ્ટ ટીમ માટે આખું ભારત કિલ્લો છે. નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી.તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં એલિસ્ટર કૂકની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતીય ધરતી પર છેલ્લી વખત ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની તે ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો ત્યારથી અત્યાર સુધી વિશ્વની કોઈ ટીમ ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતને હરાવી શકી નથી. ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતવાના મામલે ટીમ ઈન્ડિયા પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે બે વખત સતત 10 ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ છે.

2013 થી ઘરઆંગણે ભારતનો રેકોર્ડ (ટેસ્ટ ક્રિકેટમાં)
મેચ – 44
જીત – 36
હાર – 2
ડ્રો – 6

ટીમ ઈન્ડિયાના નામે ભારતીય ધરતી પર સતત 15 ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ છે.
1. ઓસ્ટ્રેલિયા વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 4-0 (4) (2013)થી જીતી
2. વેસ્ટ ઈન્ડિઝ વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી (2) (2013)
3. દક્ષિણ આફ્રિકા વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી (4) (2015)
4. ન્યુઝીલેન્ડ વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0 (3) (2016)થી જીતી
5. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 4-0 (5) (2016)થી જીતી
6. બાંગ્લાદેશ વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (1) (2017)થી જીતી
7. ઓસ્ટ્રેલિયા વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-1 (4) (2017) થી જીતી
8. શ્રીલંકા વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (3) (2017)થી જીતી
9. અફઘાનિસ્તાન વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (1) (2018)થી જીતી
10. વેસ્ટ ઈન્ડિઝ વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2018)થી જીતી
11. દક્ષિણ આફ્રિકા વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0 (3) (2019)થી જીતી
12. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2019)થી જીતી
13. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-1 (4) (2021)થી જીતી
14. ન્યુઝીલેન્ડ વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (2) (2021) થી જીતી
15. શ્રીલંકા વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2022)થી જીતી
16. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે (4) (2023) (સિરીઝમાં 2 મેચ બાકી)

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર. કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRICKET

Pakistan ને ICC તરફથી કડક સજા, ધીમી ઓવર રેટ બદલ મેચ ફીનો દંડ

Published

on

Pakistan ને ICC તરફથી કડક સજા, ધીમી ઓવર રેટ બદલ મેચ ફીનો દંડ.

તાજેતરમાં પાકિસ્તાની ટીમનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પૂર્ણ થયો છે, જ્યાં ટીમને T20I અને વનડે બંને શ્રેણીમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. T20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું, જ્યારે ત્રણ વનડે મેચોની શ્રેણીમાં પણ 3-0થી ક્લીન સ્વીપ કરી દીધો.

pakistan

મેચ દરમિયાન ફેન્સ સાથે ખેલાડી ખુશદિલ શાહના વિવાદ પછી PCBને નિવેદન બહાર પાડવું પડ્યું હતું. હવે પાકિસ્તાની ટીમ પર ત્રીજા વનડે દરમિયાન ધીમી ઓવર રેટ માટે ICCએ 5 ટકાનો મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

ICCની કાર્યવાહી

ત્રીજો વનડે મૅચ બેઓવલ, માઉન્ટ મોંગાનૂઇ ખાતે રમાયો હતો. વરસાદના કારણે આ મેચ 42 ઓવરોનો રાખવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 221 રને ઓલઆઉટ થઈ ગઈ અને શ્રેણી 3-0થી હારી ગઈ.

Pakistan lodges another formal complaint against India | Mint

મેચમાં પાકિસ્તાની બોલર્સ ધીમી ઓવર રેટમાં બોલિંગ કરતા ઝડપમાં ઓવર પૂરું ન કરી શક્યા. એ લીધે મેચ રેફરી જેફ ક્રોએ નિર્ધારિત સમયગાળા કરતાં 1 ઓવર ઓછી થવાને લીધે પાકિસ્તાનની ટીમના તમામ ખેલાડીઓ પર મેચ ફીનો 5 ટકાનો દંડ ફટકાર્યો છે.

Rizwan એ સ્વીકારી ટીમની ધીમી બોલિંગની ખામી

કૅપ્ટન મોહમ્મદ રિઝવાને પોતાની ભૂલ સ્વીકારી છે અને ICCના દંડને પણ માન્યતા આપી છે. પરિણામે કોઇ વધુ સત્તાવાર સુનાવણીની જરૂરિયાત નથી. આ આરોપ ફીલ્ડ અમ્પાયર્સ ક્રિસ બ્રાઉન અને પોલ રિફેલ, થર્ડ અમ્પાયર માઈકલ ગફ અને ચોથા અમ્પાયર વેઇન નાઈટ્સ દ્વારા લગાવવામાં આવ્યો હતો.

 

Continue Reading

CRICKET

IPL 2025: બેટ્સમેનોએ મચાવ્યો ધમાલ, પર્પલ કેપ નજીક પહોંચી રહ્યો મોહમ્મદ સિરાજ. 

Published

on

ipl123

IPL 2025: બેટ્સમેનોએ મચાવ્યો ધમાલ, પર્પલ કેપ નજીક પહોંચી રહ્યો મોહમ્મદ સિરાજ.

આઈપીએલ 2025માં પર્પલ કેપ માટેની સ્પર્ધા ખુબ જ રોમાંચક બની છે. Mohammad Siraj , મિચેલ સ્ટાર્ક અને નૂર અહમદ વચ્ચે તીખી ટક્કર જોવા મળી રહી છે. સાથે સાથે ઓરેન્જ કેપ માટે પણ શાનદાર જંગ ચાલી રહી છે.

alisha

હાલ સુધી આઈપીએલ 2025માં 19 મેચ રમાઈ ચૂકી છે. એક તરફ જ્યાં 10 ટીમો ટાઈટલ જીતવા માટે ઝઝૂમી રહી છે, ત્યાં બીજી તરફ કેટલાક ખેલાડીઓ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે ધમાલ મચાવી રહ્યા છે. હાલ ઓરેન્જ કેપ લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન પાસે છે અને પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદ પાસે છે, જોકે આ સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે.

Orange Cap માટે ટોપ 5 બેટ્સમેન

  1. નિકોલસ પૂરન (LSG): 4 મેચમાં 50ની સરેરાશથી 201 રન. 18 ચોકા અને 16 છગ્ગા સાથે હાલ ટોચ પર છે.
  2. સાઈ સુદર્શન (GT): 47.75ની સરેરાશ અને 150.39ના સ્ટ્રાઈક રેટ સાથે 191 રન બનાવી ચુક્યા છે.
  3. મિચેલ માર્શ (LSG): 4 મેચમાં 46ની સરેરાશથી 184 રન.
  4. સૂર્યકુમાર યાદવ (MI): 57ની સરેરાશથી 171 રન બનાવ્યા છે. આજે તે પૂરન પાસેથી કેપ છીનવી શકે છે.
  5. જોસ બટલર (GT): 55.33ની સરેરાશથી 166 રન. હાલમાં તે નંબર 3 પર બેટિંગ કરી રહ્યા છે.

IPL 2024 Orange Cap And Purple Cap Standings After RCB vs SRH Match: Travis Head Breaks into Top 10; Pat Cummins Climbs to 4th - News18

 

Purple Cap માટે રેસ

  • નૂર અહમદ (CSK): 10 વિકેટ સાથે ટોચ પર.
  • મોહમ્મદ સિરાજ (GT): 4 મેચમાં 9 વિકેટ, માત્ર 1 વિકેટ પાછળ છે.
  • મિચેલ સ્ટાર્ક (DC): 3 મેચમાં 9 વિકેટ, હાઈ એવરેજ સાથે રેસમાં છે.

 

Continue Reading

CRICKET

Team India ના કોચ બનશે જહીર ખાન? IPL 2025 દરમિયાન આપ્યો મોટો જવાબ

Published

on

ashwin111

Team India ના કોચ બનશે જહીર ખાન? IPL 2025 દરમિયાન આપ્યો મોટો જવાબ.

ટીમ ઈન્ડિયા માટે દિગ્ગજ ઝડપી બોલર રહી ચૂકેલા Zaheer Khan હાલમાં IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મેંટોર તરીકે જોડાયેલા છે. એમની ટીમ હવે 8 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટક્કર આપશે. એ પહેલાં જહીરે ટીમ ઈન્ડિયાના કોચ બનવા વિશે મોટું નિવેદન આપ્યું છે.

zaheer

કોચ બનવા પર શું કહ્યું Zaheer Khan એ?

જ્યારે જહીર ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ ભવિષ્યમાં ભારતીય ટીમના કોચ બનવા ઇચ્છે છે કે નહીં, ત્યારે તેમણે કહ્યું: “હું આ માટે અરજી નથી કરી રહ્યો. પરંતુ જો મારી પાસેથી પૂછવામાં આવશે, તો ચોક્કસ માન સાથે આ ભૂમિકા સ્વીકારીશ.” તેમણે કહ્યું કે એ તેમને માટે એક સન્માનની બાબત રહેશે.

ટેસ્ટ ક્રિકેટ પર પણ આપી મોટી વાત

જહીર ખાને ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય વિશે પણ વાત કરી. જ્યારે પૂછવામાં આવ્યું કે દુનિયાભરમાં ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા ઘટી રહી છે, તો શું તે ભારત માટે ચિંતાનો વિષય છે?

Zaheer Khan highlights one concern for Team India ahead of third Test against England - Crictoday

તેમણે જવાબ આપ્યો: “બિલ્કુલ નહીં. હું ચિંતિત નથી. હવે સમય આવી ગયો છે જ્યારે ટેસ્ટ, વનડે અને ટી20I એકસાથે આગળ વધી શકે છે. ઘણા લોકો હજુ પણ ટેસ્ટ ક્રિકેટ પસંદ કરે છે અને તેને અનુસરે છે. હવે વધુ પરિણામો દેખાઈ રહ્યા છે અને શ્રેણીઓ પણ વધુ રોમાંચક બની રહી છે.”

IPLમાં યુવાનોની ભૂમિકા પર શું કહ્યું?

જહીર ખાને IPLમાં યુવા ખેલાડીઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું: “આજના યુવાનોમાં દેખાતી ભૂખ અને દૃઢ સંકલ્પ મને ઉત્સાહિત કરે છે. IPL તેમને મોટી તક આપે છે. 2008માં જ્યારે આ લીગ શરૂ થઈ ત્યારે લગભગ 600-800 ખેલાડીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે છેલ્લાં મેગા ઑક્શનમાં લગભગ 1600 ખેલાડીઓએ નામ નોંધાવ્યું હતું.”

Former Indian cricketer Zaheer Khan buys luxury apartment in this locality in Mumbai for Rs 11 crore

તેમણે ઉમેર્યું: “આજે ઘણા ખેલાડીઓ IPLમાં રમવાનું સપનું જોવે છે અને એ જ તેમને નેશનલ ટીમ સુધી પહોંચાડે છે. ડ્રેસિંગ રૂમમાં તેઓ સતત અનુભવી ખેલાડીઓ પાસેથી શીખવા માગે છે. આવી જ ભૂમિકા સાથે કામ કરવું મારા માટે ખૂબ સંતોષદાયક છે.”

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper