CRICKET
Venkatesh Iyer નો ધમાકો: “પૈસાથી નહિ, દેખાવથી ખેલાડીનું મૂલ્ય થાય
Venkatesh Iyer નો ધમાકો: “પૈસાથી નહિ, દેખાવથી ખેલાડીનું મૂલ્ય થાય.
Venkatesh Iyer સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 60 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. મેચ બાદ તેણે પોતાની ટીકા કરનારાઓને કડક જવાબ આપ્યો હતો.
આઈપીએલ 2025માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં KKRએ SRHને 80 રનથી હરાવ્યું હતું. ટીમની જીતમાં વેંકટેશ અય્યરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
The key to communication 🗣
Staying focused on the task at hand 🧘
Having clarity of thought 😇🎥 Step into the mindset that makes Venkatesh Iyer, a true match-winner! 🫡#TATAIPL | #KKRvSRH | @venkateshiyer | @KKRiders
— IndianPremierLeague (@IPL) April 4, 2025
વેંકટેશ અય્યર આ સિઝનમાં KKRના સૌથી મોંઘા ખેલાડી છે, પણ અત્યાર સુધીના ત્રણ મેચોમાં તેમનું પ્રદર્શન બહુ નિરાશાજનક રહ્યું હતું. જેના કારણે તેઓ પર ભારે ટીકા થઇ રહી હતી. જોકે, SRH સામે તેમણે ધમાકેદાર પારી રમી અને ટીકા કરનારાઓને મોઢું બંધ કરાવી દીધું.
Venkatesh Iyer નો ટીકા કરનારાઓને કડક જવાબ
મેચ પછી વેંકટેશ અય્યરે કહ્યું: “આઈપીએલ શરૂ થયા પછી એ ફર્ક નથી પાડતો કે તમે 20 લાખમાં વેચાયા છો કે 20 કરોડમાં. પૈસા નક્કી કરતા નથી કે તમે કઈ રીતે ક્રિકેટ રમશો. હું એવો ખેલાડી છું જે ટીમ માટે યોગદાન આપવા માગે છે. કેટલીક વખત પરિસ્થિતિ એવી હશે કે ટીમને મારી પાસેથી થોડા બોલ રમવાની જરૂર હશે.”
આગળ તેમણે કહ્યું: “જો હું ઓછા રન બનાવ્યા પછી પણ આવું કરી શકું તો એ જ બતાવે છે કે હું ટીમ માટે કામ કરું છું. એ ફરજિયાત નથી કે સૌથી મોંઘો ખેલાડી હોવાને કારણે હું દર મેચમાં રન બનાવું. અહીં વાત ઈમ્પેક્ટની છે. હું એ નહિ જોવું કે કોણ બોલિંગ કરી રહ્યું છે, પણ એ જોવું કે કેવી બોલિંગ થઈ રહી છે.”
29 બોલમાં 60 રન – કમિન્સના ઓવરમાં 21 રન
વેંકટેશ અય્યરે SRHના બોલર્સની ધજ્જી ઉડાવી હતી. પેટ કમિન્સના એક ઓવરમાં જ તેમણે 21 રન ફટકારી દીધા હતા. કુલ 29 બોલમાં તેમણે 60 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા શામેલ હતા.
Venkatesh Iyer said "More than my performance, I am happy that team won – nothing can lift you better when your team is winning". pic.twitter.com/5scFbYjkKB
— Johns. (@CricCrazyJohns) April 4, 2025
CRICKET
IPL 2025: LSG સામે હાર બાદ હાર્દિક પર ઉઠ્યા સવાલ, આકાશ અંબાણી થયા નારાજ
IPL 2025: LSG સામે હાર બાદ હાર્દિક પર ઉઠ્યા સવાલ, આકાશ અંબાણી થયા નારાજ.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેના મેચમાં છેલ્લાં ઓવર દરમિયાન જીત માટે મુંબઈને 22 રનની જરૂર હતી. એ સમયે કૅપ્ટન Hardik Pandya એ એવો નિર્ણય લીધો કે ટીમના માલિક Akash Ambani ગુસ્સે થઈ ગયા.
IPL 2025ના 16મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી હરાવી. આ મૅચ મુંબઈ માટે છેલ્લાં ચારમાં ત્રીજી હાર રહી, જેના કારણે હવે આગળનો માર્ગ મુશ્કેલ બનેલો છે. છેલ્લાં ઓવરમાં જીત માટે મુંબઈને 22 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 9 રન જ બનાવી શકી અને મેચ 12 રનથી હારી ગઈ. આ ઓવરમાં હાર્દિકે સિંગલ ન લીધો એ કારણે આકાશ અંબાણી નારાજ દેખાયા.
Akash Ambani reaction after hardik did not run for the single 😹😹😹 pic.twitter.com/cl1F37lmCa
— Sony Tark (@sony_tark_) April 4, 2025
આ ઓવર લખનૌ તરફથી અવેશ ખાને ફેંક્યો હતો. હાર્દિકે પહેલી બોલ પર ધમાકેદાર સિક્સર ફટકારી, જેને જોઈને મુંબઈના ફૅન્સ ખુશ થઈ ગયા. બીજી બોલ પર માત્ર બે રન મળ્યા. ત્યારબાદ ત્રીજી અને ચોથી બોલ પર હાર્દિકે સિંગલ નહોતો લીધો. પાંચમી બોલ પર હાર્દિકે એક રન લઈ સ્ટ્રાઇક મિચેલ સેન્ટનરને આપી દીધી. હાર્દિકના આ નિર્ણયથી આકાશ અંબાણીનો રિએક્શન કેમેરામાં કેદ થયો અને હવે તે સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈની નબળી શરૂઆત
લખનૌના 204 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈની શરૂઆત ખરાબ રહી. વીલ જેક્સ અને રાયન રિકલ્ટનનો વિકેટ ટીમે શરૂઆતના 3 ઓવરમાં જ ગુમાવ્યો. ત્યારબાદ નમન ધીર અને સુર્યકુમાર યાદવે ત્રીજા વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી. નમને 24 બોલમાં 46 રન કર્યા અને સુર્યકુમારે 67 રનની શાનદાર ઇનિંગ રમી.
પોઇન્ટ્સ ટેબલમાં મુંબઈની સ્થિતિ
આ હાર બાદ મુંબઈનું પોઇન્ટ્સ ટેબલમાં સ્થાન સાતમા નંબરે પહોંચી ગયું છે. પાંચ વારની ચેમ્પિયન ટીમ આ સિઝનમાં ઝઝૂમતી નજરે પડી રહી છે. 2024થી હાર્દિક પંડ્યા કૅપ્ટન છે અને અત્યાર સુધી 17 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી માત્ર 5 મેચમાં જ જીત મેળવી છે.
CRICKET
Retired Hurt vs Retired Out વચ્ચે શું છે તફાવત? જાણો સરળ ભાષામાં
Retired Hurt vs Retired Out વચ્ચે શું છે તફાવત? જાણો સરળ ભાષામાં.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેના મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્મા ‘રિટાયર્ડ આઉટ’ થયા હતા. તેઓ ખૂબ ધીમી ગતિએ રન બનાવી રહ્યા હતા, જેથી ટીમે તેમને ફિલ્ડ પરથી પાછા બોલાવી લીધા.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્મા લખનઉ સુપર જાયન્ટ્સ સામેના મેચમાં સારી બેટિંગ ન કરી શક્યા અને ટીમની હારનું મોટું કારણ બન્યા. જ્યારે ટીમને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે તિલક ખૂબ ધીમા રેટે રમતા હતા. તેઓ બાઉન્ડરી મારવામાં પણ નિષ્ફળ રહ્યા.
તિલક વર્માએ 23 બોલમાં માત્ર 25 રન બનાવ્યા, જેમાં માત્ર બે ચોખા સામેલ હતા. તેમની ધીમી બેટિંગ જોઈને મુંબઈની ટીમે તેમને 19મા ઓવર દરમિયાન ‘રિટાયર્ડ આઉટ’ કરી દીધા. ત્યારબાદ તેમની જગ્યા મિચેલ સૅન્ટનર રમવા આવ્યા. જોકે, તેમ છતાં મુંબઈ ટીમ મેચ જીતવામાં નિષ્ફળ રહી.
રિટાયર્ડ આઉટ શું છે?
ક્રિકેટમાં જો કોઈ બેટ્સમેન આગળ ન રમવાનો નિર્ણય લે છે, પોતે કે કેપ્ટનના કહેવા પર, તો તેને ‘રિટાયર્ડ આઉટ’ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અમ્પાયર તેને આઉટ નથી ઘોષિત કરતા, પણ બેટ્સમેન ફિલ્ડ છોડી દે છે. મહત્વની વાત એ છે કે તે બેટ્સમેન ફરીથી બેટિંગ માટે પાછો આવી શકે નહીં અને તેના સ્કોર સામે “આઉટ” લખવામાં આવે છે. આ એક રણનીતિક નિર્ણય હોય છે, ઈજાની પરિસ્થિતિ નહી.
TILAK VARMA RETIRED OUT HIMSELF…!!! pic.twitter.com/6GR9KFolu1
— Johns. (@CricCrazyJohns) April 4, 2025
રિટાયર્ડ હર્ટ શું છે?
જો કોઈ બેટ્સમેનને ઈજા થાય છે, બીમાર પડે છે અથવા કોઈ ખાસ કારણથી રમવાનું ચાલુ રાખી શકતો નથી, તો તેને ‘રિટાયર્ડ હર્ટ’ માનવામાં આવે છે. આવા સમયે બેટ્સમેન અમ્પાયરને જણાવીને ફિલ્ડ છોડી શકે છે.
આ બેટ્સમેન પાછળથી ફરીથી બેટિંગ માટે આવી શકે છે, પણ ત્યારે જ્યારે ટીમના અન્ય કોઈ ખેલાડી આઉટ થાય અથવા બીજો રિટાયર્ડ થઈ જાય. એટલે કે, તેઓ તરત નહીં, પરંતુ યોગ્ય સમયે ફરીથી રમવા આવી શકે છે.
રિટાયર્ડ હર્ટ અને રિટાયર્ડ આઉટ વચ્ચે શું છે મુખ્ય તફાવત?
- રિટાયર્ડ હર્ટ થયેલ બેટ્સમેન પછી ફરીથી બેટિંગ માટે આવી શકે છે.
- રિટાયર્ડ આઉટ થયેલ બેટ્સમેન ફરીથી બેટિંગ માટે આવી શકતો નથી.
CRICKET
Digvesh Rathi આવ્યા ફરી વિવાદમાં, BCCIએ ફટકાર્યો 50 લાખનો દંડ
Digvesh Rathi આવ્યા ફરી વિવાદમાં, BCCIએ ફટકાર્યો 50 લાખનો દંડ.
લખનૌ સુપર જાયન્ટ્સના સ્પિનર Digvesh Rathi ફરી એકવાર વિવાદમાં છે. શુક્રવારે થયેલા મેચ દરમિયાન વિવાદિત સેલિબ્રેશન માટે તેમના પર રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દિગ્વેશ રાઠી અગાઉના મેચમાં પણ આવા જ ‘નોટબુક સેલિબ્રેશન’ માટે મેચ ફીનો 25% દંડ અને એક ડિમેંરીટ પોઈન્ટ મેળવી ચૂક્યા છે. તેમ છતાં તેમણે આ વર્તન ફરી દોહરાવ્યું, જેના કારણે હવે તેમની મેચ ફીનો 50% દંડ લાગુ કરાયો છે.
Naman Dheer ને આઉટ કર્યા બાદ ફરી કર્યું નોટબુક સેલિબ્રેશન
મુંબઈ ઇન્ડિયન્સ સામેના મેચમાં દિગ્વેશે નમન ધીરને આઉટ કર્યા બાદ ફરીથી નોટબુક સેલિબ્રેશન કર્યું. તેમણે ચાર ઓવરમાં માત્ર 21 રનમાં એક વિકેટ મેળવી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
BCCIએ જણાવ્યું કે, “આ સીઝનમાં આ તેમનો અનુચ્છેદ 2.5 હેઠળનો બીજો લેવલ 1નો ભંગ છે અને તેમના ખાતામાં હવે બે ડિમેરીટ પોઈન્ટ્સ ઉમેરાયા છે.”
PBKS match – 25% of match fees & 1 Demerit Point.
MI match – 50% of match fees & 2 Demerit Points.
Lucknow got Digvesh Rathi for 30 Lakhs in the auction 📢 pic.twitter.com/RRkBsKz2WA
— Johns. (@CricCrazyJohns) April 5, 2025
ધીમા ઓવર રેટ માટે Rishabh Pant પર પણ દંડ
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત પર ધીમા ઓવર રેટ માટે રૂ. 12 લાખનો દંડ ફટકારાયો છે. BCCIએ જણાવ્યું કે, “આ સીઝનમાં આ તેમની ટીમનો પહેલો ઓવર રેટનો ભંગ હતો, તેથી પંત પર રૂ. 12 લાખનો દંડ લગાવ્યો.”
પંત આ સીઝનમાં ધીમા ઓવર રેટના કારણે દંડ મેળવનારા ત્રીજા કેપ્ટન છે. તેમ પહેલાં રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ અને મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાને પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા