CRICKET
Wriddhiman Saha: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધો સંન્યાસ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં હાર બાદ તરત જ લેવાયો નિર્ણય
Wriddhiman Saha: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધો સંન્યાસ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં હાર બાદ તરત જ લેવાયો નિર્ણય.
ટીમ ઈન્ડિયા તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી 0-3થી હારી ગઈ હતી. હવે આ હાર બાદ ભારતના વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયાનો ઘરની ધરતી પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમ દ્વારા વ્હાઇટવોશ થયો હોય. હવે આ શરમજનક હાર બાદ અચાનક ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમી રહેલા ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન Wriddhiman Saha એ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાહાએ કહ્યું કે આ વખતે તે પોતાના કરિયરની છેલ્લી રણજી સિઝન રમી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 2021માં રમી હતી.
ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ પછી, સાહાને થોડા સમય માટે ભારતીય ટેસ્ટ ટીમના કાયમી વિકેટકીપર તરીકે જોવામાં આવ્યો હતો. જો કે, પછી 2021 માં, ભારતીય ટીમ મેનેજમેન્ટે સાહાને ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને ઋષભ પંતના બેકઅપ તરીકે KS ભરતની પસંદગી કરવામાં આવી. જો કે હવે ભરત પણ ટીમ ઈન્ડિયાના સેટઅપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આ દિવસોમાં ધ્રુવ જુરેલને ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં પંતના બેકઅપ તરીકે જોવામાં આવે છે.
Wriddhiman Saha એ સોશિયલ મીડિયા પર છેલ્લી સિઝન રમવાની જાહેરાત કરી હતી
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં સાહાએ લખ્યું છે કે, “ક્રિકેટમાં યાદગાર સફર બાદ, આ સિઝન મારી છેલ્લી હશે. હું સંન્યાસ પહેલા માત્ર રણજી ટ્રોફીમાં રમી રહ્યો છું.” આ સિઝનને યાદગાર બનાવો.”
After a cherished journey in cricket, this season will be my last. I’m honored to represent Bengal one final time, playing only in the Ranji Trophy before I retire. Let’s make this season one to remember! pic.twitter.com/sGElgZuqfP
— Wriddhiman Saha (@Wriddhipops) November 3, 2024
Wriddhiman Saha ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
જણાવી દઈએ કે Wriddhiman Saha એ પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 09 વનડે રમ્યા છે. ટેસ્ટની 56 ઇનિંગ્સમાં તેણે 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા, જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. આ સિવાય સાહાએ ODIની 5 ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા.
CRICKET
Gautam Gambhir નો ભરોસાનો કોચ ફરી ટીમ ઇન્ડિયામાં – જાણો કોણ છે એડ્રિયન લે રૉક્સ
Gautam Gambhir નો ભરોસાનો કોચ ફરી ટીમ ઇન્ડિયામાં – જાણો કોણ છે એડ્રિયન લે રૉક્સ.
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને પોતાનું દબદબું જમાવ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 3-1ની હાર બાદ હવે ટીમ ઇન્ડિયાની કોચિંગ યુનિટમાં મોટો ફેરફાર થવાનો છે. આ ફેરફારમાં એક એવું નામ સામે આવ્યું છે, જેમનું Gautam Gambhir અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સાથે જૂનું નાતું રહ્યું છે.
કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર
માહિતી મુજબ, ભારતીય ટીમના બેટિંગ કોચ અભિષેક નાયર, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને ટ્રેનર સૌહમ દેસાઈને હટાવવામાં આવ્યા છે. હવે નવા ચહેરાઓ ટીમમાં જોડાવા જઈ રહ્યાં છે, અને તેમાંથી સૌથી ચર્ચિત નામ છે Adrien Le Roux.
કોણ છે Adrien Le Roux?
એડ્રિયન લે રૉક્સ દક્ષિણ આફ્રિકા ના જાણીતા ટ્રેનર છે. તેઓ 2000ના દાયકાની શરૂઆતમાં પણ ભારતીય ટીમ સાથે જોડાયેલા હતા. હાલમાં તેઓ IPL 2025માં પંજાબ કિંગ્સ સાથે કામ કરી રહ્યાં છે. રિપોર્ટ મુજબ તેમણે BCCIનો ઓફર સ્વીકારી લીધો છે અને તેઓ હવે સૌહમ દેસાઈની જગ્યા લેશે.
KKR અને Gautam Gambhir સાથે જૂનું જોડાણ
એડ્રિયન લે રૉક્સ અગાઉ KKR સાથે કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યા છે, જ્યારે ગૌતમ ગંભીર ટીમના કપ્તાન હતા. બંને વચ્ચે સારો સમન્વય રહ્યો છે. હવે જ્યારે ગંભીર ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યાં છે, ત્યારે લે રૉક્સની એન્ટ્રી ખાસ મહત્વ ધરાવે છે.
🚨📰| Former KKR physical trainer Adrian Le Roux is set to join India men's coaching set-up.
(Jagran News) pic.twitter.com/hKyuwYAW09
— KnightRidersXtra (@KKR_Xtra) April 17, 2025
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા બદલાવ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ 20 જૂનથી શરૂ થવાની છે. આ સીરીઝ પહેલા ભારતીય કોચિંગ યુનિટને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ શેડ્યૂલ:
- પ્રથમ ટેસ્ટ: 20 જૂન
- બીજું ટેસ્ટ: 2 જુલાઈ
- ત્રીજું ટેસ્ટ: 10 જુલાઈ
- ચોથું ટેસ્ટ: 23 જુલાઈ
- પાંચમું ટેસ્ટ: 31 જુલાઈ
CRICKET
IPL 2025: RCB vs PBKS – કોણ મેદાનમાં રહેશે હાવી? જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ
IPL 2025: RCB vs PBKS – કોણ મેદાનમાં રહેશે હાવી? જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નો 34મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ રોમાંચક મુકાબલો 18 એપ્રિલના રોજ સાંજે 7:30 કલાકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને આવી રહી છે અને આત્મવિશ્વાસમાં છે.
RCBએ રાજસ્થાન રોયલ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર 9 વિકેટે પરાજય આપ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટની પછલી ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હાર આપી હતી.
RCB vs PBKS હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલના ઇતિહાસમાં આજ સુધી RCB અને PBKS વચ્ચે કુલ 33 મુકાબલાઓ થયા છે. જેમાંથી:
- RCBએ 16 મેચ જીતી છે
- PBKSએ 17 મેચમાં વિજય હાંસલ કર્યો છે
છેલ્લા પાંચ મુકાબલાઓનું પરિણામ:
- RCB : 60 રનથી જીત મેળવી
- RCB : 4 વિકેટે જીત નોંધાવી
- RCB : 24 રનથી વિજય મેળવ્યો
- PBKS : 54 રનથી ભવ્ય જીત મેળવી
- PBKS : 5 વિકેટે જીત નોંધાવી
સંભાવિત પ્લેઇંગ 11:
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB):
- ફિલ સાલ્ટ
- વિરાટ કોહલી
- દેવદત્ત પડિક્કલ
- રજત પાટીદાર (કપ્તાન)
- લિયમ લિવિંગસ્ટોન
- જિતેશ શર્મા (વિકેટકીપર)
- ટિમ ડેવિડ
- કૃણાલ પંડ્યા
- ભુવનેશ્વર કુમાર
- જોશ હેઝલવુડ
- યશ દયાલ
- સુયશ શર્મા
પંજાબ કિંગ્સ (PBKS):
- પ્રિયાન્શ આર્યા
- પ્રભસિમરન સિંહ
- શ્રેયસ અય્યર (કપ્તાન)
- જોશ ઇંગ્લિસ (વિકેટકીપર)
- નેહલ વડેરા
- ગ્લેન મૅક્સવેલ
- શશાંક સિંહ
- માર્કો યાન્સન
- જેવિયર બાર્ટલેટ
- અર્શદીપ સિંહ
- યુઝવેન્દ્ર ચહેલ
CRICKET
Babar Azam ને કરાચી કિંગ્સમાંથી કેમ કાઢવામાં આવ્યા? માલિકે તોડ્યું મૌન.
Babar Azam ને કરાચી કિંગ્સમાંથી કેમ કાઢવામાં આવ્યા? માલિકે તોડ્યું મૌન.
પાકિસ્તાન સુપર લીગ 2025 (PSL 2025)માં Babar Azam નો બેટ હાલમાં શાંત જોવા મળે છે. એવામાં તેમની પૂર્વ ટીમ કરાચી કિંગ્સના માલિક સલમાન ઈકબાલે એક મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે બાબરને “સ્વાર્થપૃથ ખેલાડી” ગણાવ્યો છે અને કહ્યું કે બેટિંગ ક્રમ બદલવા માટે તે તૈયાર નહોતાં – આ જ કારણોસર તેમને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
ઓપનિંગ જ કરવા માગતા હતા Babar Azam
સલમાન ઈકબાલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “અમે બાબરને નંબર 3 પર બેટિંગ કરવા માટે કહેલું. અમારી પાસે સારા ઓપનર્સ હતાં અને અમે ચાહતા હતા કે બાબર મધ્યક્રમમાં સ્થિરતા લાવે. પણ બાબર એ સાફ કહી દીધું કે તે માત્ર ઓપનિંગ કરશે. તેથી અંતે અમારે તેમને રિલીઝ કરવા માટે મજબૂર થવું પડ્યું.”
Babar Azam પર પોતાના હિતને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ
ટીમની જરૂરિયાત મુજબ પોતાની ભૂમિકા બદલવા નઈ ઇચ્છતા બાબર આજમ પર હવે સ્વાર્થપૃથ ખેલાડી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક સિનિયર અને અનુભવી ખેલાડી પાસેથી ટીમ માટે લવચીક અભિગમ અપેક્ષિત હોય છે, પણ બાબરના વલણથી તો એવું લાગતું નથી.
સ્ટ્રાઈક રેટ સૌથી મોટો મુદ્દો
PSLમાં બાબર આજમે 3103 રન બનાવ્યા છે, પરંતુ તેમનો સ્ટ્રાઈક રેટ માત્ર 129.13 રહ્યો છે. T20 ક્રિકેટમાં જ્યાં ઝડપથી રન બનાવવાની જરૂરિયાત હોય છે, ત્યાં આ સ્ટ્રાઈક રેટ ઘણી વખત ટીમ માટે બોજરૂપ બની શકે છે. તેમણે PSLમાં 29 અર્ધશતક અને 2 શતક જરૂર ફટકાર્યા છે, પણ રન બનાવવાની ઝડપ હજુ પણ ચર્ચાનો વિષય છે.
હાલની ફોર્મ નોંધપાત્ર રીતે નબળી
PSL 2025માં બાબરનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. ક્વેટા વિરુદ્ધ તેઓ શૂન્ય પર આઉટ થયા અને ઇસ્લામાબાદ યુનાઈટેડ વિરુદ્ધ ફક્ત 1 રન બનાવી શક્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ છેલ્લા ઘણા મહીનાથી તેમનું ફોર્મ સંઘર્ષમય રહ્યું છે. 2023માં નેપાળ સામે શતક બાદ તેમણે મોટો ઇનિંગ નહીં રમી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેઓ માત્ર 64 રન જ બનાવી શક્યા.
શું હવે બદલાવનો સમય આવી ગયો છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું બાબર આજમને પોતાની રમતની રીત અને મનોભાવમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે? ક્યારેક પાકિસ્તાનનો સૌથી વિશ્વસનીય બેટસમેન ગણાતો બાબર આજે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET5 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.